હરતાલિકા તીજ આ તારીખે ઉજવાશે, આ દિવસે વ્રત રાખીને પુરી કરો તમારી મનોકામના!
- શુક્લ પક્ષની તૃતીયા તિથિએ હરતાલિકા તીજનું પવિત્ર વ્રત રાખવામાં આવે છે
- આ દિવસે દેવી પાર્વતી અને ભગવાન શિવની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે
- પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય, સુખ અને સમૃદ્ધિ માટે આ વ્રત રાખે છે
ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ હરતાલિકા તીજ (Hartalika Teej)નું પવિત્ર વ્રત રાખવામાં આવે છે. હિન્દુ (hindu) ધર્મમાં આ વ્રતની ખુબ મહિમા છે. આ દિવસે દેવી પાર્વતી અને ભગવાન શિવ (Lord Shiva)ની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય, સુખ અને સમૃદ્ધિ માટે આ વ્રત રાખે છે. આ વ્રતને મુશ્કેલ વ્રતોમાંનો એક માનવામાં આવે છે, કારણ કે આમાં 24 કલાક પાણી વગર રહેવું પડે છે. ચાલો જાણીએ કે આ વર્ષે હરતાલિકા તીજનું વ્રત કયા દિવસે મનાવવામાં આવશે.
હરતાલિકા તીજ ક્યારે ઉજવાશે
આ વર્ષે હરતાલિકા તીજ (Hartalika Teej) 26 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. હિન્દુ કેલેન્ડર મુજબ, તૃતીયા તિથિ 25 ઓગસ્ટના રોજ બપોરે 12:35 વાગ્યે શરૂ થશે અને 26 ઓગસ્ટના રોજ બપોરે 1:55 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ મુજબ ઉપવાસ ફક્ત 26 ઓગસ્ટના રોજ જ રાખવામાં આવશે.
હરતાલિકા તીજની પૂજા વિધિ
હરતાલિકા તીજ ((Hartalika Teej)ના દિવસે સ્ત્રીઓ સુંદર અને નવા વસ્ત્રો પહેરે છે. આ પ્રસંગે માટીમાંથી શિવ-પાર્વતીની મૂર્તિ બનાવીને વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. પૂજા દરમિયાન હરતાલિકા વ્રત કથા પણ સાંભળવામાં આવે છે. આ તહેવાર ખાસ કરીને ઉત્તર ભારતમાં ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. શ્રાવણ અને ભાદ્રપદ મહિનામાં કુલ ત્રણ તીજ તહેવારો આવે છે, જેમાં હરતાલિકા તીજનું વિશેષ મહત્વ છે.
ઇચ્છિત પરિણામોની પ્રાપ્તિ થશે
માન્યતા અનુસાર જે સ્ત્રીઓ હરતાલિકા તીજ ((Hartalika Teej) પર વિધિપૂર્વક ભગવાન શિવ, માતા પાર્વતી અને શ્રી ગણેશની પૂજા કરે છે, તેઓ માતા પાર્વતીને ફૂલો, ફળો, સૂકા ફળો, મીઠાઈઓ અને સુહાગ વસ્તુઓ અને ભગવાન શિવને કપડાં અર્પણ કરે છે, પછી શિવ-પાર્વતીની કથા સાંભળે છે અને આખી રાત જાગતા રહે છે, તેમને ઇચ્છિત પરિણામ મળે છે. તેમની મનોકામના પરિપૂર્ણ થાય છે.
આ પણ વાંચો- Dharmabhakti : શનિવારે શનિદેવની વિશેષ કૃપા મેળવવા માટે કરો આ 5 ઉપાયો, દૂર થશે જટીલ સમસ્યાઓ


