ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Game Changer Review: રામ ચરણે ગેમ પલટી, દર્શકોને કહાનીના 'રાજ' ગમ્યા!

ગેમ ચેન્જર ફિલ્મ  સિનેમાઘરોમાં રિલીઝ 3 વર્ષ બાદ રામચરણે કમબેક કર્યું ફિલ્મમાં એક્ટરની એન્ટ્રી ધામેકાદાર Game Changer review :2022માં આવેલી સુપરહિટ ફિલ્મ RRRથી વિશ્વભરમાં પ્રખ્યાત સ્ટાર રામચરણ (Ramcharan)જેમના લાખો કરોડો ફેન છે, તો લગભગ 3 વર્ષ બાદ એસ શંકરની...
09:38 AM Jan 10, 2025 IST | Hiren Dave
ગેમ ચેન્જર ફિલ્મ  સિનેમાઘરોમાં રિલીઝ 3 વર્ષ બાદ રામચરણે કમબેક કર્યું ફિલ્મમાં એક્ટરની એન્ટ્રી ધામેકાદાર Game Changer review :2022માં આવેલી સુપરહિટ ફિલ્મ RRRથી વિશ્વભરમાં પ્રખ્યાત સ્ટાર રામચરણ (Ramcharan)જેમના લાખો કરોડો ફેન છે, તો લગભગ 3 વર્ષ બાદ એસ શંકરની...
Game Changer X Review

Game Changer review :2022માં આવેલી સુપરહિટ ફિલ્મ RRRથી વિશ્વભરમાં પ્રખ્યાત સ્ટાર રામચરણ (Ramcharan)જેમના લાખો કરોડો ફેન છે, તો લગભગ 3 વર્ષ બાદ એસ શંકરની ફિલ્મ ગેમ ચેન્જર(Game changer)થી ફરીથી રામચરણે કમબેક કર્યું છે. આ ફિલ્મના ટ્રેલરથી જ લોકો ઉત્સાહથી તેને જોવા માટે રાહ જોઇએ રહ્યા હતા. તો 10 તારીખે આ ફિલ્મ વિશ્વભરમાં સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મમાં રામચરણની સાથે કિયારા અડવાણી મુખ્ય અભિનેત્રી પણ જોવા મળી રહી છે. તો વાંચો આ ફિલ્મનો રિવ્યૂ

રામચરણ IAS ઓફિસર રોલમાં જોવા મળશે

સૌ કોઇ જાણે છે કે સાઉથ ફિલ્મમાં એક્ટરની એન્ટ્રી ધામેકાદાર હોય છે, તો એ જ પ્રકારે ગેમ ચેન્જરમાં પણ રામચરણની જબરદસ્ત એન્ટ્રીથી જ ફિલ્મની શરૂઆત થાય છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં રામચરણ એક IAS ઓફિસર રામ નંદનના રોલમાં જોવા મળશે. જો કે રામચરણ આમાં ડબલ રોલમાં જોવા મળશે એટલે તેના બીજા પાત્રો તમારા માટે થોડું રહસ્ય રાખીશું જેથી ફિલ્મ જોયા પછી જ તમને ખબર પડશે. પરંતુ અમે તમને એક હિંટ આપીએ કે આ વખતે રામચરણના આ ફિલ્મમાં પાત્રોને લઇને એક ટ્વિસ્ટ છે.

કિયારા અડવાણીએ ઓન-સ્ક્રીન આગ લગાવી

ફિલ્મમાં બોબિલી મેપીદેવી નામનો વિલન પણ છે અને રાજકારણ , ભ્રષ્ટાચારના કાફલાનું નેતૃત્વ કરે છે. ગેમ ચેન્જરની વાર્તા આનો પર્દાફાશ કરવા અને અંધકારમય કાર્યોને સજા આપવાની આસપાસ ફરે છે. તેથી આ ફિલ્મ એક પોલિટીકલ ડ્રામા તેમજ અનેક સસ્પેન્સ , એક્શનથી ભરપૂર છે. રામચરણ અને કિયારા અડવાણીની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી શાનદાર લાગી રહી છે. જો કે ફિલ્મમાં ગીતો થોડા નિરાશ કરી શકે છે.

આ પણ  વાંચો -L&T ચેરમેનના '90 કલાક કામ' અંગેનાં નિવેદન બાદ રોષે ભરાઈ Deepika Padukone ! કહ્યું- આટલા ઊંચા..!

ફિલ્મમાં સિનેમેટોગ્રાફી શાનદાર

ફિલ્મમાં સિનેમેટોગ્રાફી શાનદાર છે અને એક્શન સિક્વન્સ VFX પણ પ્રભાવશાળી લાગે છે. ગેમ ચેન્જરમાં રામ ચરણ અને કિયારા અડવાણી ઉપરાંત દક્ષિણ સિનેમાના પ્રખ્યાત કલાકાર જેએસ સૂર્યા, પ્રકાશ રાજ, સુનીલ, મેકા શ્રીકાંત, જયરામ અને અંજલિએ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. આ ઉપરાંત હંમેશની જેમ આ વખતે પણ કોમેડિયન વેનેલા કિશોરે દર્શકોનું મનોરંજન કરવામાં કોઈ કસર છોડી નથી.

આ પણ  વાંચો -આ અભિનેત્રી સુંદર ચહેરા માટે મોઢા પર લગાવે છે થૂંક, જણાવ્યા ખાસ ફાયદા

એસ શંકર દિશામાં ફેલ અથવા પાસ

ગયા વર્ષે દિગ્દર્શક એસ શંકરની ફિલ્મ ઈન્ડિયન 2 રિલીઝ થઈ હતી, જે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. પરંતુ એ ન ભૂલવું જોઈએ કે તેઓ પીઢ દિગ્દર્શક છે અને ભૂતકાળમાં નાયક, રોબોટ અને અપરાચિત જેવી ફિલ્મો પણ કરી છે જેમણે તમારું દિલ જીતી ચૂક્યા છે. શંકરે ગેમ ચેન્જરથી ફરીથી જીતી લેવાનો પ્રયાસ કર્યો છે.

Tags :
game changer collectiongame changer collection worldwidegame changer movie ratinggame changer movie release dategame changer movie reviewsGame Changer Reviewgame changer review 123telugugame changer review ratinggame changer reviewsGame Changer X ReviewGujarat FirstHiren daveram charan game changer movie reviewRam Charan Movie Game Changer X Reviewshankar
Next Article