VADODARA : લાપતા યુવકનો મૃતદેહ કાલોલથી મળ્યો, ધંધામાં હરિફાઇની આશંકા
- દરજીપુરામાંથી લાપતા દિપેનનો મૃતદેહ મળ્યો
- પરિજને ધંધાની હરિફાઇમાં આ કૃત્યને અંજામ અપાયાની આશંકા વ્યક્ત કરી
- મહીસાગર નદીમાંથી કાર અને કાલોલ કેનાલમાંથી મૃતદેહ મળ્યો
VADODARA : વડોદરા (VADODARA) ના દરજીપુરામાંથી પાંચ દિવસ અગાઉ ગુમ થયેલા યુવકની લાશ કાલોલ નજીક કેનાલમાંથી મળી આવતા તેની ઘાતકી હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક કારણ છે. આ અંગે પરિજન દ્વારા ધંધાની હરિફાઇમાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. દિપેનનો મૃતદેહ મળતા હવે આરોપી પોલીસની હાથવેંત જ હોવાનું જાણવા મળી રહ્યું છે.
કારમાંથી લોહીના નિશાન મળી આવ્યા હતા
હરણી નજીક દરજીપુરા ખાતે રહેતો 27 વર્ષીય દીપેન પટેલ ગઈ તા.7મીએ રાત્રે સાસરીમાં જવા માટે કાર લઇ નીકળ્યો હતો. ત્યારબાદ તેનો પત્તો લાગ્યો ન હતો. દીપેન ગુમ થયો હોવાની ફરિયાદ તેના પિતાએ હરણી પોલીસ સ્ટેશને (HARNI POLICE STATION) નોંધાવતા તપાસ કરવામાં આવી હતી. દરમિયાન બે દિવસ પહેલા અનગઢ પાસે મહીસાગરમાંથી દીપેનની કાર મળી આવી હતી. જેમાં લોહીના નિશાન હતા. જેથી દીપેનની હત્યા થઈ હોવાનું જણાઈ આવ્યું હતું.
દિપેને તેની બાજુમાં મિત્રને ઘર ભાડે અપાવ્યું હતું
મૃતકના કાકા સસરાએ પટેલ જિતેન્દ્રભાઇ જશભાઇએ મીડિયા સાથેની વાતમાં કહ્યું કે, દિપેન પટેલ દરજીપુરામાં રહેતો હતો. 7, મે ના રોજ રાત્રીના સમયે તે માતા ઘરે આવવા નીકળ્યા હતા. 9 - 15 કલાકે તે મારા ઘરે પહોંચ્યા ન્હતા, બાદમાં અમને ખબર પડી કે, 9 - 27 કલાકે ગોલ્ડન ચોકડી પાસેનો ટોલ નાકા પાસેથી તે પસાર થયા હતા. તેમણે દરજીપુરાથી આરટીઓ વચ્ચે કોઇ ઓળખીતો મળ્યો હોય અને બાદમાં કોઇ ઘટના ઘટી હોય તેવો અમને અંદાજ છે. મૃતદેહ મળવા અંગે અમને પોલીસે જાણ કરી છે. દિપેને તેની બાજુમાં મિત્રને ઘર ભાડે અપાવ્યું હતું. તે દિપેન જોડે જ ફરતો હતો. બંને નંબર પ્લેટ નાંખવાનું કામ કરતા હતા, ઘટનામાં શું થયું છે તે અંગે અમને કોઇ જાણ નથી. આ ધંધાની હરિફાઇમાં થયું હોવાનું આ તબક્કે અમને લાગી રહ્યું છે. બાકી પૈસાની કોઇ લેવડ-દેવડનો મામલો ન્હતો. પોલીસ તથ્ય બહાર લાવે તેવી અમને આશા છે.
આ પણ વાંચો --- VADODARA : જોય ટ્રેનના ચાલક પાસે લાયસન્સ જ ન્હોતું, વિવિધ ટીમો તપાસમાં જોડાઇ


