ED ની રેડ બાદ શિલ્લા શેટ્ટીના અને પોર્નોગ્રાફી પર શું બોલ્યો Raj Kundra?
- Shilpa Shetty માટે લઈ ED ઉપર રોષ ઠાલવ્યો
- મારી પત્નીનું નામ વારંવાર ખેંચવાની જરૂર નથી
- Shilpa વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી
ED Raj Kundra And Shilpa Shetty : ED એ તાજેતરમાં ફરી Raj Kundra ના નિવાસ સ્થાને અને તેની વિવિધ ઠેકાણ ઉપર દરોડા પાડ્યા હતા. કારણ કે... ફરી એકવાર પોર્નોગ્રાફીના મામલે Raj Kundra વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે આ વખતે જે ઘરમાં Raj Kundra અને Shilpa Shetty સહિત તેમનો સંપૂર્ણ પરિવાર રહે છે, ત્યારં ED એ દરોડા પાડ્યા હતા. ED એ આ તપાસ કલાકો સુધી ચાલુ રાખી હતી. જેના કારણે ફરી એકવાર તમામ બોલીવૂડ અભિનેતા અને અભિનેત્રીઓ સહિત દેશમાં Raj Kundra અને Shilpa Shetty ચર્ચાનો વિષય બન્યા છે.
Shilpa Shetty માટે લઈ ED ઉપર રોષ ઠાલવ્યો
જોકે આ પહેલા મુંબઈ પોલીસ દ્વારા Raj Kundra ની પોર્નોગ્રાફીના મામલે ધરપકડ કરવામાં આવી હતી. તે ઉપરાંત Raj Kundra ને બે મહિના માટે જેલમાં પણ મોકલવામાં આવ્યો હતો. પરંતુ આ વખતે EDએ તેની ઉપર માત્ર પોર્નોગ્રાફી નહીં, પરંતુ નાણાની ગેરનીતિ કરવા ઉપર તપાસ ચલાવી છે. તે ઉપરાંત હાલમાં, Raj Kundra એ સોશિયલ મીડિયાના મારફતે એક સંદેશ પાઠવ્યો છે. તે ઉપરાંત તેણે ED ની તપાસ ઉપર પણ મૌન તોડ્યું છે. જોકે આ સંદેશાના માધ્યમથી તેણે Shilpa Shetty માટે લઈ ED ઉપર રોષ ઠાલવ્યો છે.
આ પણ વાંચો: Pushpa 2 એ રિલીઝ પહેલા રેકોર્ડ બ્રેક કરવાનું કર્યું શરૂ, અમેરિકામાં સૌથી વધુ કમાણી કરી
शिल्पा शेट्टी के पति राज कुंद्रा इसी लड़की के साथ पोर्नोग्राफी वाली शूटिंग करते थे आज उसी केस की वजह से ईडी का छापा घर और ऑफिस में पड़ा है #RajKundra #ShilpaShetty pic.twitter.com/pPbBvkmw7R
— Subham Patel (@im_subhpatel) November 29, 2024
મારી પત્નીનું નામ વારંવાર ખેંચવાની જરૂર નથી
Raj Kundra એ જણાવ્યું છે કે, મીડિયા પાસે ડ્રામા કરવાની કુશળતા છે. તો ત્યારે ચાલો સત્ય બહાર લાવીએ. હું છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલી તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યો છું. બીજી તરફ સહયોગી, પોર્નોગ્રાફી અને મની લોન્ડરિંગના દાવાઓની વાત છે, તો અમારું માત્ર એટલું જ કહેવું છે કે, સનસનખેજથી ભરેલી વાતો સત્યને સંતાડી શકતી નથી. તો આ સંબંધિત બાબતોમાં મારી પત્નીનું નામ વારંવાર ખેંચવાની જરૂર નથી. મહેરબાની કરીને મર્યાદામાં રહો.
નામનો ઉપયોગ આ મામલે ન કરવાની વિનંતી કરવામાં આવી
આ સમગ્ર મામલે Shilpa Shetty ના વકીલ પ્રશાંત પાટીલનું નિવેદન પણ સામે આવ્યું છે. તેણે કહ્યું કે, મીડિયામાં એવા અહેવાલો આવ્યા છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મારા ક્લાયન્ટ Shilpa Shetty ના ઘરે દરોડા પાડ્યા છે. જોકે આ સમાચાર સાચા નથી. Shilpa Shetty વિરુદ્ધ ED દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેણી કોઈપણ પ્રકારના ગુના સામેલ નથી. ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાને Shilpa Shetty ના વીડિયો, ફોટો અને નામનો ઉપયોગ આ મામલે ન કરવાની વિનંતી કરવામાં આવે છે.
આ પણ વાંચો: Neena Gupta એ 65 વર્ષની ઉંમરે Bald Witch નું સ્વરૂપ કર્યું ધારણ


