Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Diwali ના ફટાકડાઓએ છત પર બનાવ્યું યુદ્ધ જેવું દ્રશ્ય! જુઓ Video

દિવાળીની ઉજવણીમાં કેટલાક છોકરાઓએ સામાન્ય ફટાકડાને મિસાઈલ બનાવીને છત પર “યુદ્ધ” જેવું દ્રશ્ય સર્જ્યું, જે વીડિયો સોશિયલ મીડિયામાં તરત વાયરલ થઈ ગયો. રોમાંચક અને રમૂજી દૃશ્ય જોઈને લોકો હસતાં-હસતાં લાઈક અને શેર કરી રહ્યા છે. જોકે, ઘણા તેની ટીકા પણ કરી રહ્યા છે.
diwali ના ફટાકડાઓએ છત પર બનાવ્યું યુદ્ધ જેવું દ્રશ્ય  જુઓ video
Advertisement
  • Diwali ના રોકેટ બન્યા મિસાઈલ! Video Viral
  • યુવાનોની મસ્તી: ફટાકડા નહીં, મિસાઈલ યુદ્ધ!
  • દિવાળીમાં છત પર મચ્યું “મિસાઈલ વોર”! વીડિયો ચર્ચામાં

Diwali Fireworks Video : દિવાળીનો તહેવાર રોશની અને આનંદની સાથે અનેક મજેદાર યાદો છોડી જાય છે. 20 ઓક્ટોબરના રોજ આખા દેશે ઉત્સાહભેર દિવાળી (Diwali) ની ઉજવણી કરી, અને આ ઉજવણી દરમિયાન યુવાનોએ મસ્તી કરવાની કોઈ તક જતી ન કરી. આ તહેવાર સાથે જોડાયેલા અનેક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે, પરંતુ તેમાંથી એક વીડિયો ખાસ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, જેમાં કેટલાક તોફાની છોકરાઓએ સામાન્ય રોકેટ ફટાકડાને 2 દેશો વચ્ચેના 'મિસાઈલ હુમલા' જેવું રોમાંચક દ્રશ્ય બનાવ્યું છે.

રોકેટ બન્યા મિસાઈલ, દુશ્મન છાવણી પર નિશાન!

આ વાયરલ વીડિયોનું દ્રશ્ય ખરેખર કોઈ ફિલ્મ કે યુદ્ધના ફૂટેજ જેવું લાગે છે. સામાન્ય રીતે લોકો રોકેટને હવામાં છોડીને ખુશ થતા હોય છે, પરંતુ આ છોકરાઓએ તેને યુદ્ધમાં ફેરવી દીધું. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેટલાક છોકરાઓ પોતાના ઘરની છત પર ગોઠવાઈ ગયા છે અને ફટાકડાના રોકેટનો ઉપયોગ મિસાઈલ તરીકે કરીને સામેની છત (જેને તેઓ 'દુશ્મન છાવણી' ગણી રહ્યા છે) પર ધડાધડ નિશાન સાધી રહ્યા છે. આ છોકરાઓની તૈયારી એટલી સઘન હતી કે, જાણે કોઈ સેના અચાનક હુમલો કરવા તૈયાર હોય. તેઓએ રોકેટનું એક આખું બોક્સ ગોઠવ્યું અને એક પછી એક રોકેટ હાથમાં પકડીને વિરોધી ટીમની છત તરફ છોડવાનું શરૂ કર્યું.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Bhavesh Bhoee (@bbhoee)

Advertisement

યુદ્ધ જેવું દ્રશ્ય (Diwali Festival)

એક સાથે અનેક રોકેટો જ્યારે હુમલો કરે છે, ત્યારે તે દ્રશ્ય ખરેખર આંખોને આશ્ચર્ય લાગે તેવું હોય છે. વીડિયોમાં દેખાય છે કે ઘણા રોકેટ મિસાઈલની જેમ સામેની છત પર પડે છે, જેના કારણે ચારેય તરફ ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓ દેખાય છે. હુમલાની તીવ્રતા એટલી વધારે હતી કે વિરોધી ટીમને પ્રતિક્રિયા આપવાનો મોકો પણ મળ્યો નહીં, અને એવું લાગે છે કે આ અણધાર્યા હુમલા સામે તેમણે શરણાગતિ સ્વીકારવા મજબૂર થવું પડ્યું હશે. વીડિયોનું આખું વાતાવરણ ગંભીર યુદ્ધ જેવું સર્જાયું છે, જે દર્શકોને હસવા પર મજબૂર કરી દે છે.

સોશિયલ મીડિયા પર આ રમુજી વીડિયો @bbhoee નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો હતો, અને તે ક્ષણભરમાં જ વાયરલ થઈ ગયો. તેને અત્યાર સુધીમાં 26,000 થી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે, જે દર્શાવે છે કે લોકોને આ 'દિવાળી યુદ્ધ' કેટલું પસંદ આવ્યું છે. વીડિયો જોયા બાદ યુઝર્સની ટિપ્પણીઓ પણ એટલી જ રમુજી આવી રહી છે. એક યુઝરે આ દ્રશ્યને જોઈને લખ્યું કે, "પાકિસ્તાનમાં ભયનું વાતાવરણ!" જ્યારે અન્ય એક યુઝરે રમૂજમાં ઉમેર્યું કે, "હેન્ડ ગ્રેનેડ પણ સારો હતો."

ખુશી અને તોફાનનો અનોખો સંગમ

આ વીડિયોમાં માત્ર ફટાકડા ફોડવાની વાત નથી, પરંતુ દિવાળી (Diwali) ના તહેવાર દરમિયાન ભારતીય યુવાનોની સૃજનશીલતા અને તોફાની સ્વભાવને દર્શાવે છે. થોડીક મસ્તી અને મિત્રો વચ્ચેનું આ નાનકડું 'યુદ્ધ' દિવાળીની ઉજવણીમાં એક નવો રંગ ઉમેરી દે છે. જોકે, આ આ સમગ્ર રમૂજી ઘટનાની સાથે મોટી મુશ્કેલીનું કારણ પણ બની શકતો હતો.

આ પણ વાંચો :   Festive Season માં સંબંધોમાં તણાવ કેમ વધે છે? જાણો શું હોઇ શકે છે કારણ

Tags :
Advertisement

.

×