Shravan 2025 નો આજે છેલ્લો સોમવાર... ગુજરાતના શિવાલયોમાં ભકતોનું ઘોડાપૂર
- આજે 18 મી ઓગસ્ટનો સોમવાર Shravan 2025 નો છેલ્લો સોમવાર છે
- ગુજરાતના દરેક શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા
- ગુજરાતના શિવાલયોમાં ભકતોનું ઘોડાપૂર જોવા મળ્યું
- આજે છેલ્લા સોમવારે અભિજિત મુહૂર્ત 12:17 PM – 01:08 PM સુધી ગણાશે
Shravan 2025 : આજે 18 મી ઓગસ્ટનો સોમવાર Shravan 2025 નો છેલ્લો સોમવાર છે. આજે વહેલી સવારથી જ ગુજરાતના શિવાલયોમાં ભકતોનું ઘોડાપૂર જોવા મળ્યું. ગુજરાતના દરેક શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા. આજે છેલ્લા સોમવારે અભિજિત મુહૂર્ત 12:17 PM – 01:08 PM સુધી ગણાશે.
Shravan 2025 Gujarat- First-18-08-2025-
શિવ પરિવારની પૂજા-અર્ચના
શ્રાવણના છેલ્લા સોમવારે ભગવાન શિવની સાચા મનથી પૂજા કરવાથી ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. શ્રાવણ મહિનાના સોમવારે સવારે વહેલા ઊઠી જવું જોઈએ. સ્નાન કર્યા બાદ સૌથી પહેલાં શિવજીની સાથે સમગ્ર શિવ પરિવારની પૂજા કરો. શિવલિંગનો જળથી અભિષેક કરો. 21 બીલીપાન ઉપર ચંદનથી ॐ नमः शिवाय લખો અને શિવલિંગ ઉપર ચઢાવો. ફળ-ફૂલ અને અન્ય પૂજન સામગ્રી ચઢાવો. શિવલિંગનો શ્રૃંગાર કરો. ત્યાર પછી ધૂપ-દી પ્રગટાવીને આરતી કરો. આરતી પછી પૂજામાં થયેલી ભૂલ માટે માફી માંગો.
Shravan 2025 Gujarat- First-18-08-2025--
રુદ્રાભિષેક
શ્રાવણના છેલ્લા સોમવારે રુદ્રાભિષેક કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. આ વિધિ નકારાત્મક ઊર્જા દૂર કરે છે અને ગ્રહ દોષોને શાંત કરે છે, જેથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. શમીના પાન પર ચંદન લગાવીને પણ શિવજીને અર્પણ કરવા શુભ માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ Rashifal 18 August 2025 : આજે રચાતા ત્રિગ્રહ યોગમાં આ રાશિના જાતકોને થશે અઢળક લાભ
દાન અને ભોજન
શ્રાવણના છેલ્લા સોમવારે કોઈ પણ શિવ મંદિરમાં જઈને પૂર્ણ ભક્તિથી ભગવાન શિવની પૂજા કર્યા પછી જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું અને તમારી ક્ષમતા મુજબ દાન કરવું અત્યંત પુણ્યશાળી ગણાય છે.
18 ઓગસ્ટ 2025-છેલ્લા સોમવારનું પંચાંગ
આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે. આજનું પંચાગ આ મુજબ રહેશે.
- નક્ષત્ર: મૃગશીર્ષ (18 ઓગસ્ટ 03:17 AM થી 19 ઓગસ્ટ 02:06 AM)
- યોગ: હર્ષણ (18 ઓગસ્ટ 01:40 AM થી 18 ઓગસ્ટ 10:59 PM)
- સૂર્ય અને ચંદ્ર સમય
- સૂર્યોદય: 06:21 AM
- સૂર્યાસ્ત: 07:05 PM
- ચંદ્રોદય: 18 ઓગસ્ટ 01:00 AM
- ચંદ્રાસ્ત: 18 ઓગસ્ટ 03:20 PM
- શુભ સમય (મુહૂર્ત):
- અભિજિત મુહૂર્ત: 12:17 PM – 01:08 PM
- અમૃત કાલ: 05:43 PM – 07:14 PM
- બ્રહ્મ મુહૂર્ત: 04:45 AM – 05:33 AM
આ પણ વાંચોઃ Nandotsav : શામળાજી ખાતે ઉજવાયો ભવ્ય નંદોત્સવ, બાળ કૃષ્ણને ચાંદીના રમકડાં ચડાવાયા


