Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Janmashtami : અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,જુજવે રૂપે અનંત ભાસે

કૃષ્ણનું જીવન અદ્વિતીય રસિકતા, અદ્વિતીય ફિલસૂફી અને અદ્વિતીય ત્યાગના સંમિશ્રણ રૂપ
janmashtami   અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે અનંત ભાસે
Advertisement

Janmashtami  :अम्बुजेक्षणं कृष्णं त्रैलोक्यार्तिहरं प्रभुम्।

गोपीवेषधरं श्यामं रसलीलामृतोद्भवम्॥

Advertisement

नवनीतचोरं नीलं व्रजजनप्रियं श्यामलम्।

Advertisement

मोक्षदं सर्वलोकानां कृष्णं वन्दे जगद्गुरुम्॥

Janmashtami : અનેક અધકચરા લોકો દ્વારા મનઘડંત રીતે શ્રીકૃષ્ણ(LordKrushna)ના જીવનની ઘટનાઓનું અર્થઘટન થતું રહે છે. કૃષ્ણનું મૂળ સ્વરૂપ મહાભારતમાં જે જોવા મળે છે તે છે. એક મહાન રાજપુરુષ, એક કુશળ વિષ્ટિકાર અને એક એવી હસ્તી જેને શુભમાં શ્રદ્ધા છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતા મહાભારતનો એક અંશ છે. ગીતામાં કૃષ્ણનાં ગુણો સોળે કળાએ ખીલે છે. એક આખી જિંદગી ઓછી પડે એની ફિલસૂફીને સમજીને જીવનમાં ઉતારવા માટે. ગીતાના એક-એક ર્લોકનું અર્થઘટન કરીને, એને સમજીને, એના સારને જીવનમાં ઉતારનાર ખરા અર્થમાં મોક્ષ પામે છે.

કૃષ્ણમાં દોષારોપણ કરવાની વૃત્તિનું મૂળ ભક્તિની અતિશયતાથી દોરાયેલા કેટલાક ભક્ત કવિઓની અતિશયોક્તિમાં રહેલું છે... પ્રભુમાં પ્રિયતમની ભાવનાનું આરોપણ કરતાં કલ્પના કેવાં સ્વરૂપ ધારણ કરે છે તેનું આજકાલ વગોવાતાં રાધાકૃષ્ણનાં પદકીર્તનો સારું દૃષ્ટાંત પૂરું પાડે છે. કૃષ્ણને દોષ મળ્યો હોય તો તેમાં કવિની કલ્પનાનો અથવા તે કલ્પનાના યથાર્થ સ્વરૂપને ન સમજતા કરવામાં આવતી ટીકાનો દોષ છે.

Janmashtami  - ભગવાન શ્રીકૃષ્ણનું મૂળ જીવનચરિત્ર કંઇક જુદું છે

'તેજચિત્રોમાં કૃષ્ણનું ચરિત્રાલેખન કરતાં મેઘાણી અને મુનશીના જમાનાના મહાન ગુજરાતી સાહિત્યકાર રમણલાલ વ. દેસાઈએ આ વાત લખી છે. પોણી સદી પહેલાંની ગુજરાતી ભાષામાં અભિવ્યક્તિ એ વાતની છે કે ભગવાન શ્રીકૃષ્ણનું મૂળ જીવનચરિત્ર કંઇક જુદું છે અને ભાગવતકાર, ભક્ત કવિઓની કલ્પનાને કારણે એ જીવનચરિત્રમાં ખૂબ બધી અવાસ્તવિક હકીકતો ઉમેરાઈ ગઈ છે.

આ વિશે અગાઉ પણ લખાઈ ગયું છે. આજે Janmashtami નિમિત્તે આ મુદ્દો ઘૂંટવાનું કારણ એ કે આજે પણ અનેક અધકચરા લોકો દ્વારા મનઘડંત રીતે શ્રીકૃષ્ણના જીવનની ઘટનાઓનું અર્થઘટન થતું રહે છે. કૃષ્ણનું મૂળ સ્વરૂપ મહાભારતમાં જે જોવા મળે છે તે છે. એક મહાન રાજપુરુષ, એક કુશળ વિષ્ટિકાર અને એક એવી હસ્તી જેને શુભમાં શ્રદ્ધા છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા મહાભારતનો એક અંશ છે. ગીતામાં કૃષ્ણનાં ગુણો સોળે કળાએ ખીલે છે. એક આખી જિંદગી ઓછી પડે એની ફિલસૂફીને સમજીને જીવનમાં ઉતારવા માટે. ગીતાના એક-એક શ્રલોકનું અર્થઘટન કરીને, એને સમજીને, એના સારને જીવનમાં ઉતારનાર ખરા અર્થમાં મોક્ષ પામે છે. ગીતાની રચનાના હજારો વર્ષ પછી પુરાણો આવ્યાં. પુરાણોમાં ભાગવત આવ્યું. ભાગવતના શ્રીકૃષ્ણ શ્રીમદ્ ભગવદ્ગીતાના શ્રીકૃષ્ણની સરખામણીએ ઘણા જુદા છે.

Janmashtami  - ક્રિયેટિવ લિબર્ટીના નામે કૃષ્ણના મૂળ ચરિત્ર સાથે કરેલી છેડછાડો

ભાગવતના કૃષ્ણની લીલાઓ એવી લોભામણી રીતે રજૂ કરવામાં આવી છે કે લોકોને એ ગમી ગઈ. આ બધી માત્ર કવિ કલ્પના છે. ક્રિયેટિવ લિબર્ટીના નામે કૃષ્ણના મૂળ ચરિત્ર સાથે કરેલી છેડછાડો છે. જેમ એક જમાનામાં સંજય લીલા ભણસાલીનું થર્ડક્લાસ પિક્ચર 'બાજીરાવ મસ્તાની' ભલે હિટ ગયું પણ તેમાં બાજીરાવ તેમ જ મસ્તાનીનાં મૂળ ચરિત્રો સાથે ક્રિયેટિવ લિબર્ટીના નામે મનફાવે તેવી છૂટછાટો લેવામાં આવી હતી એવું ભાગવત પુરાણમાં થયું. સંજય ખાનની બદમાશીભરી ટીપુ સુલતાન સિરિયલમાં કે પછી સમ્રાટ અશોક, કર્ણ, મહાદેવ વગેરેની ટીવી સિરિયલોમાં કે ઈવન ભણસાલીની જ દેવદાસ ફિલ્મ કે સરસ્વતીચન્દ્રની સિરિયલમાં મૂળ ચરિત્ર ગ્રંથ / નવલકથાથી ફંટાઈને જાતજાતનાં મનોરંજક દૃશ્યો ઉમેરવામાં આવતાં હોય છે અને તે ત્યાં સુધી કે મૂળનું હાર્દ જ સાવ ફંટાઈ જાય,

મહાભારતના શ્રીકૃષ્ણ તથા ભાગવત પુરાણના શ્રીકૃષ્ણ વચ્ચે જમીન આસમાનનું અંતર છે. મહાભારતના પ્યોર કૃષ્ણને પુરાણકાર-કવિઓ વગેરેએ ભાગવતમાં તેમ જ એ પછીની કૃતિઓમાં / ભક્ત કવિતાઓમાં ભેળસેળિયા કૃષ્ણ બનાવી દીધા છે. લોકમાનસમાં આ ભેળસેળિયા કૃષ્ણની છબિને દૃઢ બનાવવામાં સદીઓથી ચાલતા આવતા ભાગવત કથાના પારાયણોએ ઘણો મોટો ભાગ ભજવ્યો છે. કોઈ જૂઠની ઉંમર દોઢ-બે હજાર વર્ષની થઈ જાય એને કારણે એ જૂઠ સત્ય નથી થઈ જતું. જૂઠ તો જૂઠ જ રહે છે. પ્રતાપી, દીર્ઘદૃષ્ટા અને જીવનદર્શક કૃષ્ણને બાળલીલાઓ તથા રાસલીલાઓનાં વાઘાં પહેરાવીને લોકોનું મનોરંજન થતું રહ્યું છે . આવી એક બદી વિશે કપોળ પત્રકાર કરસનદાસ મૂળજીએ આજથી દોઢસો વર્ષ પહેલાં બંડ પોકારેલું એ વિશે ગુજરાતી વાચકોને ખબર જ છે.

કૃષ્ણનું જીવન અદ્વિતીય રસિકતા, અદ્વિતીય ફિલસૂફી અને અદ્વિતીય ત્યાગના સંમિશ્રણ રૂપ

૨. વ. દેસાઈ નોંધે છે: 'કૃષ્ણનું જીવન અદ્વિતીય રસિકતા, અદ્વિતીય ફિલસૂફી અને અદ્વિતીય ત્યાગના સંમિશ્રણ રૂપ છે. કૃષ્ણના જીવનમાં કડક ત્યાગને જોવો એ દુર્ઘટ નથી. જે ગોપિકાઓ સાથેનો તેમનો વ્યવહાર લોલુપતાભર્યો કહી દૂષિત ઠરાવવામાં આવે છે તે ગોપિકાઓને તો બાર વર્ષની વયે તેમણે છોડી દીધી હતી. સ્નેહીજનોનો ત્યાગ એ કેવો દુઃસહ છે તે સર્વ કોઈ જાણે છે, પરંતુ કૃષ્ણ સ્વધર્મ કાજે આ ભીષણ ત્યાગને સ્વીકારી શકતા હતા. કંસને મારી રાજ્ય પોતે ન લેતાં તે ઉગ્રસેનને આપી દીધું અને પોતે તેના છડીદાર થયા, અનેક રાજ્યધયાઓને તેમણે અત્યંત કષ્ટ વેઠી દૈત્યોના ત્રાસમાંથી ઉગારી હતી. ભીષ્મ, દ્રોણ અને કર્ણ જેવા બુદ્ધિનિપુણ અને રણનિપુણ મહાત્માઓની બુદ્ધિ અને સામર્થ્ય ઝાખાં પાડી પોતાના ભક્તોને વિજય અપાવનાર કૃષ્ણને અર્જુનનું સારથિપણું સ્વીકારતાં શરમ નહોતી આવી.

Janmashtami એ એક વાત યાદ આવે છે -વિત્ર મનાતા બ્રાહ્મણોની ઉચ્છિષ્ટ પતરાવળીઓ ઉપાડતા કૃષ્ણે પોતાના ઐશ્રવર્યને સંભાર્યું ન હતું. પોતાના જ પુત્ર, પૌત્ર અને સંબંધી યાદવોને કપાવી નાખતાં કૃષ્ણને કમકમી નહોતી આવી. ત્યાગનાં આથી વધારે જવલંત અને ભીષણ દૃષ્ટાંતો મળશે ખરાં? ગીતાના શ્રલોકે શ્રલોકમાં જે જ્ઞાન સમૃદ્ધિ ભરેલી છે તે જ્ઞાનસમૃદ્ધિના સ્વામી શ્રીકૃષ્ણચંદ્રને માટે આ ત્યાગ અશક્ય નથી, એટલું જ નહીં, પરંતુ તેમના ભક્તો, યોગીઓ અને જ્ઞાનીઓને માટે પણ આ ત્યાગ અશક્ય નથી એમ દૃઢતાથી કહેવામાં કૃષ્ણના તત્ત્વજ્ઞાનનો વિજય છે.'

કૃષ્ણના તત્ત્વજ્ઞાનનો વિજય

ભગવાન શ્રીકૃષ્ણનું મૂળ જીવનચરિત્ર સંશોધકોએ માંજીને ફરી રજૂ કરવું જોઈએ. એમાંથી પુરાણકથાઓની બાદબાકી કરવી જોઈએ જેથી આજની તારીખે પણ કોઈ તમને એવું કહી ન જાય કે તમારા ભગવાને તો તળાવમાં નહાતી ગોપીઓનાં વસ્ત્રો હરીને ગોપીઓને પાણીમાંથી બહાર નીકળતી વખતે બેઉ હાથ ઉપર રાખવાનો આદેશ કર્યો હતો જેથી સંપૂર્ણ અંગદર્શન થઇ શકે.

છટ્. અમારા ભગવાન કંઈ આવા નહોતા. હજાર-દોઢ હજાર વર્ષ પહેલાં કોઈ વિકૃત માનસે આવું કંઈક તે જમાનાના ગ્રંથોમાં ઘુસાડી પણ દીધું હોય તો શું એ માત્ર સમય વીતી જવાને કારણે હકીકત બની જાય? મહાવીર, બુદ્ધ, મોહમ્મદ પયગંબર કે ઈસુ ખ્રિસ્તના ચરિત્ર ગ્રંથોમાં કોઈ વિકૃત માનસે આ પ્રકારની અભદ્ર વાતો કોઈ એક જમાનામાં ઘુસાડી દીધી હોય તો આજની તારીખે તમે એને દોહરાવવાની હિંમત પણ કરી શકો ખરા!

પણ હિંદુઓ સહનશીલ છે એટલે તમે ગમે ત્યારે, ગમે તે ચોપડીમાંથી ઉદ્ધરણ કરીને અમને ફટકારી શકો છો. વેલ, તમારી દૃષ્ટિએ હજુ પણ તમને અમારા ભગવાન એવા જ લાગતા હોય તો તમારી વિદ્વતા તમને મુબારક. અમને અમારામાં અને અમારા કરતાંય વધારે રમણલાલ વસંતલાલ દેસાઈ જેવા અમારા આદરણીય વિદ્વાન પુરુષોમાં વધારે શ્રદ્ધા છે.

"યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર-ભવતિ ભરત,
અભ્યુત્થાનમ-અધર્મસ્ય તદાત્માનમ શ્રમ્યહમ !

પરિત્રાણાય સાધુનામ વિનાશયા કા દુષ્કૃતમ,
ધર્મસંસ્થાપનાર્થાય સંભવમી યુગે યુગે!"

~ ભગવદ ગીતા ૪.૭–૮

હે ભારત ! જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું.  સત્પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટું છું. (ગીતા: 4-8)

આજે

Janmashtami એ આવો ક્રુષ્ણ વાસુદેવ યાદવને ઓળખવાની શક્તિ આપણને મળે એવી પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણને પ્રાર્થના કરીયે. 

આ પીએન વાંચો :Vadodara : પાલિકાના સ્ટોરમાં મોટી સંખ્યામાં તિરંગાનો જથ્થો પડી રહ્યો

Tags :
Advertisement

.

×