ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Badass Ravikumar Collection : હિમેશ રેશમિયાની ફિલ્મે મચાવી ધૂમ, 3 દિવસમાં કરી બંપર કમાણી!

લાંબા સમય પછી હિમેશ રેશમિયાએ મોટા પડદા પર વાપસી કરી છે. અને હિમેશની આ વાપસીને દર્શકો પસંદ કરી રહ્યા છે.
09:42 AM Feb 10, 2025 IST | Vipul Sen
લાંબા સમય પછી હિમેશ રેશમિયાએ મોટા પડદા પર વાપસી કરી છે. અને હિમેશની આ વાપસીને દર્શકો પસંદ કરી રહ્યા છે.
સૌજન્ય : Google
  1. હિમેશ રેશમિયાની ફિલ્મ 'Badass Ravi Kumar' એ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી
  2. 3 દિવસમાં ફિલ્મે કુલ 6.15 કરોડ રૂપિયાની કમાણી કરી
  3. 'Badass Ravi Kumar' ની સીધી ટક્કર લવયાપા સાથે

સિંગર, અભિનેતા, ફિલ્મ અને સંગીત નિર્માતા હિમેશ રેશમિયાની ફિલ્મ 'Badass Ravi Kumar' એ પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરી હતી. હિમેશ રેશમિયાની ફિલ્મની સીધી ટક્કર 2 સ્ટાર કિડ્સ જુનૈદ ખાન અને ખુશી કપૂરની લવયાપા (Loveyapa) સાથે હતી. હિમેશ રેશમિયાની (Himesh Reshammiya) ફિલ્મ કમાણીમાં લવયાપાને પણ પાછળ મૂકી દીધી છે.

આ પણ વાંચો - બેંગ્લોરના રસ્તાઓ પર Live પરફોર્મ કરી રહ્યા હતા Ed Sheeran, થોડીવારમાં પોલીસ આવી અને શો બંધ કરાવ્યો

હિમેશ રેશમિયાએ લાંબા સમય પછી વાપસી કરી

આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે અને તેના કેટલાક દ્રશ્યો અને સંવાદો સોશિયલ મીડિયા પર વાઇરલ પણ થયા છે. લાંબા સમય પછી હિમેશ રેશમિયાએ મોટા પડદા પર વાપસી કરી છે. અને હિમેશની આ વાપસીને દર્શકો પસંદ કરી રહ્યા છે. Badass Ravi Kumar માં હિમેશની એક્ટિંગનાં વખાણ થઈ રહ્યા છે. સાથે જ ફિલ્મનાં સંવાદ અને સંગીત પણ લોકોને પસંદ આવ્યા છે. હિમેશ રેશમિયા (Himesh Reshammiya) બોલિવૂડનાં એવા કલાકારોમાંનો એક છે જેમણે ઘણા પ્રયોગો કર્યા છે. આ અભિનેતાએ ગાયનથી શરૂઆત કરી હતી અને હવે તે અભિનયમાં પણ હાથ અજમાવી રહ્યો છે.

આ પણ વાંચો - Bollywood : 'છાવા' ફિલ્મની શૂટિંગ વિશે વિક્કી કૌશલ કર્યા ચોંકાવનારા ખુલાસા

ત્રીજા દિવસે ફિલ્મનું કલેક્શન કેટલું રહ્યું?

આ ફિલ્મે બોક્સ ઓફિસ પર રિલીઝ થયાનાં ત્રણ દિવસ પૂર્ણ કર્યા છે અને તેણે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. આ ફિલ્મે પહેલા દિવસે અપેક્ષા કરતાં વધુ 2.75 કરોડ રૂપિયાનું કલેક્શન (Badass Ravi Kumar box office Collection) કર્યું હતું. જ્યારે બીજા દિવસે ફિલ્મનાં કલેક્શનમાં થોડો ઘટાડો થયો અને તે ફક્ત 2 કરોડ રૂપિયા જ કલેક્શન કરી શકી હતી. છતાં, તેની કમાણી નવી ફિલ્મો કરતા સારી છે. અહેવાલો અનુસાર, ફિલ્મ 1.40 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. આ રીતે, ફિલ્મનું અત્યાર સુધીનું કુલ કલેક્શન 6.15 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. હવે આગામી દિવસોમાં ફિલ્મનું કલેક્શન કેવું રહેશે તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો - સ્ટાર કિડ્સની ફિલ્મ પર સિંગરની એક્ટીંગ ભારી, આપી જોરદાર ટક્કર

Tags :
Badass Ravi KumarBadass Ravi Kumar box office CollectionBadass Ravi Kumar EarningsEntertainment NewsGujarat FirstGUJARAT FIRST NEWSHimesh ReshammiyaJunaid khanKhushi KapoorLatest Gujarati NewsloveyapaTop Gujarat First NewsTop Gujarati News
Next Article