Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ચકચારી રક્ષિત ચૌરસિયા અકસ્માત કેસમાં મોટો ખુલાસો

VADODARA : પોલીસે કાર કંપની પાસેથી અકસ્માત સમયના વિવિધ ડેટા અને જાણકારી મંગાવી હતી. જેમાં આ સ્ફોટક ખુલાસો સામે આવવા પામ્યો છે
vadodara   ચકચારી રક્ષિત ચૌરસિયા અકસ્માત કેસમાં મોટો ખુલાસો
Advertisement

VADODARA : Vadodara Raksheet Accident Case : વડોદરામાં હોલિકા દહનની રાત્રે કારેલીબાગ વિસ્તારમાં રફ્તારના રાક્ષસ રક્ષિત ચૌરસિયાએ હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં કારની સ્પીડ 130 કિમી/કલાક હોવાનો સ્ફોટક ખુલાસો થવા પામ્યો છે. કારની સ્પીડ સહિતનો ડેટા મેળવવા માટે વડોદા પોલીસ દ્વારા કાર કંપની ફોક્સવેગની મદદ માંગવામાં આવી હતી. જેમાં આ સ્ફોટક માહિતી સામે આવી છે. આ સાથે અક્સ્માત સમયે રક્ષિતે કારની બ્રેક નહીં મારી હોવાનું પણ પોલીસને કંપની તરફથી જાણવા મળ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. (RAKSHIT CHAURASIA CAR ON 130 KM/H SPEED AT TIME OF ACCIDENT - VADODARA)

કારની સ્થિતી જોઇને વડોદરા આરટીઓ કોઇ અભિપ્રાય આપી શક્તા ન્હોતા

વડોદરામાં હિટ એન્ડ રનની ઘટના બાદ લોકોએ આરોપી રક્ષિત ચૌરસિયાને દબોચી લીધો હતો. ત્યાર બાદ તેણે મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં કાર ધીમે ચાલતી હોવાનું જુઠાણું ચલાવ્યું હતું. જો કે, પોતે બચવા માટે કરેલા જુઠ્ઠાણાનો હવે પર્દાફાશ થયો છે. રક્ષિત ચોરસિયાએ રફ્તારના રાક્ષસ બનીને જે કાર વડે ત્રણ વાહનોને અડફેટે લીધા હતા, તેની સ્પીડ 130 કિમી/કલાક હોવાનું સામે આવ્યું છે. પોલીસે કાર કંપની પાસેથી અકસ્માત સમયના વિવિધ ડેટા અને જાણકારી મંગાવી હતી. જેમાં આ સ્ફોટક ખુલાસો સામે આવવા પામ્યો છે. કારની સ્થિતી જોઇને વડોદરા આરટીઓ કોઇ અભિપ્રાય આપી શક્તા ન્હોતા. તે બાદ પોલીસે કાર કંપનીની મદદ લીધી હતી.

Advertisement

આજે રક્ષિતને ડ્રેસીંગ કરવા લવાયો

રક્ષિત ચૌરસિયાએ કરેલા કાર અકસ્માતમાં એક મહિલાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 7 લોકોને ઇજા થતા તેમને સારવાર અર્થે ખસેડવા પડ્યા હતા. આ ઘટનામાં લોકોએ રક્ષિતને પકડીને મેથીપાક ચખાડતા જેના જડબામાં ફ્રેક્ચર થયું હતું. જેલમાં હવા ખાતા રક્ષિતે દુખાવાની ફરિયાદ કરતા તેને એસએસજી હોસ્પિટલના સર્જીકલ વોર્ડમાં લાવીને ડોક્ટરોએ તેની તપાસ કરી હતી. જે બાદ તેનું માઇનોર ઓપરેશન કરવાનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો. આ ઘટના બાદ તેની સરકારી હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી હતી. જે બાદ રક્ષિતને ડ્રેસીંગ અર્થે આજે ફરી એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : વાઘોડિયામાં હિટ એન્ડ રન, ડમ્પરની અડફેટે બાળકીનું મોત

Tags :
Advertisement

.

×