ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Radhashtami 2025 : જન્માષ્ટમી જેટલું જ મહત્વ છે રાધાષ્ટમીનું, જાણો આ વર્ષે કયા દિવસે ઉજવાશે આ પર્વ ?

જન્માષ્ટમી જેટલું જ મહત્વ ધરાવતો પર્વ છે રાધાષ્ટમી. વર્ષ 2025માં રાધાષ્ટમી (Radhashtami 2025) ક્યારે ઉજવાશે જાણો વિગતવાર.
06:39 AM Aug 20, 2025 IST | Hardik Prajapati
જન્માષ્ટમી જેટલું જ મહત્વ ધરાવતો પર્વ છે રાધાષ્ટમી. વર્ષ 2025માં રાધાષ્ટમી (Radhashtami 2025) ક્યારે ઉજવાશે જાણો વિગતવાર.
Radhashtami 2025 Gujarat First-20-08-2025

Radhashtami 2025 : હિન્દુ ધર્મમાં અનેક પર્વોનું અદકેરુ મહત્વ રહેલું છે. જેમાં જન્માષ્ટમી જેવો પર્વ તો સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક ઉજવાય છે. જન્માષ્ટમી જેટલું જ મહત્વ રાધાષ્ટમી (Radhashtami 2025) નું છે. દર વર્ષે રાધાષ્ટમીનું પર્વ હિન્દુ વૈદિક કેલેન્ડર અનુસાર ભાદરવા મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવાય છે. આ વર્ષે ભાદરવા મહિનાની શુક્લ અષ્ટમી તિથિ 30 ઓગસ્ટના રોજ રાત્રે 10.46 કલાકે શરૂ થશે અને 31 ઓગસ્ટના રોજ મોડી રાત્રે 12.57 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિને કારણે 31 ઓગસ્ટના રોજ રાધાષ્ટમીનું વ્રત રાખવામાં આવશે.

Radhashtami 2025 પર્વનું મર્મ અને મહત્વ

રાધાષ્ટમી પર્વ એટલે રાધા રાણીનો પ્રાગટ્યોત્સવ. આ દિવસે રાધા-કૃષ્ણનું વ્રત, પૂજા અને સ્તુતિનું ખૂબ મહત્વ છે. રાધાઅષ્ટમીનું વ્રત કરવાથી દુ:ખનો નાશ થાય છે અને ઘરમાં સુખ અને શાંતિ આવે છે. એવું માનવામાં આવે છે કે રાધા રાણી રાધાઅષ્ટમીના દિવસે પ્રગટ થઈ હતી. આ દિવસે રાધા રાણી સંબંધિત મંત્રોનો જાપ કરવામાં આવે છે. તેમની સ્તુતિ કરવામાં આવે છે. રાધાઅષ્ટમી પર ઉપવાસ કરવાનું પણ બહુ મહત્વ છે. આ દિવસે ઉપવાસ રાખવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. પુણ્ય પ્રાપ્ત થાય છે અને પાપોનો નાશ થાય છે.

Radhashtami 2025 Gujarat First-20-08-2025-

આ પણ વાંચોઃ Rashifal 20 August 2025 : આજે રચાતા સામ યોગમાં આ રાશિ પર ભગવાન ગણેશજીની વિશેષ કૃપા રહેશે

રાધાષ્ટમીનું માહાત્મ્ય

હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુના એક અવતાર શ્રી કૃષ્ણ (Lord Shree Krishna) ને નારાયણ તરીકે દર્શાવાયા છે. શ્રી કૃષ્ણ એ સમગ્ર લીલા દરમિયાન કરેલ વિવિધ લીલાઓ માટે અનેક પર્વો ઉજવવામાં આવે છે. શ્રી કૃષ્ણના પ્રેયસી એવા રાધા રાણી માટે પણ રાધાષ્ટમી પર્વ ઉજવવામાં આવે છે. આ દિવસે જે ઉપવાસ અને રાધાજીની આરતી કરે છે તેના પર શ્રી કૃષ્ણ પર પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે રાધા રાણીનો જન્મ રાધાઅષ્ટમીના દિવસે વૃષભાનુજી અને કીર્તિજીના ઘરે થયો હતો. પૌરાણિક કથા અનુસાર વાસ્તવમાં રાધાજી તેમની માતા કીર્તિજીના ગર્ભમાં નહોતા. રુક્મિણી રાધાજીનું સ્વરૂપ છે. જ્યારે રુક્મિણીનો જન્મ થયો ત્યારે એક પક્ષી તેમને ઉપાડીને લઈ આવ્યું. જ્યારે વૃષભાનુજીને રુક્મિણી મળી ત્યારે તેમનું નામ રાધા રાખવામાં આવ્યું. તેથી જ રાધાજીના 28 નામોમાંથી એક રુક્મિણી છે.

Radhashtami 2025 Gujarat First-20-08-2025--

આ પણ વાંચોઃ  Ganesh Chaturthi કયારથી થાય છે શરૂ,જાણો ગણપતિ બાપ્પાના સ્થાપનાનો દિવસ

Tags :
Gujarat FirstGUJARAT FIRST NEWSImportanceLord Shree KrishnapujaRadha Rani JayantiRadhashtami 2025 fastRuxmanijisignificanceVrat
Next Article