Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Yogi Adityanathની બાયોપિક 'અજેય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી'નો ફર્સ્ટ લુક થયો રિલીઝ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી Yogi Adityanathની બાયોપિક 'અજેય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી'નો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. આમાં, યોગી આદિત્યનાથના જીવનના અજાણ્યા પાસાઓને ઉજાગર કરવામાં આવશે. આ બાયોપિક હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં વર્લ્ડવાઈડ રિલીઝ કરાશે.
yogi adityanathની બાયોપિક  અજેય  ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી નો ફર્સ્ટ લુક થયો રિલીઝ
Advertisement
  • શાંતનુ ગુપ્તાના બેસ્ટ સેલિંગ પુસ્તક 'ધ મોન્ક હુ બિકેમ ચીફ મિનિસ્ટર' થી પ્રેરિત ફિલ્મ
  • યોગી આદિત્યનાથના આધ્યાત્મિક અને રાજકીય જીવનના ઘણા અજાણ્યા પ્રસંગોને આવરી લેવાયા
  • પરેશ રાવલ, દિનેશ લાલ યાદવ 'નિરહુઆ', અજય મેંગી, પવન મલ્હોત્રા, રાજેશ ખટ્ટરે કર્યો છે દમદાર અભિનય

Uttar Pradesh: સમ્રાટ સિનેમેટિક્સે તેમની આગામી ફિલ્મ 'અજેય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી'નો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે. આ મોશન પોસ્ટર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જીવનને નજીકથી જાણવાની તક આપશે. આ ફિલ્મમાં તેમના આધ્યાત્મિક અને રાજકીય જીવનના ઘણા અજાણ્યા પ્રસંગોને આવરી લેવાયા. જેમકે તેમના શરૂઆતના વર્ષો, નાથપંથી યોગી તરીકે સન્યાસ લેવાનો તેમનો નિર્ણય અને ઉત્તર પ્રદેશના સામાજિક-રાજકીય પરિદૃશ્યને ફરીથી આકાર આપનાર નેતા તરીકેનો તેમનો વિકાસ વગેરે વગેરે.

Advertisement

ફિલ્મના ડાયરેક્ટર છે રવિન્દ્ર ગૌતમ

'અજેય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી' ફિલ્મનું દિગ્દર્શન 'મહારાણી 2' ફેમ રવિન્દ્ર ગૌતમ દ્વારા કરવામાં આવ્યું છે. તેનું નિર્માણ સમ્રાટ સિનેમેટિક્સના બેનર હેઠળ રીતુ મેંગી દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ શાંતનુ ગુપ્તાના બેસ્ટ સેલિંગ પુસ્તક 'ધ મોન્ક હુ બિકેમ ચીફ મિનિસ્ટર' થી પ્રેરિત છે. આ ફિલ્મ ડ્રામા, ઈમોશન, એકશન અને સેક્રિફાઈસનું રુવાડા ઊભા કરી દેતું મિક્સચર છે. ફિલ્મનું સંગીત મીત બ્રધર્સે આપ્યું છે. દિલીપ બચ્ચન ઝા અને પ્રિયાંક દુબે દ્વારા આ ફિલ્મ લખવામાં આવી છે. સીનેમેટોગ્રાફી વિષ્ણુ રાવે કરી છે અને પ્રોડક્શન ડિઝાઈનર ઉદય પ્રકાશ સિંહ છે.

Advertisement

આ પણ વાંચોઃ Kalyanji Anandji : બોલિવૂડના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત સંગીત બેલડી

પરેશ રાવલ અને નિરહુઆ જોવા મળશે

આ ફિલ્મમાં યોગી આદિત્યનાથની ભૂમિકા અનંત જોશીએ ભજવી છે, જ્યારે પરેશ રાવલ, દિનેશ લાલ યાદવ 'નિરહુઆ', અજય મેંગી, પવન મલ્હોત્રા, રાજેશ ખટ્ટર, ગરિમા સિંહે પણ ફિલ્મમાં દમદાર અભિનય કર્યો છે. વર્ષ 2025માં હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં વર્લ્ડવાઈડ રિલીઝ થશે.

અનેક પડકારોથી ભરેલ છે યોગીનું જીવન

સમ્રાટ સિનેમેટિક્સના નિર્માતા રીતુ મેંગીએ કહ્યું, યોગી આદિત્યનાથનું જીવન પડકારો અને પરિવર્તનથી ભરેલું છે. અમારી ફિલ્મ તેમની યાત્રાને આકર્ષક રીતે દર્શાવે છે. શાનદાર કલાકારો અને મનોરંજક વાર્તા સાથે અમે આ પ્રેરણાદાયી વાર્તાને વિશ્વભરના દર્શકો સમક્ષ લાવવા માટે ઉત્સાહિત છીએ.

આ પણ વાંચોઃ  Sikandar ફિલ્મનું થઈ રહ્યું છે છપ્પરફાડ એડવાન્સ બૂકિંગ , રિલીઝ અગાઉ જ કમાઈ લીધા 165 કરોડ

Tags :
Advertisement

.

×