Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

F1 Movie : Brad Pitt અને Tom Cruise 24 વર્ષ બાદ સાથે જોવા મળ્યા, ફોટો-વીડિયો થયા વાયરલ

હોલિવૂડના 2 દિગ્ગજ સ્ટાર બ્રાડ પિટ (Brad Pitt) અને ટોમ ક્રુઝ (Tom Cruise) 24 વર્ષ બાદ સાથે જોવા મળ્યા છે. આ બંને સ્ટાર્સના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. વાંચો વિગતવાર.
f1 movie   brad pitt અને tom cruise 24 વર્ષ બાદ સાથે જોવા મળ્યા  ફોટો વીડિયો થયા વાયરલ
Advertisement
  • Tom Cruise અને Brad Pitt 24 વર્ષ પછી સાથે દેખાયા
  • Brad Pitt ની F1 ફિલ્મના પ્રિમીયરમાં બંને પ્રેમથી ભેટી પડ્યા
  • બંને સ્ટાર્સની મુલાકાતના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં થયા વાયરલ

F1 Movie : હોલિવૂડના 2 સ્ટાર બ્રાડ પિટ (Brad Pitt) અને ટોમ ક્રુઝ (Tom Cruise) આજે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેમના ફેન્સ અમેરિકા પૂરતા જ સીમિત નથી પરંતુ સમગ્ર વિશ્વમાં મોજૂદ છે. બ્રાડ પિટની અપકમિંગ અને મચઅવેટેડ ફિલ્મ F1 ના સ્પેશિયલ પ્રીમિયરમાં બ્રાડ પિટ અને ટોમ ક્રુઝ સાથે જોવા મળ્યા છે. આ બંને સ્ટાર્સની મુલાકાતના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. 31 વર્ષ પહેલા 11 નવેમ્બર 1994માં ઈન્ટરવ્યૂ વિથ વેમ્પાયર (Interview with the Vampire) ફિલ્મમાં બ્રાડ પિટ અને ટોમ ક્રુઝ સાથે ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ તેઓ વર્ષ 2001 માં 'અમેરિકા: અ ટ્રિબ્યૂટ ટુ હીરોઝ' કોન્સર્ટમાં સાથે હતા. હવે 24 વર્ષ બાદ 2025માં આ બંને હાર્ટ થ્રોબ સ્ટાર પાછા સાથે જોવા મળી રહ્યા છે.

24 વર્ષ બાદ ઉષ્માસભર મુલાકાત

બ્રાડ પિટ અને ટોમ ક્રુઝ બોલિવૂડના દિગ્ગજ એક્ટર ગણાય છે. તેમના ફેન્સ વિશ્વભરમાં ફેલાયેલ છે. અત્યારે સોશિયલ મીડિયામાં બ્રાડ પિટ અને ટોમ ક્રુઝની ઉષ્માસભર મુલાકાતના ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. વર્ષ 2001 માં 'અમેરિકા: અ ટ્રિબ્યૂટ ટુ હીરોઝ' (America: A Tribute to Heroes') કોન્સર્ટમાં સાથે હતા. હવે 24 વર્ષ બાદ 2025માં આ બંને હાર્ટ થ્રોબ સ્ટાર પાછા સાથે જોવા મળી રહ્યા છે. આ મુલાકાત બ્રાડ પિટની અપકમિંગ અને મચઅવેટેડ ફિલ્મ F1 ના સ્પેશિયલ પ્રીમિયર વખતે થઈ છે. આ પ્રસંગે જ્યારે બ્રેડ પિટે ટોમ ક્રૂઝને જોયો, ત્યારે તે પોતાની ખુશી છુપાવી શક્યો નહીં. બંને હોલિવુડ દિગ્ગજોએ એકબીજાને પ્રેમથી હગ કર્યુ અને કેમેરા સામે વોર્મ પોઝ પણ આપ્યા છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by FORMULA 1® (@f1)

Advertisement

આ પણ વાંચોઃKannappa : આ ફિલ્મને મેં 10 વર્ષ આપ્યા અને ફિલ્મે મારી જિંદગીના બધા જ વર્ષો બદલી કાઢ્યા - વિષ્ણુ માંચુ

વર્ષ 1994માં સાથે કરી હતી ફિલ્મ

11 નવેમ્બર 1994માં હોલિવૂડની હોરર ડ્રામા ફિલ્મ ધી ઈન્ટરવ્યૂ વિથ વેમ્પાયર (Interview with the Vampire) રિલીઝ થઈ હતી. જેમાં મુખ્ય ભૂમિકાઓ બ્રાડ પિટ અને ટોમ ક્રુઝે ભજવી હતી. આ ફિલ્મે તે સમયે ચકચાર મચાવી દીધી હતી. આ ફિલ્મ બાદ બ્રાડ પિટ અને ટોમ ક્રુઝ હોલિવૂડના લાંબા સમયના ઘોડા સાબિત થશે તેવી આગાહીઓ કરવામાં આવી હતી. આ આગાહી સોએ સો ટકા સાચી પડી છે. તેનું મુખ્ય કારણ એ છે કે બ્રાડ પિટ 2 વખતનો ઓસ્કર એવોર્ડ વિજેતા એકટર છે જ્યારે ટોમ ક્રુઝ સૌથી લોકપ્રિય એકશન સ્ટાર છે. ટોમ ક્રુઝને પોતાના એકશન સ્ટંટ બદલ ગિનિઝ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. બ્રાડ પિટ અને ટોમ ક્રુઝ બંનેની આ ઉષ્માસભર મુલાકાતથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલા તેમના ફેન્સ ખુશ થઈ ગયા છે.

આ પણ વાંચોઃ Son of Sardaar 2 : અજય દેવગણે 2 ટેન્ક પર પોઝ આપ્યો, ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કરાયું

Tags :
Advertisement

.

×