Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vaishakh Mahakatha: પ્રભુ વિષ્ણુની અપાર કૃપા મેળવવા માટે આ મહિનામાં સાંભળો વૈશાખ મહાકથા

વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે. પ્રભુ વિષ્ણુની પૂજા કરતી વખતે Vaishakh Mahakatha નું વાંચન અને શ્રવણ કરવું જોઈએ. વાંચો Vaishakh Mahakatha ના મર્મ, મહત્વ અને માહાત્મ્ય વિશે વિગતવાર.
vaishakh mahakatha  પ્રભુ વિષ્ણુની અપાર કૃપા મેળવવા માટે આ મહિનામાં સાંભળો વૈશાખ મહાકથા
Advertisement
  • વૈશાખ મહિનો વિષ્ણુ ભગવાનનો પ્રિય મહિનો છે
  • Vaishakh Mahakatha ના વાંચન અને શ્રવણનું અનેરુ મહત્વ છે
  • વૈશાખ મહિનામાં આ મહાકથાનું આયોજન કરવાથી પ્રભુ વિષ્ણુની કૃપા થાય છે

Vaishakh Mahakatha: વૈશાખ મહિનાનું અત્યંત ધાર્મિક મહત્વ રહેલું છે. આ મહિનો પ્રભુ વિષ્ણુને બહુ પ્રિય છે. પ્રભુ વિષ્ણુ (Lord Vishnu) ની કૃપા મેળવવા માટે વૈશાખ મહિનામાં Vaishakh Mahakatha નું વાંચન તેમજ શ્રવણ કરવું જોઈએ. આ આખા મહિના દરમિયાન વૈશાખ મહિનાની મહાકથા વાંચવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

Vaishakh Mahakatha નું માહાત્મ્ય

નારદજીએ રાજા અમ્બરિશને Vaishakh Mahakatha સંભળાવી હતી. રાજા અમ્બરિશે નારદ મુનિને ધાર્મિક અને આધ્યાત્મિક સવાલો કર્યા. તેના જવાબમાં નારદ મુનિએ પ્રભુ વિષ્ણુના ગુણો અને માહાત્મ્ય વિશે વર્ણવ્યું હતું. ત્યારબાદ Vaishakh Mahakatha પ્રચલિત બની હતી. નારદજીએ વિષ્ણુ ભગવાનના માનમાં જે શ્લોકો રચ્યા તે બહુ ખાસ છે. તેનાથી રાજા અમ્બરિશની તમામ મુંઝવણો દૂર થઈ. રાજા અમ્બરિશને પૂણ્યકાર્યો માટેનો ઉપદેશ મળ્યો.

Advertisement

આ પણ વાંચોઃ  Bediwala Hanuman Temple: આજે શનિવારે જાણો એક મંદિર વિશે જયાં હનુમાનજી બંધાયેલા છે સાંકળોથી

Advertisement

Vaishakh Mahakatha નું શ્રવણ

પ્રભુ વિષ્ણુ (Lord Vishnu)નો પ્રિય મહિનો એટલે વૈશાખ. વૈશાખ મહિનામાં Vaishakh Mahakatha નું શ્રવણ બહુ લાભદાયી છે. Vaishakh Mahakatha ના શ્રવણ માત્રથી પાપ કપાય છે. આ ઉપરાંત પૂણ્ય કરવાની પ્રેરણા મળે છે. Vaishakh Mahakatha ના શ્રવણથી વાચક અને શ્રાવક બંનેને પૂણ્ય મળે છે. આ કથાનું આયોજન કરતી વખતે સૌથી પહેલા પ્રભુ વિષ્ણુની પૂજા કરવી જોઈએ. ત્યારબાદ Vaishakh Mahakatha નું શ્રવણ કરવું જોઈએ. મહાકથાની પોથીના પૂજન બાદ જ કથા શરૂ કરવી જોઈએ. મહાકથા પૂરી થયા બાદ હાજર દરેક શ્રાવકોને પ્રસાદ આપી તૃપ્ત કરવા જોઈએ. Vaishakh Mahakatha નું વાંચન અને શ્રવણ કરતા પહેલા હંમેશા સ્નાન કરવું જોઈએ. મહાકથાના વાંચન અને શ્રવણ સ્થાનને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. સ્વચ્છતા પ્રભુ વિષ્ણુને બહુ પ્રિય છે. તેથી સ્વચ્છ અને પવિત્ર સ્થાનમાં વૈશાખ મહાકથાનું વાંચન અને શ્રવણ કરવાથી અનેરા લાભ થાય છે.

આ પણ વાંચોઃ  Rashifal 19 April 2025 : આ રાશિના જાતકોને આજે વ્યવસાયિક બાબતોમાં પ્રગતિ થશે

Tags :
Advertisement

.

×