Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : ન્યારી ડેમ હિટ એન્ડ રન કેસમાં પોલીસની કામગીરી પર શંકા

ઘટનાને 8થી 9 દિવસ બાદ કાર્યવાહી કરતા શંકા ઉભી થઇ છે. તેમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ આખરે પોલીસે કાર્યવાહી શરૂ કરી
rajkot   ન્યારી ડેમ હિટ એન્ડ રન કેસમાં પોલીસની કામગીરી પર શંકા
Advertisement
  • ઘટનાને 8થી 9 દિવસ બાદ કાર્યવાહી કરતા ઉભી થઇ શંકા
  • ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ આખરે પોલીસે શરૂ કરી કાર્યવાહી
  • યુવકના મોત થયા બાદ પોલીસે કાર્યવાહીના શરૂ કર્યા નાટક

Rajkot : રાજકોટમાં ન્યારી ડેમ હિટ એન્ડ રન કેસમાં પોલીસની કામગીરી પર શંકા થઇ રહી છે. જેમાં ઘટનાને 8થી 9 દિવસ બાદ કાર્યવાહી કરતા શંકા ઉભી થઇ છે. તેમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ આખરે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. યુવકના મોત થયા બાદ પોલીસે કાર્યવાહીના નાટક શરૂ કર્યા છે. ગઇકાલ સુધી કેસ દબાવવા માગતી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. તેમાં પોલીસે આખરે બે શખ્સોની અટકાયત કરી છે.

Advertisement

સગીર આરોપી અને પ્રવીણસિંહ જાડેજા સામે કાર્યવાહી થઇ

સગીર આરોપી અને પ્રવીણસિંહ જાડેજા સામે કાર્યવાહી થઇ છે. બન્ને આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે. મૃતક પરાગનો ફોરેન્સિક રિપોર્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં યુવકના પરિવારજનોએ હજુ મૃતદેહ સ્વીકાર્યો નથી. તેમજ કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. તેમજ ફોરેન્સિક રિપોર્ટ થયા બાદ જ મૃતદેહ સ્વીકારશે. જેમાં ગુજરાત ફર્સ્ટે જ સૌથી પહેલા પોલીસના કાળા કારનામા બહાર લાવ્યા હતા. ડ્રાઇવર બદલવાના પૂરાવા સાથે ગુજરાત ફર્સ્ટની ટીમે અહેવાલ રજૂ કર્યો હતો.
ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ સમગ્ર કાંડ બહાર આવ્યો હતો.

Advertisement

રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ કાફલો ગોઠવાયો

રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ કાફલો ગોઠવાયો છે. તેમજ પરિવાર અને સમાજ લોકો એકત્ર થતા સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ ભાજપના નેતા મુરલી દવેનો પૌત્ર આ ઘટનામાં સામેલ છે તેવી વાતો છે. જેમાં ભાજપના નેતા ઇશારે પોલીસ કામ કરતી હતી તેવી લોક ચર્ચાએ વેગ પકડ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું શું પોલીસ યોગ્ય આરોપીને સજા અપાવી શકશે કે નહિ.

આ પણ વાંચો: Chaitri Navratri : પાવાગઢ મંદિરમાં ભક્તોની ભારે ભીડ, ઘેર બેઠા આ Video દ્વારા કરો માતાજીના દર્શન

Tags :
Advertisement

.

×