Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Karwa Chauth: કરવા ચોથ વ્રત આ દિવસે ઉજવાશે! જાણો શુભ મુર્હત સાથે પૂજા કરવાની સમગ્ર માહિતી વિશે

Karwa Chauth: આ તહેવાર દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ મનાવવામાં આવે છે, આ દિવસે મહિલાઓ માતા કરવા અને ભગવાન ગણેશની વિધિવત પૂજા કરે છે
karwa chauth   કરવા ચોથ વ્રત આ દિવસે ઉજવાશે  જાણો શુભ મુર્હત સાથે પૂજા કરવાની સમગ્ર માહિતી વિશે
Advertisement
  • Karwa Chauth:  ભારતીય સંસ્કૃતિના મુખ્ય પર્વોમાંનું એક એટલે કરવા ચોથ
  • મહિલાઓ પતિના લાંબા આયુષ્ય માટે કરવા ચોથનું વ્રત રાખે છે
  • રવા ચોથનું વ્રત 10 ઑક્ટોબર, શુક્રવારના રોજ ઉજવાશે

ભારતીય સંસ્કૃતિના મુખ્ય પર્વોમાંનું એક એટલે કરવા ચોથ. આ વ્રત હિંદુ ધર્મની સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા પોતાના પતિના લાંબા આયુષ્ય, સુખ-સમૃદ્ધિ અને સલામતી માટે નિર્જળા (પાણી પીધા વગર) રહીને કરવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ મનાવવામાં આવે છે. આ દિવસે મહિલાઓ માતા કરવા અને ભગવાન ગણેશની વિધિવત પૂજા કરે છે.માનવામાં આવે છે કે જો વ્રત કરનાર મહિલા સંપૂર્ણ શ્રદ્ધા, નિયમો અને જરૂરી સામગ્રી સાથે પૂજા કરે, તો માતા કરવા પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોને અખંડ સૌભાગ્યના આશીર્વાદ આપે છે.

Karwa Chauth  2025: તિથિ અને શુભ મુહૂર્ત

વર્ષ 2025માં કરવા ચોથનું વ્રત 10 ઑક્ટોબર, શુક્રવારના રોજ રાખવામાં આવશે.

Advertisement

ચતુર્થી તિથિનો પ્રારંભ: 9 ઑક્ટોબર, 2025, રાત્રે 10:54 વાગ્યાથી.

Advertisement

ચતુર્થી તિથિની સમાપ્તિ: 10 ઑક્ટોબર, 2025, રાત્રે 7:38 વાગ્યા સુધી.

પૂજાનું શુભ મુહૂર્ત: 10 ઑક્ટોબર, 2025, સવારે 5:16 વાગ્યાથી સાંજે 6:29 વાગ્યા સુધી.

કરવા માતાની પૂજા અને વ્રત સમાપ્તિ માટે નીચે મુજબની વિશેષ સામગ્રીઓની જરૂર પડે છે:

Karwa Chauth   મુખ્ય પૂજન સામગ્રી:

પૂજામાં માટીનો એક નાનો ઘડો (કરવો) અને તેનું ઢાંકણ જરૂરી છે. આ જ ઘડામાંથી ચંદ્રને જળ (અર્ઘ્ય) ચઢાવવામાં આવે છે

નવો કળશ: પાણી ભરવા માટે.

ચાળણી (Chhalni): ચંદ્ર દર્શન અને પતિને જોયા પછી અર્ઘ્ય આપવા માટે.

લોટો અને થાળી: પૂજા અને ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવા માટે.

લાકડાની ચોકી (કે આસન).

Karwa Chauth શૃંગાર અને વસ્ત્રો:

લાલ ચૂંદડી (ચોકી પર પાથરવા માટે અથવા માતાને અર્પણ કરવા માટે).

સોળ શૃંગારનો સામાન: બંગડીઓ, મહેંદી, સિંદૂર, બિંદી, કાજળ, વગેરે (માતા કરવાને અર્પણ કરવા માટે).

મૌલી (કલાવો) અને લાલ વસ્ત્ર (ભગવાનને અર્પણ કરવા માટે).

પૂજા અને ધાર્મિક સામગ્રી:
દીપક, ઘી, કપૂર.

રૂઈની દિવેટ (દીવો પ્રગટાવવા માટે).

અગરબત્તી અને ધૂપ.

કંકુ, રોલી, હળદર અને ચંદન.

અક્ષત (આખા ચોખા) અને ઘઉં.

ફૂલ, ફૂલમાળા અને પાનનાં પત્તાં.

ભગવાન ગણેશ અને કરવા માતાની તસવીર કે મૂર્તિ.

કરવા ચોથ વ્રત કથાની પુસ્તક અને આરતીની પુસ્તક.

Karwa Chauth:  નૈવેદ્ય અને અન્ય સામગ્રી:

ખાંડ, મધ.

દૂધ અને દહીં.

મીઠાઈ કે પ્રસાદ.

દક્ષિણા (થોડા પૈસા ).

આ પણ વાંચો:   દિવાળી 2025 પહેલાં રાશિ પરિવર્તન: 9 ઓક્ટોબરે આ 3 રાશિને ધન લાભ!

Tags :
Advertisement

.

×