Dharmabhakti : લેખાંક-1- કળિયુગમાં મંત્રજાપનું વિશેષ મહત્વ રહેલું છે, મત્રજાપથી થતાં ફાયદા વિશે જાણો
- કળિયુગમાં જય શ્રી કૃષ્ણ અને જય સીયા રામ જેવા મંત્રજાપથી ખૂબ જ લાભ થાય છે
- ભગવાન શ્રી કૃષ્ણ દરેક સમસ્યાનું સરળ, સચોટ અને સફળ નિદાન કરવા સક્ષમ છે
- ભગવાન શ્રી રામનું નામ શાસન, શક્તિ અને સ્થિરતાનું પ્રતીક છે
Dharmabhakti : આજના ભાગદોડ ભર્યા સમયમાં લોકોને સૌથી વધુ જરુર હોય છે તો તે છે માનસિક શાંતિની. ચિત્ત શાંત હશે તો જ તમે આર્થિક ઉન્નતિ, સામાજિક પ્રતિષ્ઠા અને પારિવારીક શાંતિ મેળવી શકશો. કલિયુગમાં મંત્રજાપ (Mantra Chanting) એક સરળ અને ફળદાયી આધ્યાત્મિક સાધના ગણાય છે. જય શ્રી કૃષ્ણ (Jai Shri Krishna) અને જય સીયા રામ (Jai Siya Ram) જેવા મંત્રજાપથી ખૂબ જ લાભ થાય છે. જય શ્રી કૃષ્ણ મંત્રથી ભક્તમાં પ્રેમ અને ભક્તિની વૃદ્ધિ થાય છે. જ્યારે જય સીયા રામ મંત્ર પારિવારીક શાંતિ અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો કરે છે. આ મંત્રો જપવાથી મન શાંત થાય છે. નકારાત્મક વિચારો દૂર થાય છે અને આધ્યાત્મિક પ્રગતિ થાય છે. મંત્રજાપ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
આધ્યાત્મિક પ્રગતિ માટે મંત્રજાપ
કળિયુગને યુગોનો છેલ્લો અને સૌથી મુશ્કેલ યુગ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ યુગમાં ધર્મ, નૈતિકતા, સત્ય અને ન્યાયનું ધોવાણ થશે. આ યુગમાં માણસ અનેક પ્રકારની શારીરિક અને માનસિક સમસ્યાઓથી ઘેરાયેલો રહેશે. આવા મુશ્કેલ સમયમાં આધ્યાત્મિક પ્રગતિ અને શાંતિ પ્રાપ્ત કરવા માટે આપણા શાસ્ત્રોમાં વિવિધ સાધનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાંથી એક મહત્વપૂર્ણ સાધના છે મંત્રજાપ. કળિયુગમાં સૌથી સરળ અને સૌથી અસરકારક આધ્યાત્મિક સાધના મંત્રજાપ છે. અન્ય યુગોમાં કઠિન તપસ્યા, યજ્ઞ અને ધ્યાન દ્વારા જે ફળ મળતું હતું તે કળિયુગમાં ભગવાનના પવિત્ર નામોનો જાપ કરવાથી જ મળી શકે છે.
જય શ્રી કૃષ્ણ મંત્રના લાભો
ભગવાન શ્રી કૃષ્ણ (Lord Shree Krishna) દરેક સમસ્યાનું સરળ, સચોટ અને સફળ નિદાન કરવા સક્ષમ છે. તેમના ભકતો જો જય શ્રી કૃષ્ણ મંત્ર જાપ કરે તો આ ભકતોને સામાજિક, આર્થિક અને શારીરિક રીતે દરેક સમસ્યાનું સમાધાન થાય છે. જય શ્રી કૃષ્ણ મંત્ર આપણને ભગવાન પ્રત્યે ઊંડી ભક્તિ અને પ્રેમ વિકસાવવામાં મદદ કરે છે. કૃષ્ણના નામોમાં દિવ્ય પ્રેમની શક્તિ સહજ રહેલ છે. તેમનો જાપ કરીને આપણે દુન્યવી આસક્તિઓથી મુક્તિ મેળવી શકીએ છીએ અને આધ્યાત્મિક પ્રેમનો અનુભવ કરી શકીએ છીએ. આ મંત્રજાપનો મધુર ઉચ્ચાર મનમાં શાંતિ અને સુખ લાવે છે. તે આપણને તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદ કરે છે.
શક્તિશાળી મંત્ર જય સીયા રામ મંત્ર
માતા સીતા (Mata Sita) અને ભગવાન શ્રી રામ (Lord Shree Ram) પ્રેમ, નમ્રતા, ધર્મ અને આદર્શના પ્રતીક છે. તેમના નામ જપવાથી આપણને જીવનમાં નૈતિકતા અને ન્યાયની સ્થાપના કરવામાં મદદ મળે છે. ભગવાન રામ અને માતા સીતાનું નામ જપવાથી આપણને જીવનમાં ધર્મ અને નૈતિકતાનું પાલન કરવાની પ્રેરણા મળે છે. ભગવાન શ્રી રામનું નામ શક્તિ અને સ્થિરતાનું પ્રતીક છે. તેનો જપ કરવાથી મનને શક્તિ મળે છે અને જીવનના પડકારોનો સામનો કરવાની ક્ષમતા વિકસે છે. માતા સીતાનું નામ સમર્પણ અને વફાદારીની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. તેમના નામ જપવાથી આપણા હૃદયમાં ભગવાન પ્રત્યે સંપૂર્ણ સમર્પણની ભાવના જાગૃત થાય છે.
ખાસ નોંધઃ ઓમ નમઃ શિવાય મંત્રની ઉત્તપત્તિ અને તેનાથી થતા લાભો વિશે લેખાંક-2માં માહિતી રજૂ કરીશું....
આ પણ વાંચોઃ Rashifal 17 July 2025 : આજે સર્વાર્થ સિદ્ધિ યોગમાં ભગવાન વિષ્ણુની વિશેષ કૃપાથી આ રાશિના જાતકોને થશે લાભ
( ડિસ્કલેમરઃ આ લેખમાં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. Gujarat First આ માહિતીની અસરકારકતાની પુષ્ટિ કરતું નથી.)


