Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શૂટિંગ દરમિયાન થયેલા ગંદા વર્તન વિશે Anupriya Goenka એ કર્યો મોટો ખુલાસો!

ફિલ્મ અને ટેલિવિઝનની દુનિયામાં Intimate Scene કરવું એ કોઈપણ અભિનેત્રી માટે સરળ કાર્ય નથી. આવા દ્રશ્યો માત્ર શારીરિક રીતે જ નહીં, પરંતુ માનસિક રીતે પણ એક મોટો પડકાર ઉભો કરે છે.
શૂટિંગ દરમિયાન થયેલા ગંદા વર્તન વિશે anupriya goenka એ કર્યો મોટો ખુલાસો
Advertisement
  • ઇન્ટીમેટ સીન દરમિયાન ઉત્તેજિત થઇ ગયો હતો એક્ટર!
  • 'આશ્રમ' અભિનેત્રી અનુપ્રિયા ગોયેંકાનો ખુલાસો
  • અનુપ્રિયા ગોયેંકાએ શૂટિંગ દરમિયાન થયેલા ગંદા વર્તન વિશે વાત કરી!
  • કિસિંગ દ્રશ્યો દરમિયાન બે વાર અશ્લીલ વર્તન થયું: અનુપ્રિયા ગોયેંકાનો ખુલાસો
  • અનુપ્રિયા ગોયેંકાએ શૂટિંગ અનુભવ અંગે કહ્યું – ‘આ અસહ્ય બની જાય છે!’
  • સેટ પર થઈ ગેરવર્તનની ઘટના! અનુપ્રિયા ગોયેંકાએ તોડ્યું મૌન!

Anupriya Goenka : ફિલ્મ અને ટેલિવિઝનની દુનિયામાં Intimate Scene કરવું એ કોઈપણ અભિનેત્રી માટે સરળ કાર્ય નથી. આવા દ્રશ્યો માત્ર શારીરિક રીતે જ નહીં, પરંતુ માનસિક રીતે પણ એક મોટો પડકાર ઉભો કરે છે. ખાસ કરીને જ્યારે સેટ પર અણધારી અસ્વસ્થતા કે ગેરવર્તનનો સામનો કરવો પડે, ત્યારે તેની અસર અભિનેત્રીના મન પર ઊંડી અસર કરે છે. સમાજના ટીકાત્મક દૃષ્ટિકોણ અને નિર્ણયોનો સામનો કરવા માટે પોતાને માનસિક રીતે તૈયાર કર્યા પછી, અભિનેત્રીઓ હિંમત સાથે આવા દ્રશ્યો ભજવે છે. જોકે, જો આ દરમિયાન કોઈ અયોગ્ય કૃત્ય થાય, તો તેનાથી તેમનો વિશ્વાસ અને આત્મસન્માન ડગમગી શકે છે. આજકાલ, અભિનેત્રીઓ આવા અનુભવો વિશે ખુલીને વાત કરવાનું શરૂ કરી રહી છે, જે ફિલ્મ ઉદ્યોગમાં એક સકારાત્મક ફેરફારનો સંકેત આપે છે.

બે વખતની અણગમતી ઘટનાઓ

તાજેતરમાં, ‘આશ્રમ’ ફેમ અભિનેત્રી અનુપ્રિયા ગોયેન્કાએ આવા જ કેટલાક અનુભવો શેર કર્યા, જેમાં તેણે Intimate Scene દરમિયાન થયેલા અશ્લીલ વર્તનનો ઉલ્લેખ કર્યો. તેણે જણાવ્યું કે, શૂટિંગ દરમિયાન તેને એકવાર નહીં, પરંતુ બે વખત અસહજતા અનુભવવી પડી, ખાસ કરીને ચુંબન દ્રશ્યો દરમિયાન. સિદ્ધાર્થ કન્નનના શોમાં વાતચીત દરમિયાન અનુપ્રિયા ગોયેન્કાએ પોતાના અનુભવોની વિગતે વાત કરી. તેણે કહ્યું, “આવું મારી સાથે બે વખત બન્યું. પહેલી ઘટનામાં, હું એમ નથી કહેતી કે તે વ્યક્તિ મારો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તે દ્રશ્ય દરમિયાન તે ખૂબ જ ઉત્સાહિત થઈ ગયો. તેનો ઉત્સાહ તેના પર હાવી થઈ ગયો, જે ન થવું જોઈએ. મને સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તે ઉત્તેજિત થઇ રહ્યો હતો, જે સંપૂર્ણપણે અયોગ્ય હતું.” આવી પરિસ્થિતિમાં અનુપ્રિયાને અપમાન અને અસ્વસ્થતાનો અનુભવ થયો. તેણે આગળ જણાવ્યું, “બીજી ઘટના એક અલગ પ્રસંગે બની. તે સમયે મેં એવા કપડાં પહેર્યા હતા જે ખૂબ આરામદાયક ન હતા. મને આશા હતી કે મારો સહ-અભિનેતા, એક પુરુષ તરીકે, સમજશે કે આવા દ્રશ્યોમાં મહિલાને કમરથી પકડવી વધુ સરળ અને યોગ્ય છે. પરંતુ તેના બદલે, તેણે લગભગ મારા છાતીના ભાગ પર હાથ મૂક્યો, જે બિલકુલ જરૂરી ન હતું. તે સરળતાથી મારી કમર પર હાથ રાખી શકતો હતો.”

Advertisement

Advertisement

Kissing Scene વિશે તેણે શું કહ્યું ?

આ ઘટનાઓ વિશે વાત કરતાં અનુપ્રિયાએ પોતાની લાગણીઓ ખુલ્લેઆમ વ્યક્ત કરી. તેણે કહ્યું, “બીજી ઘટના દરમિયાન, મેં પછીથી તેના હાથને થોડા ઉપર, એટલે કે મારી કમર સુધી ખસેડ્યો અને તેને સ્પષ્ટ કહ્યું કે નીચે નહીં, અહીં જ પકડો. પરંતુ તે ક્ષણે મને લાગ્યું કે તેણે પોતે જ આ વાત સમજવી જોઈતી હતી. હું તે સમયે તેને પૂછી શકી નહીં કે તેણે આવું કેમ કર્યું, કારણ કે તે ફક્ત એમ જ કહેત કે તે ભૂલથી થયું. તે ક્ષણે હું કંઈ બોલી નહીં, પરંતુ પછીથી મેં તેને સ્પષ્ટ કહ્યું કે આગળથી તે આવું ન કરે અને તેના બદલે યોગ્ય રીતે એક્ટ કરે. ત્યારબાદ તેણે મારી વાતનું ધ્યાન રાખ્યું.” તેણે ઉમેર્યું, “ક્યારેક કલાકારો દ્રશ્ય દરમિયાન આક્રમક બની જાય છે, અને આ સ્થિતિ અસહ્ય બની જાય છે.” Kissing Scene વિશે વાત કરતાં તેણે કહ્યું, “આવા દ્રશ્યો નરમાશથી પણ શૂટ થઈ શકે છે, પરંતુ ઘણી વખત એવું બને છે કે અભિનેતા તેને અતિ ઉત્સાહમાં કચડી નાખે છે, જે અસ્વસ્થતા ઉભી કરે છે.”

સેટ પર સંવાદની જરૂરિયાત

અનુપ્રિયાના આ અનુભવો ફિલ્મ સેટ પર સહ-કલાકારો સાથે સ્પષ્ટ સંવાદની જરૂરિયાત પર ભાર મૂકે છે. તેણે પોતાના અનુભવથી જણાવ્યું છે કે, આવા દ્રશ્યોમાં સ્ત્રીઓને સેટ પર સલામત અને આરામદાયક વાતાવરણ મળે તે માટે નિર્માતાઓ અને દિગ્દર્શકોની પણ જવાબદારી છે. અનુપ્રિયાના જણાવ્યા મુજબ, જો સેટ પર યોગ્ય વ્યવસ્થા અને સમજણ હોય, તો આવી ઘટનાઓને ટાળી શકાય. આજે જ્યારે અભિનેત્રીઓ પોતાના અનુભવો શેર કરી રહી છે, ત્યારે ઉદ્યોગમાં સુધારાની આશા જાગી છે.

અનુપ્રિયાની ફિલ્મી સફર

અનુપ્રિયા ગોયેન્કા એક જાણીતી અભિનેત્રી છે, જેણે બોલિવૂડ અને OTT પ્લેટફોર્મ પર પોતાનું નામ બનાવ્યું છે. તેણે ‘વોર’, ‘પદ્માવત’, ‘ટાઈગર ઝિંદા હૈ’ અને ‘સર’ જેવી મોટી ફિલ્મોમાં મહત્વની ભૂમિકાઓ ભજવી છે. આ ઉપરાંત, OTT પર ‘સેક્રેડ ગેમ્સ’, ‘આશ્રમ’, ‘અસુર: વેલકમ ટુ યોર ડાર્ક સાઈડ’ અને ‘અભય’ જેવી સિરીઝમાં તેની અભિનય ક્ષમતા દર્શાવી છે. તાજેતરમાં તે ‘બર્લિન’માં જોવા મળી હતી. તેના આ ખુલાસાઓથી ફિલ્મ ઉદ્યોગમાં સ્ત્રીઓની સ્થિતિ પર ચર્ચા વધુ તીવ્ર બની છે, અને આશા છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ઘટશે.

આ પણ વાંચો  :   62 વર્ષની ઉંમરે પણ યુવા જેવો જોશ! જુઓ અનિતા રાજનો વર્કઆઉટ વીડિયો

Tags :
Advertisement

.

×