શું ખરેખર તારક મહેતામાં ટપુ તરીકે પરત ફરી રહ્યો છે ભવ્ય ગાંધી? જાણો તેને શું કહ્યું?
- TMKOCમાં ટપુની વાપસીની અફવા પર ભવ્યા ગાંધીએ સ્પષ્ટતા કરી (Bhavya Gandhi Return TMKOC )
- તેમણે કહ્યું કે, 'પાછા આવવાની નહીં, પણ ફિલ્મ પ્રમોશન માટે જવાની વાત હતી'
- પોતાની પહેલી ફિલ્મનું TMKOCના સેટ પર પ્રમોશન કરવું એ 'ચક્ર પૂર્ણ થવા' જેવું
- ઓનલાઈન અફવાઓ પર હસતાં કહ્યું: વાતને ખોટી રીતે રજૂ કરાઈ હતી
- ભવ્યા ગાંધીની ત્રણ ફિલ્મો તૈયાર છે, 8 વર્ષ પછી પણ ચાહકોના પ્રેમથી ખુશ
Bhavya Gandhi Return TMKOC : લાંબા સમયથી ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (TMKOC) માં ટપુ નું પાત્ર ભજવીને લોકપ્રિય બનેલા અભિનેતા ભવ્યા ગાંધીની શોમાં વાપસીની અટકળોએ છેલ્લા કેટલાક અઠવાડિયાથી જોર પકડ્યું હતું. આ અફવાઓ વચ્ચે ભવ્યા ગાંધીએ હવે પોતે આ મામલે સ્પષ્ટતા કરી છે. ભવ્યાએ જણાવ્યું છે કે તેણે શોમાં પાછા આવવાની વાત કરી હતી, પરંતુ તે અભિનેતા તરીકે નહીં, પરંતુ પોતાની નવી ફિલ્મનું પ્રમોશન કરવાના સંદર્ભમાં શોમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
'લોકોનો આટલો પ્રેમ જોઈને આનંદ થયો' – Bhavya Gandhi TMKOC Return Clarification
ભવ્યાએ ટેલીટૉક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "લોકોનો આટલો પ્રેમ જોઈને મને ખૂબ આનંદ થયો છે. લોકો મને એટલો પ્રેમ કરે છે તે જોઈને હું ખુશ છું. દુઃખની વાત છે કે, હું શોમાં પાછો આવી રહ્યો નથી." તેણે સ્પષ્ટતા કરતાં કહ્યું, "એક ઇન્ટરવ્યૂમાં મેં કહ્યું હતું કે હું શોમાં જવા માંગુ છું, પરંતુ હું મારી ફિલ્મનું પ્રમોશન કરવા જવા માંગું છું. હું આ રીતે શોનો હિસ્સો બનવા માંગતો હતો."
BIG NEWS for TMKOC Fans! 🤯
Bhavya Gandhi (the original Tapu) has expressed interest in making a comeback to Taarak Mehta Ka Ooltah Chashmah after 8 years!
He says a return would offer closure. 🙏 It was never about money, folks! While no official word is out, this has definitely… pic.twitter.com/sH5ZKsufyQ— Telly Khazana (@tellykhazana) November 9, 2025
શો પર પાછા ફરવું એ 'ચક્ર પૂર્ણ થવા' સમાન – Tappu Film Promotion
ભવ્યા ગાંધીએ સમજાવ્યું કે શો પર પાછા ફરવું શા માટે તેના માટે એક મોટી વાત છે. તેણે કહ્યું, "કારણ કે જે વ્યક્તિ જ્યાંથી શીખીને બહાર નીકળી છે, તે જ જગ્યા પર જઈને પહેલીવાર પોતાની ફિલ્મનું પ્રમોશન કરશે. આ મારા માટે એક સમાપન (Closure) હશે. મારા માટે એક ચક્ર પૂરું થઈ જશે. તો આ જ વાત હતી. તેને ખોટી રીતે રજૂ કરવામાં આવી હતી."
ઓનલાઈન ફેલાયેલી આ અફવાઓ વિશે ભવ્યા ગાંધીએ જણાવ્યું કે તેમને આ અફવાઓની જાણ છે અને તે ફક્ત તેને વાંચીને હસતા જ રહ્યા હતા. ભવ્યાએ કહ્યું, "હું ઘણી વાર સુધી હસતો રહ્યો, વિચારતો રહ્યો કે લોકો શું વિચારી રહ્યા છે અને શું કહી રહ્યા છે."
8 વર્ષ પછી પણ પ્રેમ મળે છે, આ એક આશીર્વાદ – Bhavya Gandhi New Films
ભવ્યા ગાંધીએ માહિતી આપી કે તેમની ત્રણ ફિલ્મોનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે અને આવતા વર્ષે તેઓ ચોથી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. ભવ્યાએ ભારપૂર્વક જણાવ્યું, "મેં ઘણી બધી બાબતો વિશે વિચાર્યું છે. હું શોમાં પાછા ફરવા વિશે વાત કરી શકું નહીં. હું આવું નહીં કરું. આ તો મારી ખુશકિસ્મતી છે કે લોકો મને 8 વર્ષ પછી પણ એટલો પ્રેમ કરી રહ્યા છે કે તેઓ ઈચ્છે છે કે હું પાછો આવી જાઉં. આ એક આશીર્વાદથી ઓછું નથી."
આ પણ વાંચો : મોનાલિસાના નવા સફરની શરૂઆત: મહાકુંભની વાયરલ ગર્લે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં કરી ધમાકેદાર એન્ટ્રી


