Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

HISTORIC : બોક્સ ઓફિસનો 'બાહુબલી' છે ડાર્લિંગ પ્રભાસ, પહેલા દિવસે જ તોડ્યો JAWAN અને KGF 2 નો રેકોર્ડ

વર્ષના અંતે પ્રભાસની મચ અવેટેડ SALAAR સીનેમઘરોમાં આવી ચૂકી છે.  KGF ફેમ પ્રશાંત નીલ  દ્વારા નિર્દેશિત SALAARથિયેટરોમાં હિટ થઈ રહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શાહરૂખ ખાન સ્ટારર 'DUNKI' સાથે ટકરાઈ રહી છે. આ હોવા છતાં, SALAAR ફિલ્મે શાહરુખની...
historic   બોક્સ ઓફિસનો  બાહુબલી  છે ડાર્લિંગ પ્રભાસ  પહેલા દિવસે જ તોડ્યો jawan અને kgf 2 નો રેકોર્ડ
Advertisement

વર્ષના અંતે પ્રભાસની મચ અવેટેડ SALAAR સીનેમઘરોમાં આવી ચૂકી છે.  KGF ફેમ પ્રશાંત નીલ  દ્વારા નિર્દેશિત SALAARથિયેટરોમાં હિટ થઈ રહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શાહરૂખ ખાન સ્ટારર 'DUNKI' સાથે ટકરાઈ રહી છે. આ હોવા છતાં, SALAAR ફિલ્મે શાહરુખની ફિલ્મ DUNKI ને જોરદાર ટક્કર આપી છે. ઘણી અસફળ ફિલ્મો બાદ પ્રભાસની કિસ્મત હવે ચમકી છે, આ ફિલ્મે ભારતીય બોકસ ઓફિસ ઉપર 95 કરોડ રૂપિયાની ઓપનિંગ લીધી છે અને શાહરૂખની ફિલ્મ 'JAWAN'નો રેકોર્ડ તોડવામાં પણ સફળતા મેળવી છે.

'SALAAR PART-1 CEASEFIRE' એ પહેલા જ દિવસે મચાવી ધમાલ 

Advertisement

Advertisement

'SALAAR PART-1 CEASEFIRE'ના પહેલા દિવસની કમાણીનો લેટેસ્ટ આંકડા બહાર આવ્યા છે. પ્રાપ્ત થતા આંકડાઓ અનુસાર, પ્રશાંત નીલની આ ફિલ્મે ઓપનિંગ ડે પર જ 95 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે. જો કે, આ કમાણીના આંકડા આ સમયે અંદાજિત છે. વાસ્તવિક આંકડા આવવાના બાકી છે. ફિલ્મની આ કમાણી તમામ ભાષાઓમાં છે.

એક બાદ એક મળતી નિષ્ફળતાઓ બાદ SALAAR થી ડાર્લિંગ પ્રભાસનું કમબેક 

Image

પ્રભાસની છેલ્લી કેટલીક ફિલ્મો જેવી કે સાહો, આદિપુરુષ અને રાધેશ્યામ બોકસ ઓફિસ ઉપર ઉંધા મો ઉપર પટકાઈ હતી. બાહુબલી 2 બાદ પ્રભાસની એક પણ ફિલ્મ હિટનું ટેગ મેળવવામાં સફળ નીવડી ન હતી. અંતે KGF ના ડાઇરેક્ટર પ્રશાંત નીલની ફિલ્મ SALAAR થી પ્રભાસનું બોક્સ ઓફિસ ઉપર પુનરાગમન થયું છે. આ ફિલ્મને ફેન્સ અને ક્રિટિક્સ દ્વારા હકારાત્મક પ્રતિભાવ મળી રહ્યો છે.

પ્રભાસની છેલ્લી ચાર ફિલ્મોની પહેલા દિવસની કમાણી ( INDIA COLLECTION )

SALAAR - 95 કરોડ ( 2023 )

ADIPURUSH - 36 કરોડ ( 2023 )

RADHE SHYAM - 4.4 કરોડ ( 2022 )

SAAHO - 24.40 કરોડ ( 2019 )

વર્ષ 2023 ની સૌથી મોટી વર્લ્ડ વાઈડ ઓપનિંગ મેળવનારી ભારતીય ફિલ્મો ( WORLDWIDE COLLECTION ) 

આ સાથે જ SALAAR ફિલ્મે 175 કરોડની કમાણી કરીને વર્ષ 2023 માં પહેલા દિવસે સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ચૂકી છે.

SALAAR - 175 કરોડ

LEO - 148 કરોડ

JAWAN - 127 કરોડ

KGF 2, LEO કરતા વધારે કમાણી કરી ભારતીય સિનેમાના ઇતિહાસમાં દ્વિતીય ક્રમાંકે પહોંચી SALAAR ( FIRST DAY WORLDWIDE ) 

RRR - 190 કરોડ

SALAAR - 175 કરોડ

KGF 2 - 162 કરોડ

LEO - 148 કરોડ

આ પણ વાંચો --- Salaar: પ્રભાસ Salaar દ્વારા ચાહકોને ખુરશી પરથી ઉઠવા પર મજબૂર કરી શકશે

Tags :
Advertisement

.

×