Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : ACB એ લાંચિયા અધિકારીની 'દિવાળી' બગાડી! લાખોની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો

આ ઝુંબેશ હેઠળ એસીબીએ સબ રજિસ્ટ્રારને રૂ. 2.5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે.
surat   acb એ લાંચિયા અધિકારીની  દિવાળી  બગાડી  લાખોની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો
Advertisement
  1. Surat માં સબ રજિસ્ટ્રાર 2.5 લાખની લાંચ લેતા ઝડપાયો
  2. દિવાળી પહેલા ACB એ લાંચિયો અધિકારી ઝડપી પાડ્યો
  3. વર્ગ 3 નો કર્મચારી મહેશ રણજીતસિંહ પરમાર ઝડપાયો
  4. સબ રજિસ્ટ્રારે ફરિયાદી પાસે 3 લાખની લાંચ માંગી હતી

Surat : દિવાળીનાં તહેવારને (Diwali Festival 2025) હવે ગણતરીનાં દિવસો બાકી છે. ત્યારે સુરતમાં દિવાળી પૂર્વે ACB એ લાંચિયા અધિકારીઓ પર તવાઈ બોલાવી છે. આ ઝુંબેશ હેઠળ એસીબીએ સબ રજિસ્ટ્રારને રૂ. 2.5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. આરોપ છે કે સબ રજિસ્ટ્રારે (Sub-Registrar) દસ્તાવેજમાં વાંધો નહીં કાઢી ઓર્ડર કરી આપવા માટે ફરિયાદી પાસે રૂ. 3 લાખની લાંચની માગ કરી હતી. 3 લાખની લાખની માંગ સામે અઢી લાખ નક્કી થયા હતા. જો કે, ફરિયાદી લાંચ આપવા ન માગતા હોવાથી ACB નો સંપર્ક કર્યો હતો. જે બાદ એસીબીએ અડાજણની સબ રજિસ્ટ્રાર કચેરીમાં છટકું ગોઠવી લાંચિયા અધિકારીને ઝડપી પાડયો છે.

આ પણ વાંચો - Gujarat BJP : મારી ઓળખ મારો કાર્યકર્તા, મારી ઓળખ કેસરીયો કમળ ખેસ : જગદીશ વિશ્વકર્મા

Advertisement

Surat માં દિવાળી પૂર્વે લાંચિયો અધિકારી ઝડપાયો

સુરતમાં (Surat) દિવાળી પૂર્વે લાંચ રુશ્વત વિરોધી બ્યુરોની (ACB) ટીમે મોટી કાર્યવાહી કરી છે. ફરિયાદનાં આધારે અડાજણની (Adajan) સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં રૂ. 2.5 લાખની લાંચ લેતા વર્ગ 3 નો કર્મચારી અને સબ રજિસ્ટ્રાર મહેશ રણજીતસિંહ પરમારે ઝડપી પાડ્યા છે. આરોપ છે કે સબ રજિસ્ટ્રાર મહેશ પરમારે ફરિયાદીના સંબંધીને ખેતીની જમીન ખરીદવાની હોવાથી દસ્તાવેજમાં વાંધો નહીં કાઢી ઓર્ડર કરી આપવા માટે રૂ. 3 લાખની લાંચ માગી હતી. રૂ. 3 લાખની લાંચ સામે અઢી લાખમાં સમાધાન થયું હતું.

Advertisement

આ પણ વાંચો - Vadodara : 1500 મહિલાઓએ 'જાગૃતિ રેલી' યોજી, 'વ્યસનમુક્તિ', 'ઘર-ઘર સ્વદેશી'નાં સંદેશ આપ્યા

3 લાખની લાચ માગી, 2.5 લાખમાં સમાધાન થયું, રંગેહાથ ઝડપાયો

જો કે, ફરિયાદી લાંચ આપવા ન માગતા હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ સુરત એસીબીએ અડાજણની સબ રજિસ્ટાર કચેરીમાં છટકું ગોઠવ્યું હતું. ત્યારે અઢી લાખની લાંચ લેતા સબ રજિસ્ટ્રાર રંગેહાથ ઝડપાયા હતા. આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. જો કે, આ ઘટના સુરતનાં રજિસ્ટ્રી ઓફિસમાં ભ્રષ્ટાચારની ગંભીર તસવીર રજૂ કરે છે. ત્યારે બીજી તરફ દિવાળી પહેલાં ACB ની સઘન કાર્યવાહીથી લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.

આ પણ વાંચો - Rajkot : સેક્સ પાવર વધારવા ઉત્તેજક દવાઓનું ગેરકાયદે વેચાણ કરતું કોલ સેન્ટર ઝડપાયું, 9 ની ધરપકડ

Tags :
Advertisement

.

×