Bahula Chauth 2025: શ્રાવણમાં આજથી એક સાથે સળંગ 5 દિવસ તહેવારોની વણઝાર
- સાતમ-આઠમના તહેવારોની શરૂઆત બોળચોથ (Bahula Chauth) થી શરૂ થાય છે
- શ્રાવણમાં એક સાથે સળંગ 5 દિવસ તહેવારોની વણઝાર થાય છે
- ધાર્મિક, સામાજીક રીતે આ તહેવારો ખુબજ મહત્વના છે
Bahula Chauth 2025: શ્રાવણમાં એક સાથે સળંગ 5 દિવસ તહેવારોની વણઝાર થાય છે. સૌરાષ્ટ્રમાં તો સાતમ-આઠમના તહેવારોની શરૂઆત બોળચોથથી શરૂ થાય છે. બોળચોથ, નાગપાંચમ, રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ અને ત્યાર બાદ જન્માષ્ટમી અને પછી નોમના પારણા કરીને આ તહેવારોની પૂર્ણાહુતી થાય છે. ધાર્મિક, સામાજીક રીતે આ તહેવારો ખુબજ મહત્વના છે. તો આજથી તહેવારોની શરૂઆત બોળચોથથી થઇ છે.
આજે બહુલા ચોથ 12 ઓગસ્ટ 2025 ના રોજ ઉજવવામાં આવશે
આજે Bahula Chauth 12 ઓગસ્ટ 2025 ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસને બોળચોથ પણ કહેવાય છે. બહુલા ચોથનું વ્રત કરવાથી બાળકોને સુખ, સફળતા, મુશ્કેલીઓમાંથી મુક્તિ અને સમૃદ્ધિ મળે છે. પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થાય ત્યારે તહેવારોની શરૂઆત પણ થતી હોય છે. આજ સમગ્ર રાજ્યમાં બોળચોથનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. કૃષ્ણપક્ષની ચતુર્થીના રોજ બોળચોથ તરીકે ઉજવવામાં આવે છે. બોળચોથનો તહેવાર ખૂબ જ ધાર્મિક મહત્વ ધરાવે છે. વહેલી સવારે મહિલાઓએ ગાયનું પૂજન કરીને બોળચોથની ઉજવણી કરે છે.
Bahula Chauth 2025: આજના દિવસે મહિલાઓ દ્વારા વ્રત રાખીને પરંપરા મુજબ ગાયનું પૂજન કરે છે
શ્રાવણ મહિનાના કૃષ્ણપક્ષની ચતુર્થીના દિવસે બોળ ચોથ (Bahula Chauth) નો તહેવાર ઉજવવામાં આવે છે. આજના દિવસે મહિલાઓ દ્વારા વ્રત રાખીને પરંપરા મુજબ ગાયનું પૂજન કરે છે. બોળચોથને ગુજરાતમાં તહેવારોની શરૂઆતનું પ્રતીક માનવામાં આવે છે. ઉપરાંત સારા નસીબ, સમૃદ્ધિ અને સુખ માટે બોળચોથનો તહેવાર મનાવવામાં આવે છે. દંતકથા મુજબ કહેવાય છે કે આજના દિવસે ભગવાન શિવની સાથે ગણેશ અને વિષ્ણુના રૂપમાં ગાયનું પૂજન કરવામાં આવે છે.જેમાં દેવી-દેવતાઓના પ્રતિક રૂપે ગાયને ફૂલ અને પ્રસાદ ચડાવીને બોળ ચોથનો તહેવાર મનાવવામાં આવે છે. બોળ ચોથના દિવસે ગાયના પૂજનની સાથે સાથે કૃષિ સમૃદ્ધિ અને ચોમાસુ પાકોના લેવાની મોસમ સાથે પણ સંકળાયેલું છે. જેના પ્રતિક રૂપે ગાયનું પૂજન પરંપરાગત રીતે ગુજરાતમાં થતું આવે છે.
ગાયને પુષ્પ અર્પણ કરવાની વિધિ પણ સનાતન ધર્મના ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે
બોળ ચોથ (Bahula Chauth) ના દિવસે ખાસ કરીને મહિલાઓ દ્વારા સુવર્ણ કપિલા ગાયની પૂજા દરમિયાન ગાયને પુષ્પ અર્પણ કરવાની વિધિ પણ સનાતન ધર્મના ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે જગ્યા પર સુવર્ણ કપિલા ગાય પર્યાપ્ત નથી, ત્યાં જગ્યાએ મંદિરોમાં ગાયની સુવર્ણ મૂર્તિ બનાવીને પણ પૂજા કરવાની એક પરંપરા વર્ષોથી ચાલી આવી છે. કૃષ્ણ મંદિરોમાં મોટાભાગે ભગવાન કૃષ્ણની પૂજાની સાથે સુવર્ણ કપિલા ગાયની પૂજા પણ અચૂક કરવામાં આવે છે. સુવર્ણ કપિલા ગાયને માતા પૃથ્વી અને સમગ્ર વિશ્વનું પ્રાકૃતિક પ્રતીક પણ માનવામાં આવે છે.
આ પણ વાંચો: Rashifal 12 August 2025: આ રાશિના લોકો માટે શુભ દિવસ, કેન્દ્ર યોગનો મળશે લાભ


