મહાકુંભમાં આવેલા 11 શ્રદ્ધાળુઓને આવ્યો Heart Attack! જાણો ડૉક્ટર શું આપી રહ્યા છે સલાહ
- પ્રયાગરાજ મહાકુંભમાં પવિત્ર સ્નાન બાદ હૃદયરોગના હુમલાઓ
- મહાકુંભમાં 11 શ્રદ્ધાળુઓની તબિયત બગડી, 2ની હાલત ગંભીર
- ઠંડીમાં પવિત્ર સ્નાનથી હૃદયરોગનો હુમલા: તબીબી સલાહ
- પ્રયાગરાજ મહાકુંભ: 3 હૃદયરોગી કેસ, ભક્તોને સ્વાસ્થ્ય સાવચેતીની આગાહી
- હૃદયરોગથી બચવા માટે મહાકુંભમાં ભક્તોને તબીબી સલાહ
Maha kumbh 2025 : પ્રયાગરાજમાં મહાકુંભ 2025 દરમિયાન પવિત્ર સ્નાન કર્યા બાદ અનેક ભક્તોને હૃદયરોગનો હુમલો થયો હોવાના અહેવાલ મળ્યા છે. બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હૃદયરોગનો હુમલો થયો છે. આ દરમિયાન, પરેડ ગ્રાઉન્ડ ખાતે આવેલી સેન્ટ્રલ હોસ્પિટલમાં 6 અને સેક્ટર-20માં આવેલી સબ-સેન્ટર હોસ્પિટલમાં 5 દર્દીઓને લાવવામાં આવ્યા હતા. બંને હોસ્પિટલોમાં તબીબી સારવાર પછી 9 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા અને તેમને રજા આપવામાં આવી. જોકે, કેટલાક દર્દીઓની હાલત હજુ પણ ગંભીર છે.
મહાકુંભમાં ઘણા લોકો થયા હોસ્પિટલ ભેગા
આ 11 દર્દીઓમાં 3 લોકોને હાર્ટ એટેક આવ્યો હતો. મધ્યપ્રદેશના એક શ્રદ્ધાળુ, સંતદાસ, મહાકુંભમાં સેક્ટર 21માં રોકાયા હતા. રવિવારે સવારે નાસ્તો કર્યા બાદ તેઓ અચાનક બેભાન થઈ ગયા. તેમને તાત્કાલિક સેન્ટ્રલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ તેમની તબિયત વધારે ખરાબ થતા તેમને વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા. બિહારના 43 વર્ષીય ગોપાલ સિંહ, જે પવિત્ર સ્નાન માટે મહાકુંભ આવ્યા હતા, તે પણ અચાનક છાતીમાં તીવ્ર દુખાવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેઓ કાર્ડિયોજેનિક શોકનો ભોગ બન્યા હતા, પરંતુ હવે તેમની હાલતમાં સુધારો આવ્યો છે. રવિવારે ગ્વાલિયરના 65 વર્ષીય શ્રદ્ધાળુ, શ્યામ લાલ ચંદ્રાણી, પણ મહાકુંભમાં આવ્યા હતા. તેમને અચાનક છાતીમાં દુખાવો થયો અને ચક્કર આવ્યા, જેનાથી તેઓ નીચે પડી ગયા. તેમને તાત્કાલિક સેન્ટ્રલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા, જ્યાં તેમને હૃદયરોગનો હુમલો થયો હોવાની પુષ્ટિ થઇ હતી. હવે, તેઓ ખતરાથી બહાર છે.
હૃદયરોગના હુમલાની શક્યતાઓ અને સાવચેતી
તબીબી વિશેષજ્ઞોએ મહાકુંભમાં આવેલા ભક્તોને સાવચેત રહેવાની સલાહ આપી છે, ખાસ કરીને પવિત્ર સ્નાન દરમિયાન. હૃદયરોગના હુમલાના મુખ્ય કારણો પૈકી એક ઠંડી હવામાં ઠંડા પાણીમાં સ્નાન કરવું છે. જણાવી દઇએ કે, ઠંડા પાણીમાં સ્નાન કરવાથી શરીરની નસો થીજી શકે છે, જેનાથી રક્ત પુરવઠામાં વિક્ષેપ પડે છે, જેની શરીર પર ખરાબ અસર પડી શકે છે. આ સ્થિતિએ રક્ત પુરવઠામાં વિક્ષેપ આવવાથી હૃદય સાથે સંબંધિત સમસ્યાઓ સર્જાઈ શકે છે. તબીબોનું કહેવું છે કે, જ્યારે પણ કોઇ વ્યક્તિને છાતીમાં બળતરા, દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અથવા હાથ, કમર અને જડબામાં દુખાવાનો અનુભવ થાય, ત્યારે તેમણે તાત્કાલિક ડોક્ટર પાસે જવું જોઈએ, કારણ કે આ હૃદયરોગનો સંકેત હોઈ શકે છે.
સાવચેત રહેવું મહત્વપૂર્ણ
તબીબી વિશ્વસનીય તજજ્ઞોના મતે, મહાકુંભમાં આવ્યા પછી સ્નાન કરતાં પહેલા અને પછી ભક્તોને પવિત્ર જળમાં જતાં સમયે સ્વાસ્થ્ય સંબંધિત સાવચેતી રાખવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, પ્રયાગરાજના મહાકુંભ મેળામાં ભક્તોનો ઉત્સાહ અને શ્રદ્ધા અદ્વિતીય છે, પરંતુ આ સમયે તંદુરસ્તી અને આરોગ્યનું ધ્યાન રાખવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. જેમને પવિત્ર સ્નાનના સમયે ઠંડીમાં સ્નાન કરીને અચાનક દુઃખાવાનું અનુભવ થાય, તેમણે સમયસર સારવાર લેવી જોઇએ.
આ પણ વાંચો : મહાકુંભમાં જોવા મળ્યા મોટી સંખ્યામાં વિદેશી શ્રદ્ધાંળુઓ, જાણો કેવો રહ્યો તેમનો અનુભવ


