89 વર્ષના પીઢ અભિનેતા Dharmendra ની તબિયત નાજુક
- દિગ્ગજ અભિનેતા Dharmendra ની તબિયત નાજુક
- 89 વર્ષના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર હાલ વેન્ટિલેટર પર
- અમેરિકામાં રહેતી બંને દીકરીઓ ભારત આવવા રવાના
- છેલ્લા 10 દિવસથી ધર્મેન્દ્ર બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં છે દાખલ
Dharmendra Health News : બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને લાખો ચાહકોના દિલ પર રાજ કરનારા ધર્મેન્દ્રની તબિયતને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. 89 વર્ષીય આ પીઢ કલાકાર હાલમાં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે અને તેમની તબિયત નાજુક જણાવાઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી સ્વાસ્થ્યની સમસ્યાને કારણે તેમને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે, જેના કારણે તેમના સમર્થકો અને બોલિવૂડ જગતમાં ગમગીની છવાઈ ગઈ છે.
રૂટિન ચેકઅપ માટે દાખલ કરયા
અહેવાલો અનુસાર, અભિનેતા ધર્મેન્દ્રને લગભગ 10 દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે તેમની ટીમે સ્પષ્ટતા કરી હતી કે આ માત્ર એક રૂટીન ચેકઅપ છે, જે પહેલાથી જ નક્કી હતું અને ચિંતા કરવા જેવું કંઈ નથી. થોડા દિવસો પહેલા, જ્યારે પત્ની અને અભિનેત્રી હેમા માલિનીને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે પણ ઈશારામાં ધર્મેન્દ્રના સ્વસ્થ હોવાનો સંકેત આપ્યો હતો. જોકે, અભિનેતા છેલ્લા ઘણા સમયથી સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ સજાગ છે અને નિયમિત ચેકઅપ કરાવતા રહે છે, તેમણે તાજેતરમાં અમેરિકા જઈને પણ સારવાર કરાવી હતી.
Dharmendra ને શ્વાસ લેવામાં તકલીફ
જોકે, તાજેતરમાં મળેલી માહિતી મુજબ, ધર્મેન્દ્રની તબિયત અચાનક બગડી છે. આજે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડવાને કારણે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, જ્યાં તેમની સ્થિતિ વધુ બગડતી હોવાનું કહેવાય છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા તેમના પરિવારના સભ્યો હોસ્પિટલમાં હાજર છે, અને અમેરિકામાં રહેતી તેમની બંને દીકરીઓને પણ તાત્કાલિક ભારત આવવા માટે બોલાવવામાં આવી હોવાના સમાચાર છે. જોકે કેટલાકઅહેવાલોમાં તેમના મૃત્યુની વાત ચાલી રહી છે, પરંતુ સત્તાવાર સૂત્રો દ્વારા આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. ચાહકો સતત તેમના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
બોલિવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત નાજુક છે. 89 વર્ષના પીઢ અભિનેતાને મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. #Dharmendra #DharmendraHealthUpdate #BollywoodLegend #GetWellSoon #health #healthupdate pic.twitter.com/9s4nM7VAT7
— Hardik Shah (@Hardik04Shah) November 10, 2025
ધર્મેન્દ્રની કારકિર્દી પર એક નજર
ધર્મેન્દ્ર માત્ર એક અભિનેતા જ નહીં, પણ હિન્દી સિનેમાનો એક યુગ છે. 60 અને 70 ના દાયકામાં લાખો લોકોના દિલ પર રાજ કરનારા આ લોકપ્રિય સ્ટારે તેમની કારકિર્દી દરમિયાન એક્શન, કોમેડી અને રોમાન્સ સહિત દરેક શૈલીની ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો છે. તેમને 'હી-મેન' તરીકે ઓળખવામાં આવતા હતા. તેમની લોકપ્રિય ફિલ્મોમાં "ચુપકે ચુપકે" (1975), "પ્રતિજ્ઞા" (1975), અને "યમલા પગલા દીવાના" (2011) જેવી કોમેડી અને કૌટુંબિક ફિલ્મોનો સમાવેશ થાય છે. 80 અને 90ના દાયકામાં તેઓ પાત્ર ભૂમિકાઓમાં દેખાયા, જેમાં "પ્યાર કિયા તો ડરના ક્યા?", "લાઇફ ઇન અ મેટ્રો", "જોની ગદ્દાર" અને "અપને" જેવી ફિલ્મો પણ હિટ રહી. ઉલ્લેખનીય છે કે, તેમની તબિયતના સમાચાર સાંભળી ફિલ્મી જગતમાં પણ સૌ કોઇ તેમને જલ્દી ઠીક થવાની પ્રાર્થના કરી રહ્યા છે.
આ પણ વાંચો : પીઢ અભિનેતા સંજય ખાનના પત્ની અને સુઝાન-ઝાયેદ ખાનના માતા ઝરીન ખાનનું 81 વર્ષની વયે નિધન


