Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : ફોઈ-ભત્રીજીનાં ગુમ થવાના કેસમાં મોટો ખુલાસો, ભેજાબાજ ફોઈએ રચ્યું હતું આખું તરકટ

પોલીસ દ્વારા રીમા મખવાણીની પૂછપરછ કરવામાં આવી હતો. જો કે, ચબરાક ફોઈએ પહેલા તો પોલીસને પણ ગુમરાહ કરી હતી.
rajkot   ફોઈ ભત્રીજીનાં ગુમ થવાના કેસમાં મોટો ખુલાસો  ભેજાબાજ ફોઈએ રચ્યું હતું આખું તરકટ
Advertisement
  1. રાજકોટમાં ફોઈ-ભત્રીજીનાં ગુમ થવાના કેસમાં મોટો ખુલાસો (Rajkot)
  2. વારસાઈ મિલકતમાં હિસ્સો લેવા માટે ફોઈએ કર્યું હતું અપહરણ
  3. અપહરણમાં વકીલ સહિત બે શખ્સોની સંડોવણી સામે આવી
  4. પ્રદ્યુમનનગર પોલીસે ફોઈ રીમા માખાણીની કરી અટકાયત
  5. મિલકતમાંથી ભાઈને બહેનનું નામ કાઢી નાખતા ચાલતો હતો વિવાદ

Rajkot : 'જર જમીન ને જોરુ એ ત્રણે કજિયાના છોરું' આ કહેવત પણ કમનસીબે રાજકોટનાં એક પરિવારમાં માટે સાચી ઠરી છે. એક બાળકીનું અપહરણ થયું અને આ અપહરણ અન્ય કોઈ નહીં પરંતુ, અપહૃત બાળકીની ફોઈ દ્વારા જ કરવામાં આવ્યું. સગી ફોઈએ રૂપિયા માટે તેના વકીલ પુરુષ મિત્ર સાથે મળીને તરકટ રચ્યું હતું. જો કે, ફોઈ સુધી રૂપિયા પહોંચે તે પહેલા જ પોલીસ (Gandhigram Police Station) પહોંચી ગઈ અને પછી તપાસમાં ચોકાવનારા ખુલાસા થયા.

આ પણ વાંચો -Ahmedabad : શ્વાસનળીમાંથી મગફળીનાં દાણા કાઢી 2 વર્ષની બાળકીનો જીવ બચાવ્યો

Advertisement

ફોઈ ભત્રીજીને લઈ ભુજ, મહેસાણા, રાજસ્થાન થઈ ઇન્દોર પહોંચી હતી

ભાઈ-બહેનનાં પવિત્ર તહેવાર રક્ષાબંધન પહેલા જ રાજકોટમાં લોભી બહેનનો કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. ગત 24 તારીખે રાજકોટ શહેરમાં (Rajkot) ફોઈ-ભત્રીજી ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં (Gandhigram Police Station) ઝીરો નંબરથી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ મામલે તપાસ કરતા ગુમ થયેલી રીમા નામની યુવતી અને તેની ભત્રીજી ભુજ, મહેસાણા, રાજસ્થાન થઈ ઇન્દોરમાં હોવાની પોલીસને માહિતી મળી હતી, જે માહિતીનાં આધારે રાજકોટ પોલીસ ઈન્દોર શહેરમાં પહોંચી હતી. ગુમસુદા ફોઈ અને ભત્રીજીને શોધી કાઢી રાજકોટ લાવી હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા રીમા મખવાણીની પૂછપરછ કરવામાં આવી હતો. જો કે, ચબરાક ફોઈએ પહેલા તો પોલીસને પણ ગુમરાહ કરી હતી. તેણીએ કહ્યું હતું કે, તેઓ જ્યારે રેસકોર્સ નજીક હતા ત્યારે કોઈ બુકાનીધારી શખ્સ દ્વારા છરીની અણીએ તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો -Par-Tapi River Link Project : અનંત પટેલ આદિવાસી સમાજને ગુમરાહ કરી રહ્યા છે : નરેશ પટેલ

વારસાઈ મિલકતમાં હિસ્સો લેવા માટે ફોઈએ કર્યું હતું અપહરણ

જો કે, આ યુવતીની વાત પોલીસની ગળે ન ઉતરતા પોલીસ દ્વારા વધુ કડક પૂછપરછ કરવામાં આવી હતી. આથી, ફોઈએ સમગ્ર મામલે પોલીસ સમક્ષ પોતાનાં ગુનાની કબૂલાત કરી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, વારસાઈ મિલકતમાં ભાઈ પાસે હિસ્સો લેવા બહેને અપહરણનું કાવતરૂં રચ્યું હતું. ખોજા વેપારીએ મકાનની વારસાઈ નોંધ પડાવી બહેનનું નામ કમી કરી નાખતા છેલ્લા દોઢેક વર્ષથી ભાઈ-બહેન વચ્ચે મિલકત વિવાદ ચાલતો હતો. પારિવારિક માથાકૂટ દરમિયાન આરોપી ફોઈ રેલનગર વકીલ રાજવીરસિંહ ઝાલા સાથે સંપર્કમાં હતી. વકીલ સાથે મળીને આ સમગ્ર ગુનાનું કાવતરું રચ્યું હતું. ત્યારબાદ આ ગુનાને અંજામ આપવામાં આવ્યું હતું. આરોપીઓ અપહ્યત બાળકીને લઈને અલગ-અલગ જગ્યાએ ફર્યા હતા. પોલીસે સગીર બાળકીનાં અપહરણ તેમ જ કાવતરું રચવાનાં ગુનાની કલમો લગાવી હતી. હાલ, રીમા મખવાણી પોલીસ કસ્ટડીમાં છે, જ્યારે આ ગુનામાં ફરાર રાજવીરસિંહ ઝાલાની હાલ પોલીસે શોધખોળ શરૂ કરી છે.

અહેવાલ : ગૌતમ ભેડા, રાજકોટ

આ પણ વાંચો -Ahmedabad : Gujarat First સાથે EXCLUSIVE વાતચીત, કહ્યું- MLA એ ગાજવાને બદલે લાજવાની જરૂર..!

Tags :
Advertisement

.

×