Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chandra Grahan સમાપ્ત થયા બાદ કરો આ 4 ઉપાય, ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે!

આજે 7 સપ્ટેમ્બર 2025ના રોજ વર્ષ 2025નું છેલ્લું અને બીજું Chandra Grahan થવા જઈ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ચંદ્રગ્રહણની ઘટના ઘર અને જીવન પર નકારાત્મક અસરો કરી શકે છે
chandra grahan સમાપ્ત થયા બાદ કરો આ 4 ઉપાય  ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે
Advertisement
  • Chandra Grahan સમાપ્ત થયા બાદ આ 4 કાર્ય કરો ઘરમાંથી  નકારાત્મક પ્રભાવ દૂર થશે
  • આજે 7 સપ્ટેમ્બર 2025ના રોજ વર્ષ 2025નું છેલ્લું અને બીજું ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે.
  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્રગ્રહણની ઘટના ઘર અને જીવન પર નકારાત્મક અસરો કરી શકે છે

આજે 7 સપ્ટેમ્બર 2025ના રોજ વર્ષ 2025નું છેલ્લું અને બીજું ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ચંદ્રગ્રહણની ઘટના ઘર અને જીવન પર નકારાત્મક અસરો કરી શકે છે. જોકે, ગ્રહણ પછી કેટલાક ખાસ ઉપાયો અપનાવીને આ નકારાત્મક ઉર્જાને દૂર કરી, ઘરમાં સુખ, શાંતિ અને સકારાત્મકતા લાવી શકાય છે. અહીં ચાર શુભ કાર્યો જણાવવામાં આવ્યા છે, જે ચંદ્રગ્રહણ પૂર્ણ થયા બાદ કરવાથી લાભ થઈ શકે છે.ચંદ્રગ્રહણ પછી કરવા યોગ્ય 4 મહત્વના ઉપાયો

Chandra Grahan બાદ  ઘરની સફાઈ અને શુદ્ધિકરણ

ચંદ્રગ્રહણ સમાપ્ત થયા બાદ ઘરની સંપૂર્ણ સફાઈ કરવી જરૂરી છે. બધા રૂમ, રસોડું અને પૂજા સ્થળને સારી રીતે સાફ કરો. ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક વાતાવરણ બને છે.

Advertisement

Chandra Grahan પછી   શુદ્ધ ખોરાકનું સેવન કરો

ગ્રહણ દરમિયાન ખાધેલો ખોરાક અને પાણીનો ત્યાગ કરવો જોઈએ. ગ્રહણ પૂર્ણ થયા બાદ તાજો અને શુદ્ધ ખોરાક ખાવો. આનાથી શરીર અને મનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, જે આરોગ્ય માટે ફાયદાકારક છે.

Advertisement

Chandra Grahan સમાપ્ત થયા બાદ  દાન અને ધાર્મિક કાર્યો

ગ્રહણ પછી દાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. ગરીબોને અનાજ, વસ્ત્રો કે પવિત્ર વસ્તુઓનું દાન કરો અથવા બ્રાહ્મણોને ભોજન કરાવો. આ ઉપાય ગ્રહણની નકારાત્મક અસરોને દૂર કરે છે અને ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ જાળવે છે.

Chandra Grahan  સમાપન બાદ ધ્યાન અને આધ્યાત્મિક સાધના કરો

ગ્રહણ સમાપ્ત થયા બાદ ધ્યાન, પૂજા કે મંત્રોનો જાપ કરવો અત્યંત લાભદાયી છે. ખાસ કરીને “ઓમ નમો ભગવતે વાસુદેવાય” અથવા “ઓમ ચંદ્રમસે નમઃ” જેવા મંત્રોનો જાપ કરવાથી મન શાંત રહે છે અને જીવનમાં સંતુલન જળવાય છે.

આ પણ વાંચો:     સપ્ટેમ્બર 2025માં બે ગ્રહણ: 21મી સપ્ટેમ્બરે સૂર્ય ગ્રહણ, જાણો ભારતમાં તેની શું અસર થશે?

Tags :
Advertisement

.

×