દિવાળી પહેલાં ઘરમાંથી આ વસ્તુઓ કાઢી નાંખજો, નહિંતર પસ્તાશો.....!
- Vastu Tips: હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું ખુૂબ મહત્ત્વ છે
- સુખી જીવન જીવવા માટે વાસ્તુના નિયમોનું પાલન જરૂરી છે
- દિવાળી પહેલા ઘરમાંથી આ વસ્તુઓ વહેલીતકે કાઢી નાંખો
હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું ઘણું મહત્ત્વ છે. સુખદ અને સમૃદ્ધ જીવન જીવવા માટે કોઈપણ કાર્ય કરતાં પહેલાં વાસ્તુના નિયમોનું પાલન કરવું જરૂરી માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં દિવાળીને લઈને પણ કેટલાક ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે, જેમાં એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે, જેને તમારે દિવાળી પહેલાં તમારા ઘરમાંથી તાત્કાલિક બહાર કાઢી નાંખવી જોઈએ.માન્યતાઓ અનુસાર, જો તમે આ વસ્તુઓને સમયસર ઘરમાંથી દૂર નહીં કરો તો તેની તમારા જીવન પર ઘણી નકારાત્મક (Negative) અસર પડી શકે છે અને ઘરમાં દરિદ્રતા આવી શકે છે.
Vastu Tips: તૂટેલા કાચની વસ્તુઓ:
વાસ્તુના નિષ્ણાતો અનુસાર, ઘરમાં ક્યારેય તૂટેલા કાચની વસ્તુઓ કે કાચના ટુકડા રાખવા જોઈએ નહીં. જો તમારા ઘરમાં આવી કોઈ વસ્તુ હોય તો તેને દિવાળી પહેલાં ઘરની બહાર ફેંકી દેવી જોઈએ. માન્યતા છે કે ઘરમાં આવી વસ્તુઓ રાખવાથી નકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધે છે અને તમારા બનતા કામ પણ બગડવા લાગે છે.
Vastu Tips: ખંડિત (તૂટેલી) મૂર્તિઓ:
વાસ્તુશાસ્ત્ર મુજબ, તમારે તમારા ઘરના મંદિરમાં ભગવાનની તૂટેલી અથવા ખંડિત મૂર્તિઓ ક્યારેય ન રાખવી જોઈએ. જો તમારા ઘરમાં એવી કોઈ મૂર્તિઓ હોય તો તેને માન-સન્માન સાથે દિવાળી પહેલાં યોગ્ય રીતે વિસર્જિત કરવી અથવા ઘરની બહાર મૂકી દેવી જોઈએ.
બંધ અથવા ખરાબ ઘડિયાળ:
ઘણીવાર આપણે ખરાબ પડેલી કે બંધ ઘડિયાળ ને રિપેર કરાવવાના વિચારથી ઘરમાં કોઈપણ ખૂણામાં મૂકી દઈએ છીએ અને પછી ભૂલી જઈએ છીએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘડિયાળને પ્રગતિ અને સમયના ચક્રનું પ્રતીક માનવામાં આવે છે. ઘરમાં બંધ ઘડિયાળ રાખવાથી તમારી પ્રગતિ પણ અટકી જાય છે. તેથી, જો તમારા ઘરમાં આવી કોઈ ઘડિયાળ હોય તો તેને દિવાળી પહેલાં ચોક્કસપણે બહાર કાઢી નાખવી.
આ પણ વાંચો: ગોકુલધામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં નવરાત્રિની ભવ્ય ઉજવણી, સંસ્કૃતિ-શ્રદ્ધા-ઉત્સાહનું ત્રિવેણી સંગમ જોવા મળ્યું


