Surat: મોગલ માતાજીના ભુઈનો આઘાતજનક કિસ્સો, ગોરખધંધાનો પર્દાફાશ થયો
- Surat: બરવાળીયા પરિવાર પુત્રીને ધૂણવા કરતો હતો મજબૂર
- ભુઈ જાનુને ધૂણવા અને તલવાર રાસ કરવા બળજબરી
- દીકરીને ભુવી બનાવી ધુણવા મજબૂર કર્યાનો ખુલાસો
Surat: સુરતમાં મોગલ માતાજીના ભુઈનો આઘાતજનક કિસ્સો! બરવાળીયા પરિવાર પુત્રીને ધૂણવા મજબૂર કરતો હતો. જેમાં ભુઈ જાનુને ધૂણવા અને તલવાર રાસ કરવા બળજબરી કરવામાં આવી હતી. 3 વર્ષથી દીકરીને ભુવી બનાવી ધુણવા મજબૂર કર્યાનો ખુલાસો થયો છે. બરવાળીયા પરિવારના 12 વર્ષથી ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ થતા સ્થાનિકોમાં આક્રોસ ફેલાયો છે.
જાનુ આઈના નામે 21 હજારથી 1 લાખ સુધીની છેતરપિંડી
જાનુ આઈના નામે 21 હજારથી 1 લાખ સુધીની છેતરપિંડી થઇ છે. માતા-પિતા દીકરીને ઢોર માર મારતા હોવાનો પણ ખુલાસો થયો છે. તેમજ શ્રદ્ધાળુઓ સાથે વિકૃત હરકતોના ફોટો અને વીડિયો બનાવતા હતા. ત્યારે વિજ્ઞાન જાથા સામે માતા-પિતા પગે પડી માફી માગતા દેખાયા છે. તેમજ જાનુ આઈના નિવેદન બાદ પોલીસ અને વિજ્ઞાન જાથા ચોંકી ગયા હતા. જેમાં ભુઈ જાનુએ રડતા રડતા કહ્યું: મારે ભણવું છે, હવે ધૂણવું નથી. ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં પરિવાર સામે કાર્યવાહી હાથ ધરાઈ છે.
Surat: સેકસ કાંડની વિગત બહાર આવતા જાથા પોલીસ ચોંકી ગઈ
સુરત વેલંજા ગામની પાછળ, યમુના રેસીડેન્સીની સામે લેકવ્યુ સોસાયટીમાં રહેતા બરવાળીયા પરિવારે દિકરીને ભૂઈમાં બનાવી છેલ્લા 10 થી 12 વર્ષથી શ્રધ્ધાળુઓ સાથે યેનકેન છેતરપિંડી કરનાર માતા-પિતાના ગોરખધંધાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે ઉત્રાણ પોલીસ સ્ટેશનની મદદથી 1278મો સફળ પર્દાફાશ કર્યો હતો. સમાજ માટે આઘાતજનક સાથે ચિંતાજનક ચોંકાવનારી વિગત બહાર આવી હતી. નાની ઉંમરની દિકરીને ભૂઈમાનું કામ પસંદ ન હોય સ્વૈચ્છાએ છોડી દેવાથી માતા-પિતાએ ઢોર માર મારી દિકરી જાનુને ઈજા પહોંચાડી હતી. પર્દાફાશમાં આર્થિક છેતરપિંડી સાથે સેકસ કાંડની વિગત બહાર આવતા જાથા પોલીસ ચોંકી ગઈ હતી.
રવિવાર-મંગળવારે લોકો જોવડાવવા આવતા હતા
મૂળ અમરેલી જિલ્લાના બાબાપુર વાંકિયાના જયસુખ ઉર્ફે જયેશભાઈ જીણાભાઈ બરવાળીયા, પ્રિયાબેન ઉર્ફે પુષ્પાબેન ભાવનગર જિલ્લાના ડમરાળા ગામના બંને પતિ-પત્નિએ ષડયંત્ર કરી પાંચમી દિકરી જાનુનો ચુડેલ માતાનો અવતાર, મોગલ માં ની ભુઈ જાહેર કરી ધૂણતા સાથે આરતીમાં તલવારનો રાસ શીખવી દીધો હતો. ભુઈ જાનુ આઈને દુઃખ-દર્દ મટાડવા, સમસ્યાનો નિકાલ, ધંધા-રોજગાર માટે ટેક-બાધા રખાવી, પીડિતોના પ્રશ્ન ઉકેલવા 21,000 થી દોઢ લાખ રૂપિયાનો ધાર્મિક ચાર્જ વસુલ કરવામાં આવતો હતો. છેલ્લા દસ-બાર વર્ષથી આરતી વખતે ધૂણવું, તલવારનો રાસ કરી દિકરી ભુઈ લોકોને પ્રભાવિત કરવામાં સફળ થઈ હતી. રવિવાર-મંગળવારે લોકો જોવડાવવા આવતા હતા.
પ્રલોભન આપી વિકૃત હરકતોથી બ્લેકમેલિંગ
અપરણિત યુવાનો સમસ્યાના હલ માટે આવતા રાત્રિના બે વાગ્યા સુધી બેસાડી પ્રલોભન આપી વિકૃત હરકતના ફોટો-વીડિયોગ્રાફી માતા-પિતા કરી લેતા હતા. બ્લેકમેઈલીંગ પ્રવૃતિ અજમાવી હતી. ભુઈ જાનુના વીડિયો બનાવી ધૂણવા મજબુર કર્યાનું અને સેકસ કાંડ-બળાત્કારની સંભાવનાની માહિતી પ્રાપ્ત, રૂપિયા પડાવવાનું કારસ્તાન ઉપરાંત દિકરી ભૂઈમાને ઢોર માર માર્યાની હકિકત જાથાને મળી હતી. સુરતના જાગૃત જાથાને માહિતી મળી કે જયસુખ બરવાળીયાએ કદી કામ-ધંધો કર્યો નથી. પરિવારે છેતરપિંડી કરીને શ્રદ્ધાળુઓના ઘરે પધરામણી વખતે ચોરી કર્યાની હકિકત પણ સામે આવી હતી. જ્યારે માતા પ્રિયાબેન રાત્રિના મોડે સુધી ભુઈ જાનુને માતાજીની સેવા ઉપરાંત ગેરકાયદે શારીરિક સંબંધની ચોંકાવનારી હકિકત સામે આવી છે.
સેકસ કાંડ-રૂપિયા પડાવવાનું સાધન ભુઈ જાનુને હાથો બનાવવામાં આવ્યાનું જાણવા મળ્યુ
ઘરમાં માતાજીનો મઢ, અનેક દેવ-દેવીના ફોટા, ધૂપ-દિવા, અખંડ ધાર્મિક ચીજવસ્તુ રાખવામાં આવી હતી. જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ અગાઉ મળેલ હકિકત આધારે ખરાઈ કરવા સદસ્યા ભાનુબેન ગોહિલ, ભક્તિબેન રાજગોર, રવિ પરબતાણીને મળેલી માહિતીને ખરાઈ કરવા મોકલી હતી જેથી સત્ય હકીકત પ્રાપ્ત થઈ હતી. સેકસ કાંડ-રૂપિયા પડાવવાનું સાધન ભુઈ જાનુને હાથો બનાવવામાં આવ્યાનું જાણવા મળ્યુ છે.
આ પણ વાંચો: Gujarat AAP : રાજુ કરપડા અને પ્રવીણ રામ ઉપવાસ આંદોલન કરશે