Mahakumbh 2025 : ગુજરાત ફર્સ્ટ સાથે સાધ્વી કરૂણાજી મહારાજનો વિશેષ સંવાદ
- સાધ્વી કરુણા જી મહારાજ સાથે Gujarat First ની ખાસ વાતચીત
- ગુજરાત ફર્સ્ટનું 'મહાકુંભથી મહાકવરેજ'
- સંગમ સ્થાનથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
- મહિલા મહામંડલેશ્વર શ્રી1008ના બાળ યોગી સાથે સીધી વાતચીત
- ગુજરાત ફર્સ્ટ સાથે સાધ્વી કરૂણાજી સાથે વિશેષ સંવાદ
- "કુંભ મેળામાં આવવું એ ખુશીની વાત છે"
- "મહિલા સાધ્વી બને તે માર્ગ કઠીન નથી"
- "ગુરૂકૃપાથી આ બધુ શક્ય છે"
- "યોગ્ય ગુરૂએ સાથ આપ્યો તો અસંભવ કશું જ નથી"
- "વર્ષ 1989માં વિધિવત રીતે મે દિક્ષા ગ્રહણ કરી હતી"
Mahakumbh 2025 : ઉત્તર પ્રદેશનાં (Uttar Pradesh) પ્રયાગરાજમાં 'મહાકુંભ'નું આયોજન કરવામાં આવ્યું છે.આજે મહાકુંભનો 13 મો દિવસ છે. ત્યારે, દર્શકો માટે ગુજરાત ફર્સ્ટની (Gujarat First) અલગ-અલગ ટીમ પણ 'મહાકુંભથી મહાકવરેજ' (Mahakumbh Mahakavrej) માટે પ્રયાગરાજ પહોંચી છે. દરમિયાન, ગુજરાત ફર્સ્ટના રિપોર્ટર દેવનાથ પાંડેએ સાધ્વી કરુણા જી મહારાજ સાથે ખાસ વાતચીત કરી હતી.
મહિલા મહામંડલેશ્વર 1008 બાળ યોગી સાધ્વી કરુણા જી મહારાજ સાથે ખાસ વાતચીત
સાધ્વી કરુણા જીને સવાલ કર્યો કે, મહિલાઓ સાધ્વી બને કે આ પરંપરામાં આવે તેવા કિસ્સાઓ ખૂબ ઓછા જોવા મળે છે. તેના પર સાધ્વીએ કહ્યું, મહિલાઓના સાધ્વી બનવાના અમુક કીસ્સાઓમાં સમાજ તેમને સ્વીકારતો નથી. તો અમુકના પરિવાર તેમને સન્યાસના રસ્તે જતા રોકે છે. જ્યારે અમુક મહિલાઓને લાગે છે કે આ માર્ગ ઘણો કઠીન છે.પરંતુ તેમણે તેમના અનુભવ સાજા કરતા કહ્યું, આ માર્ગ કઠીન નથી. ગુરૂકૃપાથી બઘુ સંભવ છે. તેમણે કહ્યું, જો યોગ્ય ગુરૂ મળી જાય તો જીવનમાં કઈ પણ અસંભવ નથી.
તમે સાધ્વી ક્યારે બન્યા
તેમણે આ અંગે કહ્યુ કે, તેમણે નાનપણથી જ સાધ્વીના વસ્ત્રો ધારણ કરી લીધા હતા.પરંતુ 1989ના મહાકુંભ હતુ ત્યારે તેમણે વિધિવત રીતે સન્યાસ લીધો હતો અને દીક્ષા પણ ઈલ્હાબાદમાં જ લીધી હતી.
આ વખતનો મહાકુભ ખાસ કેમ?
તેમણે કહ્યું, બધા મહાકુંભ ખાસ હોય છે. પ્રત્યેક પુષ્પની પોતાની ખુશ્બુ અને કોમળતા હોય છે. બની શકે કે આવનારા સમયમાં જે મહાકુંભ યોજાશે તે આના કરતા પણ ખાસ હશે.
આ વખતે મહાકુંભમાં જોયુ કે, ઘણી નોકરીયાત મહિલાઓ પણ સાધ્વી બનવા આવે છે. જો તેઓ કોઈ મઠ કે અખાડામાં જાય તો તેમને ઉંમરની સીમા નડે છે. આના પર તેમણે કહ્યું, આ ખૂબ સહજ માર્ગ છે. ગુરૂ એકદમથી સન્યાસ કે દીક્ષા નથી આપતા. ગુરૂ પહેલા તેમને પરખશે, તેમને જાણશે, તેઓ જોશે કે શું તેમના મનમાં વૈરાગ્ય છે કે નહીં ? અહીં ઘણા લોકો આવે છે, જે અહીંની ચમક ધમક જોઈને આ માર્ગ પર આવવા માંગે છે. અહીંના સાધુ સંતોથી પ્રેરાઈને દીક્ષા લેવા માંગે છે, પણ વાસ્તવમાં મહાત્માનું જીવન ત્યાગમય હોય છે. તેમણે રાજા ભરતનું ઉદાહરણ આપતા કહ્યું, ભરત અયોધ્યાના રાજા તો હતા પણ તેઓ એક તપસ્વીનું જીવન જીવતા હતા.
શું સન્યાસીઓમાં કોઈ પ્રતિસ્પર્ધા હોય છે.
તેમણે કહ્યું, જે પણ કઈ છે તે ગુરૂકૃપા, સંતકૃપા અને ભગવત કૃપાથી છે.
તમે સન્યાસી કેવી રીતે બન્યા
તેમણે કહ્યું, સન્યાસી બની શકાતું નતી, તે તો પૂર્વજન્મથી બન્યા બનાયેલા હોય છે. પૂર્વજન્મની કોઈ સાધના અધુરી રહી જાય તો આ જન્મમાં તે આપમેળે સન્યાસી બની જાય છે. તેમને ગુરૂ મળી જાય છે. તેમણે કહ્યું, જે માણામાંથી મણકો તુટ્યો હોય છે, તેમાં જ પરોવવામાં આવે છે. સંત તો બન્યા બનેલા હોય છે, જેમ આગ પર અંગારા આવી જાય અને આપણે અંગારા હટાવીએ તો આગ ચમકવા લાગે છે. તેમ સંત પણ બન્યા બનેલા હોય છે. યોગ્ય ગુરૂ મળી જાય એટલે તે તેમને આ માર્ગે લઈ જાય છે.
તેમણે કહ્યું, મહામંડલેશ્વર બનવા માટે કોઈ શિક્ષણ કે ડિગ્રીની જરૂર નથી હોતી. મંડલેશ્વરનો અર્થ જ મંડલીનુ સંચાલન કરવાનો થાય છે. જે સન્યાસનો માર્ગ બતાવી શકે તેને મંડલેશ્વર બનાવી શકાય છે. તેમણે કહ્યું,એક હોય છે ધર્મ અને એક હોય છે કર્મ. સન્યાસ એક ધર્મ છે, જીવન કર્મ છે.
આ પણ વાંચો : Mahakumbh: મેં 12 વર્ષ સુધી કઠોર તપ કર્યું, બ્રહ્મચર્ય નિભાવ્યું છે: મહામંડલેશ્વર યમાઈ મમતાગિરિ


