આમિર ખાન નવી ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે સ્પોટ થયો, બંનેએ ખુલ્લા દિલે આપ્યા પાપારાઝીને આપ્યા પોઝ
- આમિર ખાન તેના નવા પ્રેમ સાથે ખુશખુશાલ જણાયો
- આમિરની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટનો સાદો લુક થયો વાયરલ
- આમિરે તેના 60મા જન્મદિવસ પર ગૌરી સાથેના સંબંધોની જાહેરાત કરી હતી
Macau: આમિર ખાન અને તેની નવી નવેલી ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ હવે જાહેરમાં પોતાના સંબંધોનો એકરાર કરતા જણાય છે. તાજેતરમાં જ મકાઉ ઈન્ટરનેશનલ કોમેડી ફેસ્ટિવલમાં બંને જણા સાથે સ્પોટ થયા હતા. બંનેએ કંઈ પણ છુપાવ્યા સિવાય ખુલ્લા દિલે પાપારાઝીનું અભિવાદન કર્યુ અને પોઝ પણ આપ્યા.
મકાઉ ઈન્ટરનેશનલ કોમેડી ફેસ્ટિવલમાં આપી હાજરી
અભિનેતા આમિર ખાને તેની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે બીજા મકાઉ ઈન્ટરનેશનલ કોમેડી ફેસ્ટિવલમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં બંનેના સાથે પહોંચવાના ઘણા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયા છે. એક વીડિયોમાં આમિર ખાન ઈવેન્ટમાં પહોંચ્યો હતો અને તસવીરો માટે પોઝ આપતા પહેલા તેણે ગૌરી તરફ પોતાનો હાથ લંબાવ્યો હતો. આ પછી, બંનેએ કાર્યક્રમમાં હાજર પાપારાઝી તરફ જોઈને સ્મિત કર્યું. તેમની સાથે ચીની કલાકારો શેન ટેંગ અને મા લી પણ હતા.
આ પણ વાંચોઃ એકતા કપૂરના 30 વર્ષ :દરેક સ્ક્રીન પર રાજ કરનારી Content Queen
આમિર અને ગૌરીનો સોબર લુક
આમિર અને ગૌરી શેન ટેંગ અને મા લી સાથે કેમેરા માટે પોઝ આપી રહ્યા હતા. તેઓ હસ્યા અને થોડી વાતો પણ કરી. આ પ્રસંગે આમિરે કાળો કુર્તો અને સફેદ પાયજામો પહેર્યો હતો. આમિરે કાળી અને સોનેરી શાલ પણ પહેરી હતી. જ્યારે ગૌરી ફ્લાવર બેઝ્ડ ડીઝાઈનવાળી સાડી પહેરીને સોબર લાગતી હતી. આમિર ખાન, શેન ટેંગ અને મા લી આ ફોરમમાં લાફ્ટર ઈઝ બેસ્ટ મેડિસિન વિષય પર બોલશે. તેઓ 'કોમેડીના સામાજિક પ્રભાવ અને ભવિષ્ય પર આંતર-સાંસ્કૃતિક સંવાદ' પર ચર્ચા કરશે.
AamirKhan in Macao just now!!!#aamirkhan pic.twitter.com/iAa7A2nNL5
— 𝓙𝓾𝓵𝓵𝓮𝓸𝓿𝓸 (@ITSS_ALLGOODMAN) April 12, 2025
આમિર ખાનના જન્મદિવસ પર ગૌરી પણ હાજર રહી હતી
ગયા મહિને, આમિરે તેના 60મા જન્મદિવસ પર ગૌરી સ્પ્રેટ સાથેના તેના સંબંધોની જાહેરાત કરી હતી. તે પછી તેઓ પહેલી વાર મુંબઈમાં સાથે જોવા મળ્યા, જ્યારે તેઓ તેમના જન્મદિવસની પાર્ટી પહેલા કારમાં બેઠા હતા. આમિર પહેલા બિલ્ડિંગની બહાર આવ્યો અને પાપારાઝી તરફ સ્મિત કર્યું. તે ગૌરીની રાહ જોતો રહ્યો અને ઝડપથી તેને કાર સુધી લઈ ગયો.
આ પણ વાંચોઃ શા માટે ઓસ્કરે શેર કર્યો RRRનો સીન ? રાજામૌલીએ કેમ માન્યો આભાર ?


