Surat : સુરતનાં હીરા વેપારીઓ સાથે 4.80 કરોડની છેતરપિંડી કરનારા 2 ઝડપાયા
- Surat નાં હીરા વેપારી સાથે છેતરપિંડી કેસમાં 2 ઝડપાયા
- વેપારીઓ જોડે રૂ. 4.80 કરોડની છેતરપિંડી કરનાર પકડાયા
- પોલીસે નિકુંજ આંબલિયા અને મિતુલ ગોટીની ધરપકડ કરી
- રેપનેટ એપ્લિકેશન પરથી વેપારીઓની વિગતો મેળવી
- વિદેશનાં વર્ચ્યુઅલ નંબર આધારે વેપારીઓ સાથે સંપર્ક કર્યો
Surat : સુરતમાં હીરા વેપારીઓ સાથે યુએસની નામાંકિત હીરા કંપનીનાં બાયર તરીકેની ઓળખ રૂ. 4.80 કરોડની છેતરપિંડી આચરનારા બે ગઠિયાઓની પોલીસે ધરપકડ કરી છે. રેપનેટ એપ્લિકેશન પરથી વેપારીઓની વિગતો મેળવી વિદેશનાં વર્ચ્યુઅલ નંબર આધારે આરોપીઓએ વેપારીઓ સાથે સંપર્ક સાધ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. વોટ્સએપનાં આધારે ચેટ કરીને કરોડો રૂપિયાનાં હીરાની ખરીદી કર્યા બાદ 7 દિવસમાં પેમેન્ટની ડીલ કરી હીરા દુબઇ, બેંગકોક, હોંગકોક મંગાવ્યા હતા. જે બાદ હીરાની ડિલિવરી લઇ વર્ચ્યુઅલ નંબરો બંધ કરી છેતરપિંડી (Fraud with Diamond Traders) આંચરી હતી. આ મામલે ઇકો સેલે (Eco Cell) વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Junagadh : નિવૃત RFO હનીટ્રેપનો શિકાર બન્યા! અંગત પળોનો વીડિયો ઉતારી માંગ્યા 40 લાખ!
Surat નાં હીરા વેપારી સાથે 4.80 કરોડની છેતરપિંડી કરનાર 2 ઝડપાયા
સુરતનાં (Surat) હીરા વેપારીઓને લગતા એક મોટા છેતરપિંડીનાં કેસમાં ઇકો સેલની ટીમે મહત્ત્વની સફળતા મેળવી છે. શહેરનાં ઇકો સેલની ટીમે બે આરોપી નિકુંજ આંબલિયા અને મિતુલ ગોટીની ધરપકડ કરી છે. આ આરોપીઓએ હીરા વેપારીઓ સાથે કુલ 4.80 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો આરોપ છે. તપાસ મુજબ, આરોપીઓએ 'રેપનેટ' એપ્લિકેશનથી હીરા વેપારીઓની વિગતો મેળવી હતી. આ એપ્લિકેશન પર સુરતનાં વેપારીઓએ હીરા વેચાણ અર્થે મૂક્યા હતા, જ્યાંથી વેપારીઓનાં નામ, એડ્રેસ સહિતની આરોપીઓએ વિગતો મેળવી હતી.
આ પણ વાંચો - Junagadh : નિવૃત RFO હનીટ્રેપનો શિકાર બન્યા! અંગત પળોનો વીડિયો ઉતારી માંગ્યા 40 લાખ!
એપ્લિકેશનથી વેપારીઓની વિગતો મેળવી, હીરા દુબઇ, બેંગકોક, હોંગકોક મંગાવ્યા
ત્યાર બાદ આરોપીઓએ અન્ય એક વેબસાઇટ પરથી હીરાનો વેપાર કરતી અમેરિકન કંપનીઓ, તેમનાં કર્મચારીઓની વિગતો મેળવી હતી. સાથે જ ફોટોગ્રાફ સહિત કંપનીનાં નામનો લોગોનો ઉપયોગ કરી પોતે યુએસની નામાંકિત હીરા કંપનીનાં બાયર તરીકેની સુરતનાં વેપારીઓને ઓળખ આપી હતી. આરોપીઓએ વિદેશનાં વર્ચ્યુઅલ નંબર આધારે સુરતનાં (Surat) હીરા વેપારીઓ સાથે સંપર્ક સાધ્યો હતો. ત્યાર બાદ વોટ્સએપનાં આધારે વેપારીઓ સાથે ચેટ કરીને કરોડો રૂપિયાનાં હીરાની ખરીદી કરી હતી અને 7 દિવસમાં પેમેન્ટની ડીલ કરી હીરા દુબઇ, બેંગકોક, હોંગકોક મંગાવ્યા હતા. જે બાદ હીરાની ડિલિવરી લઇ વર્ચ્યુઅલ નંબરો બંધ કરી દીધા હતા. આ મામલે ફરિયાદ બાદ ઈકો શેલ (Eco Cell) દ્વારા ગુનો નોધી તપાસ હાથ ધરાઈ હતી. આ કેસમાં ઇકો સેલે નિકુંજ આંબલિયા અને મિતુલ ગોટીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Rajkot : અનિરૂદ્ધસિંહ જાડેજા બાદ હવે જયરાજસિંહ જાડેજાની વધશે મુશ્કેલીઓ!


