Amit Khunt Case : ચકચારી અમિત ખૂંટ કેસમાં આરોપી રાજદીપસિંહ જાડેજાને કોર્ટથી મોટો ઝટકો!
- ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સૌથી મોટા સમાચાર (Amit Khunt Case)
- આરોપી રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો થયો
- રાજદીપસિંહે ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં અરજી કરી હતી
- કોર્ટે રાજદીપસિંહને કોઈપણ પ્રકારની રાહત આપવાનો ઇનકાર કર્યો
- કોર્ટે ફરિયાદ રદ કરવાની ના પાડતા રાજદીપસિંહે અરજી પાછી ખેંચી
Amit Khunt Case : રાજકોટ જિલ્લાના (Rajkot) ગોંડલ તાલુકાના રીબડાનાં (Ribda) યુવક અમિત ખૂંટ કેસમાં મોટા સમાચાર આવ્યા છે. આ ચકચારી કેસમાં આરોપી રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. રાજદીપસિંહે (Rajdeepsinh Jadeja) ફરિયાદ રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જો કે, કોર્ટે રાજદીપસિંહને કોઈપણ પ્રકારની રાહત આપવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે (Gujarat High Court) ફરિયાદ રદ કરવાની ના પાડતા રાજદીપસિંહે અરજી પાછી ખેંચી હોવાની માહિતી છે.
આ પણ વાંચો - Amit Khunt Case : CCTV જમા કરાવવા કોર્ટનો આદેશ, પોલીસે આપ્યો ચોંકાવનારો જવાબ!
રાજદીપસિંહ જાડેજાને હાઈકોર્ટથી મોટો ફટકો!
રાજકોટ જિલ્લાના ગોંડલનાં (Gondal) રીબડાંનાં અમિત ખૂંટની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ કેસમાં (Amit Khunt Case) હવે આરોપી રાજદીપસિંગ જાડેજાને કોર્ટથી મોટો ફટકો પડ્યો છે. માહિતી અનુસાર, આ કેસમાં આરોપી રાજદીપસિંહે પોતાની સામે થયેલ ફરિયાદ રદ કરવા માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જો કે, કોર્ટે તમામ દલીલો સાંભળ્યા બાદ રાજદીપસિંહને કોઈપણ પ્રકારની રાહત આપવાનો ઇનકાર કર્યો છે.
આ પણ વાંચો - Gondal : પાટીદાર હિતરક્ષક સમિતિએ ફરી બાંયો ચડાવી! પ્રેસ કોન્ફરન્સ યોજી કરી મોટી જાહેરાત
કોર્ટનાં નિર્ણય બાદ રાજદીપસિંહે પોતાની અરજી પાછી ખેંચી
કોર્ટે ફરિયાદ રદ કરવાની ના પાડતા રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. કોર્ટનાં નિર્ણય બાદ રાજદીપસિંહે પોતાની અરજી પાછી ખેંચી છે. જણાવી દઈએ કે, આ કેસમાં અગાઉ આરોપી યુવતી પૂજા રાજગોરે JMFC કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં DCP જગદીશ બાંગરવા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનનાં PI, LCB નાં 15 અધિકારી અને 2 મહિલા PSI વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જ્યારે, દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાએ ગોંડલ કોર્ટમાં (Gondal Court) ફરિયાદ નોંધાવી હતી, જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા (Jayrajsinh Jadeja), તેમના પુત્ર ગણેશ જાડેજા, 6 PI સહિત કુલ 28 લોકો સામે ગંભીર આક્ષેપ કર્યા હતા.
આ પણ વાંચો - Gondal : વિવાદાસ્પદ યુટ્યુબર બન્ની ગજેરા PASA હેઠળ વડોદરા જેલમાં ધકેલાયો


