Sankashti Chaturthi 2025 : ક્યારે છે સંકષ્ટી ચતુર્થી ? જાણો તેનું મહત્ત્વ અને પૂજા વિધિ
- દર મહિનાનાં કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ સંકષ્ટી ચતુર્થી (Sankashti Chaturthi 2025) ઊજવાય છે.
- આ દિવસે ભગવાન શ્રીગણેશની પૂજા અને ઉપવાસ કરવાનું મહત્ત્વ
- મહિલાઓ આ વ્રત પોતાનાં બાળકોનાં લાંબા આયુષ્ય અને સુખી જીવન માટે કરે છે.
દર મહિનાનાં કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ સંકષ્ટી ચતુર્થી (સંકટહારા ચતુર્થી) વ્રત રાખવામાં આવે છે. પંચાંગ અનુસાર, માઘ મહિનામાં કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ સંકષ્ટી ચતુર્થી (Sankashti Chaturthi 2025) ઊજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રીગણેશની પૂજા અને ઉપવાસ કરવાનું મહત્ત્વ છે. બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં આ સંકષ્ટી ચતુર્થીને તિલવા અને તિલકૂટા કહેવામાં આવે છે. મહિલાઓ આ વ્રત પોતાનાં બાળકોનાં લાંબા આયુષ્ય અને સુખી જીવન માટે કરે છે. આ દિવસે નિર્જળા વ્રત રાખીને અને રાત્રે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરીને મહિલાઓ ઉપવાસ તોડે છે.
ક્યારે છે સંકષ્ટી ચતુર્થી ?
પંચાંગ અનુસાર, માઘ મહિનાનાં કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ 17 જાન્યુઆરીએ સવારે 04:06 કલાકે શરૂ થઈ રહી છે અને 18 જાન્યુઆરીએ સવારે 5:30 કલાકે સમાપ્ત થશે. આ કારણોસર, ઉદય તિથિ મુજબ, 17 જાન્યુઆરી, શુક્રવારે સંકષ્ટી ચતુર્થી (Sankashti Chaturthi 2025) વ્રત રાખવામાં આવશે. સંકષ્ટી ચતુર્થીનાં દિવસે ચંદ્રની પૂજા કર્યા પછી જ આ વ્રત પૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે ચંદ્રોદયનો સમય રાત્રે 9:09 કલાકે છે.
આ પણ વાંચો -વિદુર નીતિ: 2025માં સફળતા મેળવવા માટે જલ્દી જ કરો આ 5 કામ!
સંકષ્ટી ચતુર્થીનું મહત્ત્વ
સંકષ્ટી ચતુર્થીનું વ્રત વિઘ્નો દૂર કરનાર ભગવાન ગણપતિને સમર્પિત છે. આ દિવસે મહિલાઓ ઉપવાસ કરે છે અને તેમનાં બાળકોનાં લાંબા આયુષ્ય અને સફળ ભવિષ્ય માટે પ્રાર્થના કરે છે. સંકષ્ટી ચતુર્થીનાં દિવસે મહિલાઓ નિર્જળા વ્રત રાખે છે. રાત્રે ચંદ્રોદય પછી ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવાથી જ આ વ્રત પૂર્ણ માનવામાં આવે છે. સંકષ્ટ ચતુર્દશીનાં (Sankashti Chaturthi 2025) દિવસે ચંદ્રને જોવાનું અને તેની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ દિવસે ભગવાન શ્રીગણેશજીની (Shree Ganeshji) પૂજામાં તલ અથવા મીઠાઈનો લાડું રાખો અને ચંદ્રને અર્ઘ્ય અર્પણ કર્યા પછી જ ઉપવાસ પૂર્ણ કરવો જોઈએ.
આ પણ વાંચો -Basil-નાથ,તમે તુલસીને પાંદડે તોલાણા
જાણો પૂજાની પદ્ધતિ
સંકષ્ટી ચતુર્થીનાં રોજ વ્રત રાખવા માટે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરવું જોઈએ. ત્યાર બાદ સંકષ્ટી ચતુર્થી વ્રત રાખવાનો સંકલ્પ કરવો જોઈએ. લાકડાની ચૌકી પર લાલ કપડું પાથરીને ભગવાન શ્રીગણેશજીની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ. આ પછી તેના પર કુમકુમ લગાવી અને ઘીનો દીવો કરવો જોઈએ. ત્યારબાદ ભગવાન શ્રીગણેશજીની મૂર્તિને ફૂલ, ફળ અને મીઠાઈઓ અર્પણ કરવા જોઈએ. આ પૂજામાં તિલકૂટ પ્રસાદ અવશ્ય સામેલ કરવો. આ દિવસે નિયમિત ગણેશ ચાલીસાનો પાઠ કરી પૂજાનાં અંતે ભગવાન શ્રીગણેશની આરતી કરી, શંખ વગાડી અને પ્રસાદ ગ્રહણ કરીને આ ઉપવાસ પૂર્ણ કરવો જોઈએ.
આ પણ વાંચો - Mahabharat : મૃત્યુશય્યા પર હોવા છતાં કર્ણે ભગવાન કૃષ્ણને દાન આપ્યું


