Kirti Patel Controversy: સુરત પોલીસ દ્વારા અમદાવાદ ખાતેથી કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી
- વર્ષ 2024માં કાપોદ્રા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો
- જાણીતા બિલ્ડર વજુભાઈ કાત્રોડિયા દ્વારા ફરિયાદ અપાઈ હતી
- જમીન વિવાદને લઈ કીર્તિ પટેલે 2 કરોડની ખંડણી માંગી હતી
Kirti Patel Controversy: ફરીએક વાર કીર્તિ પટેલ વિવાદમાં આવી છે. સુરત પોલીસ દ્વારા અમદાવાદ ખાતેથી કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે. જેમાં વર્ષ 2024માં કાપોદ્રા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જાણીતા બિલ્ડર વજુભાઈ કાત્રોડિયા દ્વારા ફરિયાદ અપાઈ હતી. તેમાં જમીન વિવાદને લઈ કીર્તિ પટેલે 2 કરોડની ખંડણી માંગી હતી. તથા ખંડણી નહીં આપે તો હની ટ્રેપમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. વર્ષ 2024થી કીર્તિ પટેલ બે કરોડની ખંડણી કેસમાં ફરાર હતી.
Surat આરોપ છે રૂપિયા 2 કરોડ માંગવાનો...હસતા હસતા કીર્તિ આવી પોલીસ સ્ટેશન...!
સુરતની કાપોદ્રા પોલીસ અને એલસીબી ઝોન - 1 દ્વારા અમદાવાદના સરખેજમાંથી કીર્તિ પટેલની ધરપકડ
બિલ્ડર પાસેથી રૂપિયા 2 કરોડની ખંડણી માંગવાનો અને હનીટ્રેપમાં ફસાવવાની ધમકી આપવાનો આરોપ@CP_SuratCity #Surat… pic.twitter.com/G1Zgiz2nEa— Gujarat First (@GujaratFirst) June 18, 2025
આ કેસ સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયો
ટીકટોક સ્ટાર અને ઈન્સ્ટા ગર્લ કીર્તિ પટેલનો મુદ્દો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ કેસ સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો ગત વર્ષે કીર્તિ પટેલ સામે જાણીતા બિલ્ડર વજુભાઈ કત્રોડિયા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમા સાંભળીને તમને નવાઈ લાગશે કે બિલ્ડરે ખંડણી માંગવાને લઈને કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. નાની મોટી ખંડણી નહી પણ બિલ્ડરે નોંધાવેલી ફરિયાદ મુજબ કીર્તિ પટેલે 2 કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. જેને લઈને ફરિયાદ નોંધાઈ હતી.
હાલ આ સમગ્ર મુદ્દો સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો
ઉલ્લેખનીય છે કે, હાલ તો આ મામલે સુરત પોલીસ દ્વારા અમદાવાદથી કીર્તિ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે કીર્તિ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કીર્તિ પટેલ દ્વારા બિલ્ડર પાસેથી જમીન વિવાદને લઈને 2 કરોડની ખંડણી માગવામાં આવી હતી. જેમા રૂપિયા નહી આપે તો બિલ્ડરને હનીટ્રેપમાં ફસાવાની ધમકી પણ આપી હતી. જેથી હાલ આ સમગ્ર મુદ્દો સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 18 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?


