Chhota Udepur : નાનો ભાઈ બન્યો મોટાભાઈનો હત્યારો, ભાભી સાથેના આડા સંબંધમાં ખુની ખેલ
- આડા સંબંધમાં આડ ખીલી બનતા ભાઈનું ઢીમ ઢાળી દીધું
- પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લીધો
- દિયર શંકરભાઈ ભોળીયાભાઈ રાઠવા સાથે આડા સંબંધ હતા
છોટાઉદેપુર જિલ્લાના ગુડા ગામમાં નાના ભાઈએ મોટા ભાઈને મોતને ઘાટ ઉતારી દીધાની એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં નાના ભાઈએ પોતાના મોટાભાઈની હત્યા કરી નાખી છે. આ ઘટના પાછળનું કારણ ભાભી સાથેના આડા સંબંધ હોવાનું જ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પરિવારના સભ્યો વચ્ચે પડી સમાજમાં બદનામ ના થવાય તે સારૂ સમાધાન કરાવતા
છોટાઉદેપુર તાલુકાના ગુડા ગામમાં મોરશન ભાઈ ભોળીયાભાઈ રાઠવા પોતાના પરિવાર સાથે રહે છે. તેમની પત્ની બલીબેન રાઠવાને તેઓના દિયર શંકરભાઈ ભોળીયાભાઈ રાઠવા સાથે આડા સંબંધ હતા. આ બાબતે અવારનવાર તકરારો ઝઘડાઓ પણ થતા હતા. અને આખરે એ તકરાર હત્યામાં પરિણમી અને ભાઈએ જ પોતાના મોટાભાઈને મોતની નીંદર સુવડાવીને જપ લીધો છે. શંકરભાઇ ભોળીયાભાઇ રાઠવા અને મોરશનભાઈની પત્ની બલીબેન સાથે આડા સંબંધ હોય જેથી ઘણી વખત તેઓ બન્ને ભાઇઓ વચ્ચે ઝગડો તકરારો થતી હતી. અને આ ભાઈ-ભાઈઓ વચ્ચેની મેટર હોય જેથી પરિવારના સભ્યો વચ્ચે પડી સમાજમાં બદનામ ના થવાય તે સારૂ સમાધાન કરાવતા હતા. તેમ છતા પણ શંકર ભાભી સાથે આડા સબંધો રાખતો હતો.
ગણતરીના કલાકોમાં જ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો
રાત્રે આઠેક વાગ્યાના સુમારે પણ બલીબેન સાથે આડા સબંધો બાબતે ઝઘડો તકરાર થયેલ થઈ હતી. અને તે તકરાર આખરી કરુણ હત્યામાં પરિણમી હતી. રાત્રે મોરશનભાઈ ઘરની બહાર સુઈ રહ્યા હતા. દરમિયાન શંકરે તેમના મોઢા અને માથાના ભાગે લોખંડની પાઇપ વડે જોરદાર ઘા કર્યા હતા. આ હુમલામાં મોરશનભાઈનું મૃત્યુ થયું હતું. અને હત્યા કર્યા બાદ શંકર ફરાર થઈ ગયો હતો. સવારે ઘરના સભ્યોને આ ઘટનાની જાણ થતાં ઝોઝ પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પાસપોર્ટ માટે મોકલ્યો હતો. આરોપી શંકર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી પોલીસ ઇન્સ્પેક્ટર વી. એમ. કામલીયા દ્વારા આરોપીની શોધ માટે ચક્રો ગતિમાન કર્યાં હતા અને ગણતરીના કલાકોમાં જ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો.
અહેવાલ: તોફિક શેખ, છોટાઉદેપુર
આ પણ વાંચો: Woman gave birth to her 14th child: 50 વર્ષીય મહિલાએ સરકારી એમ્બ્યુલન્સમાં 14મા બાળકને આપ્યો જન્મ


