Sufferance of Hinduism : સહિષ્ણુતા લાંબો સમય ટકાવી રાખવા અસહિષ્ણુતા જરૂરી
Sufferance of Hinduism : હિન્દૂ ધર્મની સહિષ્ણુતાનું મૂળ સમજવું જરૂરી છે. ઓશો કહે છે કે સામાન્ય માણસને જીવનમાં સરળ ઉત્તરોની શોધ હોય છે. સામાન્ય માણસ ટેક્સ્ટબુક વાંચીને વિષય સમજવાને બદલે ગાઇડ અને મોસ્ટ લાઈકલી ક્વેશ્ચન્સ વાંચીને પાસ થવા તરફ વૃત્તિ- પ્રવૃત્તિ ધરાવે છે. ધર્મના વિષયમાં પણ સામાજિક વલણ એજ રહેલું દેખાય છે.
વિચાર પ્રધાન ધર્મ નિર્મિત થાય એ માટે સમાજ અત્યન્ત મેધાવી હોવો જોઈએ. બાલ સહજ સમાજ હમેશા બાલીશ ધર્મ પાળે છે.
Sufferance of Hinduism : મેધાવી વ્યક્તિ સહિષ્ણુ બની શકે
સહિષ્ણુતા માટે પણ સામાજિક મેધા જરૂરી છે. મેધાવી વ્યક્તિ સહિષ્ણુ બની શકે.
પરંતુ જેમ બાળકને ટેક્સ્ટ બુક વાંચીને વિષયનાં ઉંડાણમાં ઉતારવા માટે પારિવારિક વાતાવરણ અને શિસ્તની જરૂર હોય છે એ જ રીતે સમાજને પણ ગહન દર્શનમાં લઈ જવા માટે સામાજિક વાતાવરણ અને શિસ્તની જરૂર રહે છે. નહિતર સમાજ બહુ ઝડપથી બાલીશ અને દર્શન-રિક્ત ધર્મો તરફ વળી જાય છે.
ભારતે એક સમયે આશ્રમ વ્યવસ્થા નિર્મિત કરી હતી એ સામાજિક ચેતનાને ગહન દર્શનયુક્ત રાખવાની યુક્તિ હતી. એટલે જ છેલ્લો આશ્રમ, સન્યસ્ત આશ્રમ દૃઢ નિયમ નહોતો પરંતુ પહેલો બ્રહ્મચર્ય આશ્રમ દૃઢ હતો. બાળકના માનસ ઉપર છીછરા વિચારોનું આક્રમણ થાય એ પહેલાં ગહન દર્શન તરફ એની ચેતનાને વાળવાની એ વ્યવસ્થા હતી.
અહીં એક paradox ઉભો થાય છે. મેધાપૂર્ણ સમાજ જ ઊંડી ફિલસુફી, 'દિવ્ય' દર્શન નિર્મિત કરી શકે છે. (અહીં દિવ્ય શબ્દનો અભિદ્ધાર્થ ન લેવો, લક્ષણાર્થ લેવો) એ ગહન દર્શન સમાજને સહિષ્ણુ બનાવે છે. સહિષ્ણુ સમાજનાં દર્શન પર/ધર્મ પર અસહિષ્ણુ અને બાલીશ ધર્મોનું આક્રમણ થાય છે. ગહન દર્શન સમય જતાં નાશ પામે છે.
Sufferance of Hinduism-સહિષ્ણુતાનું વાતાવરણ લાંબો સમય ટકાવી રાખવા અસહિષ્ણુતા જરૂરી
સહિષ્ણુતાનું આકર્ષણ હમેશા રહે છે પ્રબુદ્ધ વ્યક્તિને પણ જે ધર્મ સહિષ્ણુતા શીખવે છે એ જ ધર્મ સહિષ્ણુતાને કારણે નાશ પામે છે. અસહિષ્ણુતા વગર એ ગહન દર્શન, જેમાંથી અઢાર વિવિધ પ્રકારનાં દર્શન જન્મ્યાં છે, એ ધર્મની સહિષ્ણુતા સુરક્ષિત રહેતી નથી.
મતલબ, સહિષ્ણુતાનું વાતાવરણ લાંબો સમય ટકાવી રાખવા અસહિષ્ણુતા જરૂરી છે.
પ્રબુદ્ધ લોકોએ નક્કી કરવાનું કે વ્યક્તિગત સહિષ્ણુતા મહત્વની છે કે ગહેરા ધર્મ દર્શનને સાચવવો જરૂરી છે.
ભારતના હિંદુઓએ આજે અસહિષ્ણુ થવું કે …. હિન્દૂ ધરમ, આપણે તો હિન્દૂ ધર્મની સહિષ્ણુતા નહીં છોડીએ…!!! હિંદુઓને ભૂતકાળની સહિષ્ણુતાના દાખલા આપીને ક્ષમાર્થી- apologetic- બનાવવાની રસમ શરું થઈ છે. એ દાખલા આપનાર ભૂલી જાય છે કે અફઘાનિસ્તાનમાં 'સહિષ્ણુ' હિન્દૂ ધર્મ જ હતો. આજે તાલિબાનનું રાજ છે
આ પણ વાંચો : ધનતેરસ પર કિંમતીની સાથે આ સાધારણ વસ્તુઓ પણ ખરીદો, શુભ-લાભ બંને થશે


