બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના નિધનના સમાચારને દીકરી ઈશા દેઓલે ખોટા ગણાવ્યા, જાણો શું કહ્યું
- Dharmendra Health News
- ધર્મેન્દ્રના નિધનને લઇને દીકરી ઈશા દેઓલની સ્પષ્ટતા
- ઈશાએ કરી અપીલ - મારા પિતા સ્વસ્થ છે, ખોટી અફવાઓ ન ફેલાવો
- સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પિતાની હેલ્થ વિશે આપી જાણકારી
Dharmendra Health News : બોલિવૂડના દિગ્ગજ 'હી-મેન' અને સદાબહાર અભિનેતા ધર્મેન્દ્ર (Dharmendra) ના સ્વાસ્થ્યને લઈને છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા (Social Media) પર ચાલી રહેલી ચર્ચાઓ પર તેમની દીકરી ઈશા દેઓલ (Esha Deol) એ પૂર્ણ વિરામ મુકવાનું કામ કર્યું છે. તાજેતરમાં, તેમના નિધન અંગેના અહેવાલો વાયુવેગે પ્રસરતાં સમગ્ર ફિલ્મ જગત અને તેમના કરોડો ચાહકોમાં ચિંતા અને ગમગીનીનો માહોલ છવાયો હતો. જોકે, આ સંકટની ઘડીમાં તેમની દીકરી અને અભિનેત્રી ઈશા દેઓલે તુરંત જ તેમના પિતાનું નિધન નથી થયું હોવાની સત્તાવાર સ્પષ્ટતા કરીને ચાહકોને મોટી રાહત આપી છે.
ઈશા દેઓલે પિતા જીવિત હોવાનું જણાવ્યું
વૃદ્ધ અભિનેતા ધર્મેન્દ્ર (Dharmendra) ના સ્વાસ્થ્ય અંગે અફવાઓ ત્યારે વહેતી થઈ જ્યારે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત બગડવાના સમાચારે પરિવારજનોને ચિંતામાં મૂક્યા હતા અને હોસ્પિટલમાં તેમની મુલાકાત લેવા માટે સભ્યોની અવરજવર વધી ગઈ હતી. આ દરમિયાન, કેટલાક અનધિકૃત સોશિયલ મીડિયા સ્રોતોએ તેમના નિધનના ખોટા સમાચાર ફેલાવવાનું શરૂ કર્યું, જેનાથી આ સમાચાર વાયુવેગે લોકો સુધી પહોંચવા લાગ્યા. જોકે, આ જોતા ધર્મેન્દ્રની દીકરી ઈશા દેઓલ તેના પિતાની પડખે ઊભી રહી અને આ ખોટા અહેવાલોને નકારી કાઢ્યા. ઈશાએ તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક હૃદયસ્પર્શી પોસ્ટ શેર કરીને પરિસ્થિતિ સ્પષ્ટ કરી. તેણે લખ્યું: "સોશિયલ મીડિયાને ખોટા સમાચાર ફેલાવવાની ખૂબ જ ઉતાવળ છે. મારા પિતા સ્વસ્થ છે અને સ્વસ્થ થઈ રહ્યા છે. અમે દરેકને અમારા પરિવારની ગોપનીયતા આપવા વિનંતી કરીએ છીએ. બધાની પ્રાર્થના બદલ આભાર."
Daughter of veteran actor Dharmendra, Esha Deol posts an update about his health. The previous tweet related to his demise was attributed to Defence Minister Rajnath Singh, and after confirmations from the media team of Dharmendra. The tweet now stands deleted till further… pic.twitter.com/OIEptsiJJP
— ANI (@ANI) November 11, 2025
Dharmendra સંપૂર્ણપણે સ્વસ્થ
ઈશાની આ પોસ્ટથી સ્પષ્ટ થયું કે, ધર્મેન્દ્ર (Dharmendra) સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમના નિધનના સમાચારમાં સહેજ પણ સત્યતા નથી. ઈશા, જે તેના પિતાની ખૂબ નજીક છે, તેણે લોકોને વિનંતી કરી છે કે આવી ખોટી માહિતી પર વિશ્વાસ ન કરે અને પરિવારને આ મુશ્કેલ સમયમાં ગોપનીયતા આપે.
સલમાનથી શાહરૂખ ખાન સુધી હોસ્પિટલની મુલાકાતે
ધર્મેન્દ્રને હોસ્પિટલમાં દાખલ કરાયાના સમાચાર મળતાની સાથે જ બોલિવૂડના અનેક મોટા સ્ટાર્સ તેમની ખબર પૂછવા પહોંચી ગયા હતા. આ મુલાકાતો પીઢ અભિનેતા પ્રત્યે ફિલ્મ જગતનો પ્રેમ અને આદર દર્શાવે છે. જણાવી દઇએ કે, સલમાન ખાન, જે ધર્મેન્દ્રજીને પોતાના પિતા સમાન માને છે, તેઓ ગઈકાલે સાંજે હોસ્પિટલની મુલાકાતે ગયા હતા. તેમનો આ સ્નેહ ધર્મેન્દ્રજીના બોલિવૂડમાં રહેલા ઊંચા કદને સાબિત કરે છે. કિંગ ખાન, શાહરૂખ ખાન પણ તેમના પુત્ર આર્યન સાથે પીઢ અભિનેતાને મળવા પહોંચ્યા હતા.
આ પણ વાંચો : 89 વર્ષના પીઢ અભિનેતા Dharmendra ની તબિયત નાજુક


