વધારે એક બોલિવુડ કપલનું બ્રેકઅપ! તમન્ના ભાટિયાએ પોસ્ટ કરતા વિજય વર્મા સાથે બ્રેકઅપની ચર્ચા
- તમન્ના ભાટિયા અને વિજય વર્મા લાંબા સમયથી રિલેશનશિપમાં
- જો કે તમન્નાની એક ક્રિપ્ટિક પોસ્ટના કારણે બ્રેકઅપની વાત વહેતી થઇ
- તમન્ના ભાટિયા અને વિજય વર્મા છેલ્લા 2 વર્ષથી રિલેશનશિપમાં છે
નવી દિલ્હી : બોલિવુડ અભિનેત્રી તમન્ના ભાટિયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં અભિનેત્રી પ્રેમ મેળવવાની વાત કરતી જોવા મળી રહી છે. આ પોસ્ટ બાદ વિજય વર્માએ તેમની સાથે બ્રેકઅપ થયાનો લોકો અંદાજ લગાવી રહ્યા છે.
બોલિવુડ અભિનેત્રી તમન્ના ભાટિયા અને અભિનેતા વિજય વર્મા છેલ્લા 2 વર્ષથી એક બીજાની સાથે સંબંધોમાં છે. બંન્ને અનેક પ્રસંગ, ઇવેન્ટ, પાર્ટીમાં સાથે જોવા મળ્યા છે. જો કે તમન્નાએ હાલમાં જ કરેલી એક ક્રિપ્ટિક પોસ્ટ બાદ અભિનેત્રીના ફેન્સ બ્રેક અપ અંગે સવાલ કરી રહ્યા છે. જો કે અભિનેત્રીની પોસ્ટ પરથી બ્રેકઅપનો કોઇ સ્પષ્ટ સંકેત મળી નથી રહ્યો.
તમન્નાએ પોતાના ઇંસ્ટાગ્રામ પોસ્ટ શે કરી હતી જેમાં લખ્યું હતું કે, મને લાગે છે કે, પ્રેમ મેળવવાનું રહસ્ય છે પ્રેમ કરવો અને એક રસપ્રદ હોવાનું રહસ્ય છે રસ રાખવો અને બીજામાં સુંદરતા જોઇ શકવાનું રહસ્ય છે બીજામાં સુંદરતા જોઇ શકવી. મિત્રતાનું રહસ્ય છે મિત્ર બની શકવું. આ ક્રિપ્ટિક પોસ્ટ બાદ આખરે બંન્નેના બ્રેકઅપની વાત સોશિયલ મીડિયા પર વહેતી થઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પોતાના રિલેશન અંગે વિજય વર્મા કે તમન્ના દ્વારા કોઇ પણ અધિકારીક નિવેદન આપવામાં આવ્યું નથી. તેઓ સોશિયલ મીડિયામાં એક બીજા સાથે જોડાયેલા રહે છે. એક બીજાની પોસ્ટને પણ લાઇક કરતા રહે છે. વિજય અને તમન્ના ભાટિયાની લસ્ટ સ્ટોરીઝ 2 સાથે આવી હતી. ત્યાર બાદથી બંન્ને એકબીજાની સાથે રિલેશનશીપમાં હોવાનું અનેક લોકો માની રહ્યા છે.


