Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : ગોંડલમાં પરપ્રાંતીય યુવકના મોતના કેસ મામલે રાષ્ટ્રીય સ્તરે પડઘા પડ્યા

રાજસ્થાનના નાગૌરના સાંસદ હનુમાન બેનીવાલનું ટ્વીટ સામે આવ્યું
rajkot   ગોંડલમાં પરપ્રાંતીય યુવકના મોતના કેસ મામલે રાષ્ટ્રીય સ્તરે પડઘા પડ્યા
Advertisement
  • રાજસ્થાનના નાગૌરના સાંસદ હનુમાન બેનીવાલનું ટ્વીટ
  • યુવકની હત્યાના આરોપ સાથે CBI તપાસની કરી માગ
  • પૂર્વ ધારાસભ્ય અને પરિવારનું હત્યાકાંડમાં નામઃ બેનીવાલ

Rajkot ના ગોંડલમાં પરપ્રાંતીય યુવકના મોતનો કેસ હવે રાષ્ટ્રીય સ્તરે પડઘા પડ્યા છે. જેમાં રાજસ્થાનના નાગૌરના સાંસદ હનુમાન બેનીવાલનું ટ્વીટ સામે આવ્યું છે. તેમાં યુવકની હત્યાના આરોપ સાથે CBI તપાસની માગ કરી છે. રાજસ્થાનના નાગૌરના સાંસદ હનુમાન બેનીવાલે જણાવ્યું છે કે પૂર્વ ધારાસભ્ય અને પરિવારનું હત્યાકાંડમાં નામ છે. હત્યાકાંડ મામલે તાત્કાલિક ફરિયાદ દાખલ કરો.

Advertisement

ગુજરાત પોલીસ પરિવાર પર દબાણ ન કરે : હનુમાન બેનીવાલ

ગુજરાત પોલીસ પરિવાર પર દબાણ ન કરે. લોકસભામાં હત્યાનો મુદ્દો ઉઠાવીશ. જાટ સમાજ યુવકની હત્યાને સહન નહીં કરે. કૂવાડવા પાસે વાહન અડફેટે યુવકનું મોત થયાનો દાવો છે જેમાં પૂર્વ ધારાસભ્યના બંગલે ગયા બાદ યુવાન લાપતા થયો હતો. ગોંડલના રાજકુમાર જાટ મોત કેસમાં મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં મૃતક રાજકુમારના પિતાએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે. તેમાં રિપોર્ટરના હત્યાના સવાલ પર કહ્યું, મને શંકા તો છે જ. તેમજ વધુમાં મૃતક રાજકુમારના પિતાએ જણાવ્યું કે મારા દીકરા સાથે શું થયું તેની ખબર નથી. રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે ન્યાયની માગ કરી છે. તેમજ જણાવ્યું છે કે મને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે, ન્યાય મળવો જોઈએ. હું ખોટું બોલતો હોય તો મને ફાંસી આપી દો.

Advertisement

જયરાજસિંહ સાથે મારે કોઈ દુશ્મની નથી

જયરાજસિંહ સાથે મારે કોઈ દુશ્મની નથી. જયરાજસિંહને નથી જાણતો, તે પણ મને નથી જાણતા. બધા ગણેશ ગણેશ કહી રહ્યા હતા પણ હું તો ઓળખતો નથી. હું કોઈના પર આરોપ નથી લગાવતો પણ પોલીસ તપાસ કરે. 30 વર્ષથી હું ગોંડલમાં ધંધો કરી રહ્યો છું. હું અગાઉ તમને બધું જ કહી ચુક્યો છું. 4 માર્ચની રાત્રે હીટ એન્ડ રનમાં રાજકુમારનું મોત થયું હતું. જેમાં અજાણ્યા વાહનચાલકની ટક્કરથી રાજકુમારનું મોત થયું હતું. જેમાં રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. તેમાં મૃતક રાજકુમારના બનેવીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જાણો સમગ્ર મામલો :

ગોંડલના યુવાન રાજકુમાર જાટ, જે 7 દિવસથી ગુમ હતા, તેમનો મૃતદેહ રાજકોટ-અમદાવાદ હાઈવે પરથી મળી આવ્યો છે. 4 માર્ચે હિટ એન્ડ રન અકસ્માતમાં તેમના મૃત્યુની નોંધણી કુવાડવા પોલીસ મથકમાં થઈ હતી. રાજકુમારના પિતાએ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા અને તેમના સાથીઓ પર રાજકુમારને માર માર્યાનો આરોપ મૂક્યો હતો, જે બાદ રાજકુમાર ગુમ થયા હતા. રાજકુમાર UPSC પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા.

આ પણ વાંચો: Bharuch : વાલીયામાં શિક્ષક દંપતીની હત્યાનો ભેદ ઉકેલાયો, જમાઇએ ખેલ્યો ખુની ખેલ

Tags :
Advertisement

.

×