VADODARA : પોલીસનું કામ મ્યુનિસિપલ કમિશનરે કર્યું, દારૂની ભઠ્ઠી શોધી
VADODARA : વડોદરામાં પ્રોહીબીશનના કાયદાની અમલવારી કરાવવાનું કામ પોલીસનું છે. પરંતુ આ વખતે તેમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા મદદ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા વિશ્વામિત્રી નદીના પટમાં ચાલતી પૂર નિવારણના પ્રોજેક્ટની ડ્રોન સમિક્ષા કરી રહ્યા હતા. તેવામાં ડ્રોન થકી તેમની નજરે દેશી દારૂની ભઠ્ઠી મળી આવતા તેમણે તસ્વીરો પોલીસ કમિશનરને મોકલી હતી. જે બાદ મકરપુરા પોલીસ એક્શનમાં આવી હતી. અને સ્થળ પર કાર્યવાહી કરીને બુટલેગરને ઝડપી પાડ્યો હતો. (VMC MUNICIPLE COMMISSIONER FOUND COUNTRY LIQUOR DISTILLERY DURING VISHWAMITRI PROJECT DRONE SURVEY - VADODARA)
તસ્વીરો શહેર પોલીસ કમિશનરને મોકલતા પોલીસ દોડતી થઇ
વડોદરામાં દારુબંધીની અમલવારી સામે હકીકતોથી લોકો વાકેફ છે. પોલીસ અમલવારી કરાવવા માટે અનેક પ્રયત્નો કરે છે, છતાં દારૂ મળી આવવાની ઘટનાઓ પર રોક લાગતો નથી. આ વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વડોદરા પાલિકાના કમિશનરે પોલીસનું કામ કરતા દેશી દારૂની ભઠ્ઠી શોધી કાઢી છે. અને તેની ડ્રોન તસ્વીરો શહેર પોલીસ કમિશનરને મોકલતા પોલીસ દોડતી થઇ છે. અને સ્થળ પર કાર્યવાહી કરી છે.
બુટલેગર રાજુ ભાલિયા સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી લેવામાં આવી
ગતરોજ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા વડસર સ્થિત વિશ્વામિત્રી નદીના પટ્ટમાં પૂર નિવારણ માટેના પ્રોજેક્ટની કામગીરીના નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. ત્યાં ડ્રોન સર્વે કરતા તેમને નદીના પટ્ટમાં દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી. જેથી તેની તસ્વીરો કેદ કરીને તેમણે શહેર પોલીસ કમિશનરને મોકલી આપી હતી. આ તસ્વીરો મોકલ્યા બાદ સ્થાનિક મકરપુરા પોલીસ એક્શનમાં આવી હતી. અને સ્થળ પર રેડ કરવામાં આવી હતી. જેમાં બુટલેગર રાજુ ભાલિયા સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી લેવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો --- Vadodra: કાર ચાલક દ્વારા રાહદારીઓને અડફેટે લીધા, ભાગવા જતા પકડી પોલીસને સોંપ્યો