Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : શ્રીજી વિસર્જન માટે 3542 પોલીસકર્મી, 100 ન.પા. કર્મીઓ ખડેપગે રહેશે

શાંતિપૂર્ણ માહોલમાં જળકુંડમાં શ્રીજીનું વિસર્જન કરવામાં આવે તેવી તમામ તૈયારીઓ પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.
bharuch   શ્રીજી વિસર્જન માટે 3542 પોલીસકર્મી  100 ન પા  કર્મીઓ ખડેપગે રહેશે
Advertisement
  1. ભરૂચમાં આનંદ ચૌદસે ઠેર-ઠેર શ્રીજી વિસર્જન યાત્રા નીકળશે
  2. શાતિંપૂર્ણ માહોલમાં શ્રીજી વિસર્જન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત
  3. 3542 થી વધુ પોલીસકર્મી અને 100 થી વધુ ભરૂચ ન.પાનાં કર્મીઓ ખડેપગે રહેશે
  4. ભરૂચમાં જે.બી મોદી પાર્ક, નર્મદા બંગલોઝ, વિશ્વ ગાયત્રી મંદિર નજીક જળકુંડ ઊભા કરાયા
  5. 3 જળકુંડ પર 5-5 તરવૈયા, એક કુંડ પર 30 થી વધુ કર્મીઓ ઉપસ્થિત રહી વિસર્જન કરાવશે

Bharuch : ભરૂચ જિલ્લામાં શ્રીજી મહોત્સવની ધૂમધામ પૂર્વક ઉજવણી બાદ શ્રીજી મહોત્સવ (Shriji Mahotsav) અંતિમ ચરણમાં છે અને શનિવારે આનંદ ચૌદસ હોવાનાં પગલે ઠેર-ઠેર ગણેશજીની ભવ્ય વિસર્જન યાત્રા વાજતે ગાજતે નીકળનાર છે. શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજી વિસર્જન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત જ રહેશે અને સાડા 3 હજારથી વધુ પોલીસ (Bharuch Police) કાફલો જિલ્લામાં ફરજ પર રહેનાર છે. શાંતિપૂર્ણ માહોલમાં જળકુંડમાં શ્રીજીનું વિસર્જન કરવામાં આવે તેવી તમામ તૈયારીઓ પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો -Chandra Grahan ના દિવસે ગર્ભવતી મહિલાઓ ભૂલથી પણ ન કરે આ કામ, નહીંતર થઇ શકે છે મોટું નુકસાન

Advertisement

Bharuch ન.પા. નાં 100 થી વધુ કર્મીઓ શ્રીજી વિસર્જનમાં ખડેપગે

ભરૂચ જિલ્લામાં (Bharuch) નર્મદા નદીમાં વધતા જળના કારણે કાંઠા વિસ્તાર પર લોકોની અવરજવર પર રોક લગાવવામાં આવી છે. ભરૂચમાં (Bharuch) શ્રીજીનું વિસર્જન જળકુંડમાં કરવામાં આવે તેવી તૈયારી ભરૂચ નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે, જેમાં એક જળકુંડ જે.બી મોદી પાર્ક નજીક, એક જળકુંડ નર્મદા બંગ્લોઝ સોસાયટી નજીક તેમ જ અન્ય એક ઝાડેશ્વર વિસ્તારમાં વિશ્વ ગાયત્રી મંદિર નજીક જળકુંડ ઊભું કરવામાં આવ્યું છે. આ જળકુંડ પર ભરૂચ નગરપાલિકાનાં ફાયર વિભાગનાં 5-5 તરવૈયા તેમ જ એક જળકુંડ પર 30 કર્મચારીઓ ફરજ પર રહેશે. આમ ભરૂચ નગરપાલિકાનો 100 થી વધુ કર્મચારીઓનો કાફલો શ્રીજી વિસર્જનમાં ખડેપગે રહી શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન કરાવવા માટે તૈયાર થઈ ગયા છે.

Advertisement

આ પણ વાંચો -Gondal ના અક્ષર મંદિરે એકાદશી નિમિત્તે ગણેશ વિસર્જન કરાયું

શાંતિપૂર્ણ માહોલમાં મહોત્સવ પૂર્ણ થાય તે માટે પોલીસની તૈયારી

ભરૂચ જિલ્લામાં શ્રીજી મહોત્સવ શાંતિપૂર્ણ મહોલમાં યોજાય તે માટે જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા (Akshayraj Makwana) દ્વારા પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે, જેમાં ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળોએ શ્રીજી વિસર્જનની સવારથી જ પોલીસ કાફલો ફરજ પર રહેશે, જેમાં 6 ડિવાયએસપી, 43 PI, 63 PSI, 1200 પોલીસકર્મીઓ, 2 એસઆરપી કંપની, 650 હોમગાર્ડ જવાન, 1580 જીઆઇડી જવાનો ફરજ પર રહી કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને ભરૂચ જિલ્લાવાસીઓ શાંતિપૂર્ણ માહોલમાં ગણેશજીને વિસર્જન યાત્રા સાથે વિદાય આપે તે માટે સંપૂર્ણ પોલીસ તંત્ર પણ ખડે પગે ફરજ નિભાવનાર છે.

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો - Ganesh Chaturthi 2025 : અનંત ચતુર્દશી પર ગણેશ વિસર્જન માટેના શુભ મુહૂર્ત જાણી લો

Tags :
Advertisement

.

×