Tarot card RashiFal : ટેરો કાર્ડથી જાણો આવનારું વર્ષ કોનાં માટે સારું અને કોનાં માટે રહેશે નરસું?
- ટેરો કાર્ડથી જાણો કેવું રહેશે તમારી રાશિ માટે નવું વર્ષ? (Tarot card RashiFal)
- ટેરો કાર્ડ રીડર કેતકી કકૈયા જણાવશે ટેરોનાં આધારે
- પ્રેમ, કારકિર્દી કે સ્વાસ્થ્ય કંઈ રાશિને શું રાખવાનું છે ધ્યાન?
- પ્રેમ,પૈસા કે સ્વાસ્થ્ય ટેરો કાર્ડ આપશે દરેક રાશિની સાચી દિશા!
Tarot card RashiFal : આજથી દિવાળી પર્વની (Diwali 2025) શરૂઆત થઈ છે. ત્યારે આવનારું વર્ષ તમામ રાશિનાં જાતકો માટે કેવું રહેશે ? નવા વર્ષમાં કોઈ નવું કામ શરૂ કરવું હોય કે પછી વેપાર, વ્યવસાય કરવો હોય તો કેવું રહેશે? તેવા સવાલ દરેકનાં મનમાં થતા હોય છે. પરંતુ, તમારા આ સવાલોનાં જવાબ ગુજરાત ફર્સ્ટનાં (Gujarat First) વિશેષ કાર્યક્રમમાં મળી જશે. આ ખાસ કાર્યક્રમમાં ટેરો કાર્ડ રીડર કેતકી કકૈયા (Tarot card reader Ketki Kakaiya) ટેરોના આધારે તમામ 12 રાશિનું આવનારું વર્ષ કેવું રહેશે? પ્રેમ, કારકિર્દી કે સ્વાસ્થ્ય કઈ રાશિને શું ધ્યાન રાખવાનું છે ? તે અંગે જણાવશે. પ્રેમ, પૈસા કે સ્વાસ્થ્ય ટેરો કાર્ડ દરેક રાશિની સાચી દિશા આપશે!
મેષ: (Aries)
નવી ઊર્જા સાથે કારકિર્દીમાં પ્રગતિ થવાની શક્યતા છે. પ્રેમમાં જુસ્સો અને નવી શરૂઆત થઈ શકે છે. નિર્ણયોમાં ઝડપ અને આત્મવિશ્વાસ વધી શકે છે. તમે જે કામ કરવાનું વિચાર્યું હશે તે કામ પૂર્ણ થવાની પ્રબળ શક્યતાઓ છે. ઘરમાં સારો પ્રસંગ આવે એવી પણ સંભાવનાઓ છે. કંઈક નવો બદલાવ આવી શકે છે. આ વર્ષે નવા સંબંધો જોડાય તેવી પણ સંભાવનાઓ છે.
વૃષભ: (Taurus)
વૃષભ રાશિનાં જાતકો માટે આ વર્ષ ખૂબ સારું રહેવાની શક્યતા છે. આર્થિક સ્થિરતા અને બચતમાં વૃદ્ધિ થઈ શકે છે. પરિવાર સાથે સંબંધો વધુ ગાઢ બની શકે છે. જો કે જાતકોએ પોતાનાં સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવાની જરૂર રહેશે. આળસને ટાળવી. કામમાં સફળતા મળવાની પ્રબળ શક્યતાઓ છે. કામકાજની વ્યસ્તતા આ વર્ષે વઘી શકે છે.
મિથુન: (Gemini)
મિથુન રાશિનાં જાતકો માટે આ વર્ષે સંચાર કૌશલ્યથી નવી તકો મળી શકે છે. શિક્ષણ અથવા તાલીમમાં સફળતા મળી શકે છે. સામાજિક જોડાણો વધવાની પ્રબળ શક્યતાઓ છે. વધારે મનોમંથન કરવાની જરૂર નથી. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે. આ વર્ષે ઘરમાં સારો પ્રસંગ આવે તેવી પણ શક્યતાઓ છે. આ વર્ષે મેડિટેશન કરવાની જરૂર છે.
કર્ક: (Cancer)
આ વર્ષે કર્ક રાશિનાં જાતકોનાં ઘરેલું જીવનમાં ખુશી અને શાંતિનાં પ્રબળ સંકેત છે. આ વર્ષે ભાવનાત્મક સંતુલન અને સ્થિરતા જોવા મળી શકે છે. નજીકના સંબંધોમાં વિશ્વાસ વધવાની શક્યતાઓ છે. આ વર્ષે જૂની તકલીફો માટે બહાર નીકળી શકો છે. વિદેશ પ્રવાસ બની શકે છે. આ વર્ષે વધુ દાન કરવાની જરૂર છે. દાન કરવાથી તકલીફોમાં રાહત મળવાની શક્યતા છે. વિદ્યાર્થીઓ અને વેપારીઓેએ ઉતાવળ ન કરી યોજનાબદ્ધ કામ કરવાની જરૂર છે.
આ પણ વાંચો - Diwali 2025 Shubh Muhurat: આજે છે દિવાળી, જાણો લક્ષ્મી-ગણેશ પૂજાનો શુભ મુહૂર્ત અને પૂજનની ખાસ વિધિ
સિંહ: (Leo)
આ વર્ષે સિંહ રાશિનાં જાતકો માટે આવનારું વર્ષ ગત વર્ષ કરતા સારું રહેવાની સંભાવના છે. નેતૃત્વની ભૂમિકામાં ચમકવાની તક મળી શકે છે. આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતાનો અનુભવ થઈ શકે છે. સામાજિક માન-સન્માનમાં વધારો જણાય છે. આર્થિક રીતે પણ આવનારું વર્ષ સારું રહી શકે છે. મહિલા મિત્ર વર્ગથી સારો લાભ થવાની શક્યતાઓ છે. કામકાજનું ભારણ રહી શકે છે.
કન્યા: (Virgo)
કન્યા રાશિનાં જાતકો માટે નવું વર્ષ સારું રહી શકે છે. આર્થિક રીતે લાભ થવાની શક્યતાઓ છે. ઉછીના રૂપિયા આપવાથી બચવું. કંઈક નવું કરવામાં સફળતા મળવાની સંભાવના છે. કાર્યસ્થળે સફળતા અને પ્રશંસા મળી શકે છે. સ્વાસ્થ્ય અને દિનચર્યામાં સુધારો કરવાની જરૂર રહેશે. વિગતો પર ધ્યાનથી લાભ મળી શકે છે. વિદ્યાર્થી વર્ગ માટે પણ આ વર્ષ સારું રહેવાની પ્રબળ શક્યતાઓ છે.
તુલા: (Libra)
તુલા રાશિનાં જાતકો માટે આવનારું વર્ષ સારું રહી શકે છે. પ્રેમ અને સંબંધોમાં સંવાદિતા લાવી શકે છે. નવા મિત્રો અને સામાજિક જોડાણોમાં વધારો થઈ શકે છે. કલાત્મક કાર્યોમાં રસ વધવાની સંભાવના છે. વધુ દલીલ કરવાથી બચવું. વધુ શિસ્તતાથી કામ કરવાની જરૂર છે. વાતચાતુર્યથી લોકોનું દિલ જીતવામાં સફળતા મળી શકે છે. કોઈ પણ બાબતે ઉતાવળ કરવાથી બચવું. શાંતિ અને ધૈર્ય સાથે કામ કરવાથી સફળતા મળી શકે છે.
વૃશ્ચિક: (Scorpio)
વૃશ્ચિક રાશિનાં જાતકો માટે આ વર્ષ સારું રહેવાની સંભાવના છે. જો કે, થોડી ધીરજ રાખવાની જરૂર છે. ધીરજ રાખવાથી સારા પરિણામ મળી શકે છે. કોઈ વ્યક્તિ, તક અથવા વસ્તુની રાહ જોતા હોય તો તે તમારા જીવનમાં આવી શકે છે. આંતરિક રૂપાંતરણ અને શક્તિની જરૂર જણાય છે. નાણાકીય નિર્ણયોમાં સફળતા મળી શકે છે. આધ્યાત્મિક વિકાસ પર ધ્યાન રાખવાની જરૂર છે.
આ પણ વાંચો - Dipavali : એકતા, પ્રકાશ અને ભારતીયતાનો ઉત્સવ
ધન: (Sagittarius)
ધન રાશિનાં જાતકો માટે નવું વર્ષ સારું રહી શકે છે. શરૂઆતમાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ, જાન્યુઆરી, ફેબ્રુઆરી પછી જીવનમાં થોડું પરિવર્તન આવી શકે છે. પ્રવાસ અને સાહસની નવી તકો મળી શકે છે. શિક્ષણમાં પ્રગતિ અને નવું જ્ઞાન મળવાની સંભાવના છે. આશાવાદ અને ઉત્સાહ વધી શકે છે. જૂન પછી આત્મવિશ્વાસમાં વધારો થવાની શક્યતાઓ છે. વિદ્યાર્થી વર્ગ માટે પણ આવનારું વર્ષ સારું રહી શકે છે.
મકર: (Capricorn)
નવું વર્ષ મકર રાશિનાં જાતકો માટે ખૂબ સારું રહી શકે છે. વિદેશ પ્રવાસની તક મળી શકે છે. રોકાણ અને નવા વ્યવસાયમાં સારો લાભ થવાની સંભાવના છે. વધુ પડતા વિચાર કરવાની જરૂર નથી. આ વર્ષે જીવનમાં નવું ચેન્જ આવવાની શક્યતાઓ છે. આ વર્ષે કારકિર્દીમાં મોટી સફળતા મળી શકે છે. નાણાકીય આયોજનમાં લાભ થઈ શકે છે. ધીરજથી લક્ષ્યો પ્રાપ્ત થઈ શકે છે. વિદ્યાર્થી અને ગૃહિણીઓ માટે પણ આવનારું વર્ષ સારું રહેવાની સંભાવના છે.
કુંભ: (Aquarius)
કુંભ રાશિનાં જાતકો માટે આ વર્ષે નવીન વિચારો અને ટીમવર્કમાં સફળતા મળી શકે છે. સામાજિક કાર્યોમાં સક્રિય ભાગીદારી જોવા મળી શકે છે. અણધારી તકો મળવાની પ્રબળ સંભાવના છે. જીવનમાં નવી શરૂઆત થવાની શક્યતાઓ છે. માનસિક રીતે વધુ ધ્યાન રાખવાની જરૂર છે. ઉછીના રૂપિયાનો વ્યવહાર કરતા બચવું. તકો મળે તો ઝડપી લેવી, જેથી સારું પરિણામ મળી શકે.
મીન: (Pisces)
મીન રાશિનાં જાતકો માટે આવનારું વર્ષ આધ્યાત્મિક અને સર્જનાત્મક વિકાસ તરફ લઈ જઈ શકે છે. ભાવનાત્મક સંબંધોમાં ગાઢતા જોવા મળી શકે છે. અંતર્જ્ઞાન પર ભરોસો રાખવો જરૂરી છે. ગત વર્ષ કરતા આવનારું વર્ષ વધુ સારું રહી શકે છે. કામમાં સારી તક મળવાની સંભાવના છે. તમારા સપના પૂરા થવાની પણ પ્રબળ શક્યતાઓ છે. કામકાજનું ભાર રહેવાની પણ શક્યતાઓ છે.
Disclaimer: અહીં આપેલી તમામ માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર વગેરે પર આધારિત છે. અહીં રજૂ કરાયેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ કે સંપૂર્ણતા માટે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ (Gujarat First News) જવાબદાર નથી.
આ પણ વાંચો - Rashifal 20 October 2025: ત્રિગ્રહ યોગથી આજના દિવસે આ રાશિઓને થશે મોટો લાભ


