Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Haseen Jahan Video: ગળામાં 'અલ્લાહ'નું લોકેટ અને 'હનુમાન ચાલીસા'નો પાઠ, હસીન જ્હાં પર ભડક્યા લોકો

મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંનો એક વીડિયો ચર્ચામાં છે. જેમાં તેણે અલ્લાહનું લોકેટ પહેર્યું છે અને બેકગ્રાઉન્ડમાં હનુમાન ચાલીસા વાગી રહી છે.
haseen jahan video  ગળામાં  અલ્લાહ નું લોકેટ અને  હનુમાન ચાલીસા નો પાઠ  હસીન જ્હાં પર ભડક્યા લોકો
Advertisement
  • પૂર્વ ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની ફરી એકવખત ચર્ચામાં (Haseen Jahan Video)
  • હસીન જ્હાંનો ફરી એક વીડિયો થયો વાયરલ
  • નદી કિનારે દીકરી સાથે જોવા મળે છે વીડિયોમાં
  • ગળામાં અલ્લાહનું લોકેટ અને હનુમાન ચાલીસાનો પાઠ
  • વીડિયોમાં બંને એક સાથે જોવા મળતા લોકો ભડક્યા

Haseen Jahan Video: ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેમનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેના કારણે લોકો ફરી તેમના વિશે વાત કરી રહ્યા છે. આ વીડિયોમાં હસીન જહાં એક નદી કિનારે જોવા મળે છે, અને આશ્ચર્યની વાત એ છે કે, તેમણે ગળામાં અલ્લાહના નામવાળું લોકેટ પહેર્યું છે, પરંતુ વીડિયોના બેકગ્રાઉન્ડમાં હનુમાન ચાલીસા વાગી રહી છે.

Haseen Jahan Videoમાં દીકરી પણ જોવા મળી

આ વીડિયોમાં હસીન જહાં એકલાં નથી, તેમની સાથે તેમની દીકરી અને અન્ય લોકો પણ નજરે પડે છે. તેઓ ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે અને વીડિયોમાં આરતી પણ બતાવી રહ્યા છે. હસીન જહાં જે નદી કિનારે બેઠાં છે, તેની પાછળ એક મંદિર પણ જોવા મળી રહ્યું છે. આ વીડિયો સામે આવતા જ લોકોના અનેક પ્રકારના રિએક્શન્સ જોવા મળી રહ્યા છે. હસીન જહાં હંમેશા કોઈને કોઈ વીડિયો શેર કરતા હોય છે, અને તાજેતરમાં જ એક વિવાદિત વીડિયોને કારણે તેઓ ચર્ચામાં આવ્યા હતા.

Advertisement

Advertisement

વીડિયો પર લોકોનું રિ-એક્શન

હનુમાન ચાલીસાવાળા આ વીડિયો બાદ લોકો સતત કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ." તો બીજા એક યુઝરે લખ્યું, "તમારી જેવી વિચારસરણી બધાની હોવી જોઈએ, મેમ, તમે મહાન છો." કેટલાક લોકોએ તેમના પર વ્યંગ કરતા લખ્યું કે, "પતિના પૈસા પર તો મોજ ચાલી રહી છે." લોકો તરફથી આ પ્રકારના મિશ્ર પ્રતિભાવો મળી રહ્યા છે, જોકે હસીન જહાંએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

નોંધનીય છે કે, મોહમ્મદ શમી અને હસીન જહાં વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં જ કોર્ટે હસીન જહાંની તરફેણમાં નિર્ણય આપતા શમીએ તેમને દર મહિને ચૂકવવાની રકમમાં વધારો કર્યો હતો.

આ પણ વાંચો: Gold Price Today: સોનાના ભાવમાં થયો વધારો, જાણો તમારા શહેરનો આજનો ભાવ

Tags :
Advertisement

.

×