ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : સાવકા પિતાએ દીકરી પર દુષ્કર્મ આચર્યાનો આરોપ, કાળી કરતૂત સામે 12 વર્ષે ફરિયાદ!

વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને નરાધમ પિતા દીકરીનું શોષણ કરતો હોવાનાં આક્ષેપ ફરિયાદમાં થયા છે.
04:11 PM May 22, 2025 IST | Vipul Sen
વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને નરાધમ પિતા દીકરીનું શોષણ કરતો હોવાનાં આક્ષેપ ફરિયાદમાં થયા છે.
Surat_Gujarat_first
  1. Surat નાં સાવકા પિતાએ દીકરી પર દુષ્કર્મ આચર્યાનો આરોપ
  2. મોટા વરાછામાં સાવકા પિતાની કરતૂત વિશે 12 વર્ષ બાદ ફરિયાદ
  3. વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી દીકરીનું શોષણ કરવાનો આક્ષેપ
  4. કાપોદ્રા પોલીસે સાવકા પિતા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરુ કરી

સુરતમાં (Surat) પિતા-પુત્રીનાં સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. સાવકા પિતાએ દીકરી સાથે દુષ્કર્મ આચર્યાનો ગંભીર આરોપ થયો છે. મોટા વરાછામાં (Mota Varachha) સાવકા પિતાની કરતૂત અંગે 12 વર્ષ બાદ ફરિયાદ થઈ છે. વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને નરાધમ પિતા દીકરીનું શોષણ કરતો હોવાનાં આક્ષેપ ફરિયાદમાં થયા છે. આ મામલે કાપોદ્રા પોલીસે (Kapodra Police) સાવકા પિતા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

આ પણ વાંચો - VADODARA : ભુજ-દાદર એક્સપ્રેસ ટ્રેનમાં AC નું કૂલિંગ નહી આવતા મુસાફરોનો હોબાળો

સાવકા પિતાએ દીકરી પર દુષ્કર્મ આચર્યાનો આરોપ

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતનાં (Surat) મોટા વરાછા વિસ્તારમાં રહેતા એક પરિવારમાં સાવકા પિતા સામે ગંભીર આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ થઈ છે. આરોપ અનુસાર, સાવકા પિતાએ પોતાની દીકરી પર જ નજર બગાડી હતી અને દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદમાં એવો પણ આક્ષેપ થયો છે કે સાવકો પિતા વીડિયો બનાવી વાઇરલ કરવાની ધમકી આપીને ત્રાસ ગુજરાતો હતો અને દીકરીનું શોષણ કરતો હતો.

આ પણ વાંચો - ગુજરાતમાં કોરોનાની રી-એન્ટ્રી! અમદાવાદમાં 20 વર્ષીય યુવતી કોરોના પોઝિટિવ

સાવકો પિતા વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી ત્રાસ આપતો હોવાનો આક્ષેપ

આરોપ અનુસાર, દીકરી 12 વર્ષથી તાબે ન થતાં સાવકો બાપ અવારનવાર વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરી માનસિક ત્રાસ (Stepfather Molest his Daughter) આપતો. જો કે, આ મામલે 12 વર્ષે ફરિયાદ નોંધાતા સાવકા બાપની કાળી કરતૂતનો પર્દાફાશ થયો છે. કાપોદ્રા પોલીસ મથકમાં (Kapodra Police) ફરિયાદ નોંધાવતા પોલીસે તેના બાપ સામે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Gujarat Rain : રાજ્યમાં વાવાઝોડા મામલે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Tags :
Crime NewsGUJARAT FIRST NEWSKapodra Policementally torturedMota VarachhaStepfather Molest his DaughterSuratTop Gujarati News
Next Article