Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Allu Arjun સામે નોંધાયેલા કેસમાં મૃતક મહિલાનું પતિનું ચોંકાવનારું નિવેદન

Allu Arjun Stampede Case : મહિલાનું મોત થયું અને તેનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો
allu arjun સામે નોંધાયેલા કેસમાં મૃતક મહિલાનું પતિનું ચોંકાવનારું નિવેદન
Advertisement
  • વીડિયોમાં મૃતક મહિલાના પતિનું નિવેદન સામે આવ્યું છે
  • Allu Arjun નાસભાગ માટે કોઈપણ રીતે જવાબદાર નથી
  • મહિલાનું મોત થયું અને તેનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો

Allu Arjun Stampede Case : સાઉથ સુપરસ્ટાર Allu Arjun ની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ Pushpa 2: The Rule ના પ્રીમિયર દરમિયાન એક મહિલાના મૃત્યુના કારણે આજે સવારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. તો આ કેસમાં વધુ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં મૃતક મહિલાના પતિનું નિવેદન સામે આવ્યું છે. અને તેણે થિયેટર વિરુદ્ધ દાખલ કરેલો કેસ પરત લેવાનું નિવેદન પાઠવ્યું છે.

Allu Arjun નાસભાગ માટે કોઈપણ રીતે જવાબદાર નથી

એક અહેવાલ અનુસાર, એવું કહેવામાં આવ્યું છે કે, આ વીડિયો તેવા સમયે બહાર આવ્યો હતો, જ્યારે Allu Arjun ની ધરપકડ કરવામાં આવી હતી. આ વીડિયોમાં મૃતક રેવતીના પતિ ભાસ્કરે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, હું કેસ પાછો ખેંચવા માટે તૈયાર છું. મને ધરપકડ વિશે ખબર નહોતી. મને ખબર ન હતી કે તેની ધરપકડ થશે. Allu Arjun નાસભાગ માટે કોઈપણ રીતે જવાબદાર નથી.

Advertisement

Advertisement

આ પણ વાંચો: અલ્લુ અર્જુનની ધરપકડથી દુખી રશ્મિકા મંદાનાએ આપ્યું ચોંકાવનારું નિવેદન

મહિલાનું મોત થયું અને તેનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો

તમને જણાવી દઈએ કે Allu Arjun ની ધરપકડ બાદ અભિનેતાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં સુનાવણી બાદ તેને 14 દિવસ માટે જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. જોકે હાલમાં, હાઈકોર્ટ દ્વારા તેને જામીન આપવામાં આવ્યા છે. વાસ્તવમાં, અભિનેતાની પોલીસે 4 ડિસેમ્બરના એક કેસમાં ધરપકડ કરી છે. 4 ડિસેમ્બરે હૈદરાબાદના એક થિયેટરમાં પુષ્પા-2 નું સ્ક્રીનિંગનું આયોજન કરાયું હતું. જેમાં એકાએક નાસભાગ મચી ગઈ હતી અને એક મહિલાનું મોત થયું હતું અને તેનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ પછી તેના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે અંતર્ગત Allu Arjun ની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Allu Arjun ના જામીન મંજૂર કરનારા મહિલા ન્યાયાધીશ કોણ છે? જાણો

Tags :
Advertisement

.

×