Sabarkantha : હિંમતનગરનાં બગીચા વિસ્તારમાંથી કિંમતી દાગીના ચોરનાર અમદાવાદનો શખ્સ પકડયો
- હિંમતનગરનાં ભરચક એવા બગીચા વિસ્તારમાં ચોરીની ઘટના
- 5 દિવસ પહેલા થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એકની ધરપકડ
- બંધ મકાનનું તાળું તોડી, ચોર રૂ. 5.20 લાખનાં દાગીના ચોરી ગયો
- ઘરેણા વેચવા ફરતા ચોરને પોલીસે ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો
Sabarkantha : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરનાં (Himmatnagar) ભરચક એવા બગીચા વિસ્તારમાં આવેલ એક મકાનમાંથી 5 દિવસ અગાઉ અજાણ્યા શખ્સો રૂ.5.20 લાખનાં સોના-ચાંદીનાં દાગીના ચોરીને ભાગી ગયા હતા. જે અંગે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરી સોમવારે આ શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે.
આ પણ વાંચો - Gondal : માજી મંત્રી સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
બંધ મકાનને બનાવ્યું નિશાન, રૂ.5.20 લાખનાં દાગીના ચોર્યા
આ અંગે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનનાં (B-Division Police Station) પીઆઈ આર.ટી. ઉદાવતે જણાવ્યું કે, ગત શુક્રવારે બગીચા વિસ્તારમાં બંધ ઘરનું તાળું તોડી અજાણ્યો શખ્સ રૂ.5.20 લાખનાં સોના-ચાંદીનાં 13 દાગીનાની ચોરી કરીને ફરાર થયો હતો. ત્યારબાદ પોલીસે ઘટના સ્થળે જઈ સ્થળ નિરિક્ષણ કર્યા બાદ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં પોલીસે આસપાસનાં વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. દરમિયાન, બગીચા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરી અંગે મળેલી બાતમીનાં આધારે બી-ડિવિઝન પોલીસે સોમવારે હિંમતનગર બસ સ્ટેશન પાસે સોનાનાં ઘરેણા વેચવા ફરતા શખ્સને પકડયો હતો. પૂછપરછમાં તેણે પોતાનું નામ જાકીર ઉર્ફે ચુહો અઝીઝભાઇ શેખ (રહે.સરકારી આવાસ, વટવા, અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો - Ambaji : સૌથી મોટા શક્તિપીઠ અંબાજી યાત્રાધામનાં વિકાસ માટે રૂ.1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન
ઘરેણા વેચવા જતાં ઝડપાયો આરોપી
ત્યારબાદ પોલીસે (B-Division Police Station) તેની ઝડતી લીધી હતી, જેમાંથી સોના-ચાંદીનાં દાગીના મળી આવ્યા હતા. જે અંગે પૂછપરછ કરવા છતાં સંતોષકારક જવાબ ન આપતાં પોલીસે તેની અટકાયત કરી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં (Sabarkantha Police) લવાયો હતો, જયાં કડક પૂછપરછ કરતાં તેણે ત્રણ-ચાર દિવસ અગાઉ બગીચા વિસ્તારમાં બંધ મકાનનું તાળું તોડી દાગીના ચોરી કર્યા હોવાની કબૂલાત કર્યા બાદ પોલીસે રૂ.5.20 લાખનાં સોના-ચાંદીનાં દાગીનાનો મુદ્દામાલ કબજે લઈને જાકીર ઉર્ફે ચુહો અઝીઝભાઇ શેખની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
આ પણ વાંચો - Gir ની દંતકથા સમાન સિંહ જોડી 'જય અને વીરુ' ભલે વિખૂટી પડી પરંતુ, તેમના આત્માનો અવાજ જંગલમાં સદાય ગૂંજતો રહેશે


