Mahakumbh 2025 : પ્રયાગરાજથી મહાકુંભનું મહાકવરેજ કરતા વિદેશી નાગા સાધુ ખાસ વાત
- 'મહાકુંભનું મહાકવરેજ' સતત ગુજરાત ફર્સ્ટ દ્વારા દર્શકો માટે
- ખાસ કાર્યક્રમ માટે ગુજરાત ફર્સ્ટની વિવિધ ટીમો પ્રયાગરાજ પહોંચી
- મહાકુંભમાં અનોખા યોગ કરતા વિદેશી નાગા સાધુની મુલાકાત
Mahakumbh 2025 : ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજમાંથી 'મહાકુંભનું મહાકવરેજ' સતત ગુજરાત ફર્સ્ટ દ્વારા દર્શકો માટે કરવામાં આવી રહ્યું છે. આ ખાસ કાર્યક્રમ માટે ગુજરાત ફર્સ્ટની વિવિધ ટીમો પ્રયાગરાજ પહોંચી છે અને અહીં વિવિધ સાધુ-સંતો અને મહાત્માઓ સાથે સંવાદ કરવાની કોશિશ કરી રહી છે. દરમિયાન વિદેશી નાગા સાધુ સાથે ગુજરાત ફર્સ્ટના એસોસિયેટ એડિટર ઉમંગ રાવલે ખાસ વાતચીત કરી હતી.
Foreign Sadhus Famous for Their Unique Asanas : વિદેશી સાધુ તેમના અલગ-અલગ આસનથી પ્રસિદ્ધ છે | GujaratFirst#MahaKumbh2025 #Prayagraj #IndianCulture #ForeignSadhus #GujaratFirst pic.twitter.com/gduyoZvDXw
— Gujarat First (@GujaratFirst) January 27, 2025
મહાકુંભનો આજે 15મો દિવસ
મહાકુંભનો આજે 15મો દિવસ છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તમારી સમક્ષ રજૂ કરાઇ રહ્યો છે. તેમાં પ્રયાગરાજમાં ગુજરાત ફર્સ્ટનું 'મહાકુંભથી મહાકવરેજ' ચાલી રહ્યું છે. ગંગા, સરસ્વતી, યમુનાના સંગમ સાથે ભજન, ભકિત, ભાવનુ સંગમ એટલે મહાકુંભ. જેમાં મહાકુંભમાં અનોખા યોગ કરતા વિદેશી નાગા સાધુની મુલાકાત લઇ વાત કરવામાં આવી છે. ત્યારે વિદેશી નાગા સાધુએ જણાવ્યું છે સમગ્ર વિશ્વના લોકો એક છે વસુધૈવ કુટુમ્બકમ.
જાણો વસુધૈવ કુટુમ્બકમ વિશે:
“વસુધૈવ કુટુમ્બકમ” એ સનાતન ધર્મનો મૂળ મંત્ર છે, જે મહા ઉપનિષદ સહિત અનેક ગ્રંથોમાં લિપિબધ્ધ થયેલ છે. એનો અર્થ ધરતી જ પરિવાર છે એવો થાય છે. આ વાક્ય ભારતીય સંસદના પ્રવેશ રૂમમાં પણ લખેલું છે.”વસુધૈવ કુટુમ્બકમ” એક સંસ્કૃત અભિવ્યક્તિ છે. વસુધા + ઈવા + કુટુમ્બકમ આ ત્રણ શબ્દો વસુધા એટલે પૃથ્વી, ઈવા એટલે જોડવું અને કુટુંબકમ એટલે એક પરિવાર મતલબ પૂરી પૃથ્વી એક પરિવાર છે. ધરતીને એક પરિવારના રૂપમાં બાંધીને ભાવનાત્મક રૂપથી મનુષ્યને તેમના વિચારો અને કાર્યોના પ્રભાવથી વિસ્તૃત કરવાની વાત “વસુધૈવ કુટુમ્બકમ” શબ્દ દ્વારા વ્યકત કરવામાં આવે છે.
નાગા સાધુના 4 પ્રકાર
હરિદ્વારના કુંભમાં દીક્ષા પામેલા નાગા સાધુને બરફાની નાગા કહેવામાં આવે છે. પ્રયાગરાજના કુંભમાં દીક્ષા પામેલા નાગા સાધુનું નામ રાજેશ્વર છે. ઉજ્જૈનના કુંભમાં દીક્ષા પામેલા નાગા સાધુને ખુની નાગા કહેવામાં આવે છે. નાસિકના કુંભમાં દીક્ષા પામેલા નાગા સાધુને ખીચડી નાગા કહેવામાં આવે છે.
આ પણ વાંચો: Jagannath Temple Dilipdasji : પ્રયાગરાજ ગયા વગર પણ મળી શકે છે મહાકુંભનું પુણ્ય


