‘સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ’ પુસ્તકનું ભવ્ય લોકાર્પણ થયું, અમદાવાદમાં યોજાયો વિમોચન સમારોહ
- બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ ખાતે ‘સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ’ પુસ્તકનું ભવ્ય લોકાર્પણ
- સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ‘સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ’ પુસ્તકનું કર્યુ વિમોચન
- લેખક મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજીદ્વારા આ પુસ્તકમાં પ્રમુખસ્વામી મહારાજનું જીવન કવન વર્ણવ્યું
Ahmedabad: બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ ખાતે ‘સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ’ પુસ્તકનો ભવ્ય વિમોચન સમારંભ યોજાયો હતો. લેખક મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજીદ્વારા આ પુસ્તકમાં પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને તેમના વૈશ્વિક પ્રભાવને સરળતાથી રજૂ કરવામાં આવ્યા છે. આ પુસ્તકમાં 7 પ્રકરણો છે. જેમાં યોગ્ય રીતે પ્રમુખસ્વામીજીના નિઃસ્વાર્થ યોગદાનનું સુચારુરુપે નિરૂપણ કરવામાં આવ્યું છે.
Grand launch of the book ‘Santavibhuti Pramukh Swami Maharaj’
પ્રમુખસ્વામીજીને પ્રેરક આદર્શ તરીકે રજૂ કરતું પુસ્તક
આ પુસ્તક અનુસાર પ્રમુખસ્વામી મહારાજ એટલે બીજાના ભલામાં આપણું જ ભલું છે... તેમ માનનાર આધ્યાત્મિક ગુરૂ. તેટલું જ નહી પરંતુ કરોડો લોકોને હૂંફ આપનાર એક વિરલ સંત વિભૂતિ. ભગવાન સ્વામિ નારાયણની ગુણાતીત ગુરુ પરંપરાના પાંચમા ગુરુદેવ આ વિશ્વ વંદનીય સંતે નિર્વ્યાજ વાત્સલ્ય વર્ષામાં બાળકો, યુવાનો, વૃદ્ધો, ભણેલા કે અભણ, દેશ કે વિદેશના સૌ કોઈને ધન્ય કર્યા હતા. બી.એ.પી.એસ. સ્વામિનારાયણસંસ્થાની અનેકવિધ આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિના સૂત્રધાર એવા પ્રમુખ સ્વામી મહારાજે, કઠિનપુરુષાર્થથી એક વિરાટ ચારિત્ર્યવાન સમાજનું નિર્માણ કર્યુ છે. તેમણે 17000થી વધુ ગામોમાં વિચરણ, 2,50,000 થી ય વધુ ઘરોની મુલાકાત, 7,00,000થી વધુ પત્રોનું લેખન, કરોડોની વ્યક્તિગત મુલાકાત વગેરે દ્વારા આ મહાન સંતે અસંખ્યનો જીવન-ઉત્કર્ષ કર્યો છે. અક્ષરધામ જેવા જગ વિખ્યાત સંસ્કૃતિધામ ઉપરાંત જગતભરમાં 1100થીય વધુ મંદિરોનું સર્જન કરીને તેમણે સંસ્કૃતિનાં ચિરંતન સ્મારકોસ્થાપ્યાંછે.
Grand launch of the book ‘Santavibhuti Pramukh Swami Maharaj’-
સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે પુસ્તકનું કર્યુ વિમોચન
આ કાર્યક્રમમાં સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને પુસ્તકનું વિમોચન કર્યુ હતું. તેમણે આ અવસરે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં જણાવ્યું કે, દુનિયાભરના અસંખ્ય લોકો પૂ. પ્રમુખસ્વામી મહારાજની નિ:સ્વાર્થ સેવા અને યોગદાનથી લાભાન્વિત થયા છે. પ્રમુખસ્વામી મહારાજના જીવનને પુસ્તકમાં બાંધવું અસંભવિત છે. પ્રમુખસ્વામી મહારાજ એવા એક મહાપુરુષ હતા, જેમના જીવનની પ્રત્યેક ક્ષણ લોક કલ્યાણ માટે સમર્પિત હતી. અસીમ શાંતિના ધારક, સહજ, સરળ, વિનમ્ર, દિવ્ય, ભારતની સનાતન મહાન સંસ્કૃતિના વાહક પ્રમુખસ્વામી મહારાજ હતા.
Grand launch of the book ‘Santavibhuti Pramukh Swami Maharaj’--
લેખક સ્વામી ભદ્રેશદાસજી ઉપરાંત મહાનુભાવોએ સંસ્મરણો રજૂ કર્યા
આ વિમોચન સમારોહમાં સ્વાગત પ્રવચન બાદ 'પ્રમુખસ્વામી મહારાજ: મારી દૃષ્ટિએ, મારો અનુભવ' કાર્યક્રમ અંતર્ગત લેખક સ્વામી ભદ્રેશદાસજીએ તથા અન્ય મહાનુભાવોએ તેમના પૂ. પ્રમુખસ્વામી મહારાજના સાથેના સંસ્મરણો રજૂ કર્યા હતા. ગુજરાતના સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન પદ્મશ્રી ગૌતમભાઈ પટેલ, ગુજરાતના વિખ્યાત કવિ, સાહિત્યકાર, વિવેચક શ્રી માધવ રામાનુજ, પાંચજન્ય સામયિકના પૂર્વ તંત્રી અને પૂર્વ સાંસદ શ્રી તરુણ વિજય, કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય, દિલ્લીના કુલપતિ શ્રીનિવાસ વરખેડી, સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન શ્રી હરેકૃષ્ણ સતપથી, લાલબહાદુર શાસ્ત્રી યુનિવર્સિટીના કુલપતિ શ્રી મુરલી મનોહર પાઠક, તિરૂપતિ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ શ્રી જી. એસ. આર. કૃષ્ણમૂર્તિ,સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ શ્રી સુકાંત સેનાપતિ, આઈ. આઈ. ટી ખડગપુરના પૂર્વ નિર્દેશક શ્રી વિરેન્દ્રકુમાર તિવારી જેવા વિદ્વાનોએ આ પુસ્તકને એક અભૂતપૂર્વ પુસ્તક તરીકે વધાવી લેતા વ્યક્તવ્યો આપ્યા હતા.
Grand launch of the book ‘Santavibhuti Pramukh Swami Maharaj’-----
આ પણ વાંચોઃ ખાસ રંગના રક્ષાસૂત્ર(દોરા) પહેરવાથી શાંત થાય છે વિવિધ ગ્રહોની અવદશા
લેખક મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ જણાવ્યું કે, પ્રમુખસ્વામી મહારાજના જીવનને શબ્દોમાં ઢાળવું અશક્ય છે. શ્રીમદ ભગવદ ગીતામાં વર્ણિત સ્થિતપ્રજ્ઞ પુરુષનું મૂર્તિમંત સ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ હતા. આજે પૂજ્ય મહંત સ્વામી મહારાજ પ્રમુખસ્વામી મહારાજની પ્રતિકૃતિ સમાન છે.
ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝાએ જણાવ્યું કે, પ્રમુખસ્વામી મહારાજના જીવન પરનું પુસ્તક આપણાં શાસ્ત્રોનો સાર છે. વિશ્વવંદનીય મહાપુરુષ એવા પ્રમુખસ્વામી મહારાજની ચેતનાને વંદન. પ્રમુખસ્વામી મહારાજના જીવન પરનો આ અમૂલ્ય ગ્રંથ છે.
આ પણ વાંચોઃ પ્રદોષના દિવસે શિવલિંગ પર અભિષેક કરો આ વસ્તુઓનો...પછી જૂઓ ચમત્કાર


