Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

India-Pakistan War : તમારું લોહી કેમ ઉકળી રહ્યું નથી ? ફલક નાઝની દેશ ભક્તિ કે પબ્લિસિટી સ્ટંટ ?

ટીવી અભિનેત્રી ફલક નાઝ India-Pakistan War મુદ્દે મૌન ધારણ કરી રહેલા ભારતીય મુસ્લિમ કલાકારો (Indian Muslim actors) પર ગુસ્સે થઈ ગઈ છે. ફલક નાઝ (Falak Naaz) એ સવાલ કર્યો છે કે, તમારું લોહી કેમ ઉકળી રહ્યું નથી ? વાંચો વિગતવાર.
india pakistan war   તમારું લોહી કેમ ઉકળી રહ્યું નથી   ફલક નાઝની દેશ ભક્તિ કે પબ્લિસિટી સ્ટંટ
Advertisement
  • ભારતીય મુસ્લિમ કલાકારો પર ગુસ્સે થઈ ગઈ Falak Naaz
  • ભારતીય મુસ્લિમ કલાકારોના મૌન પર અફસોસ છે- Falak Naaz
  • Falak Naaz નો સણસણતો સવાલસ, તમારું લોહી કેમ ઉકળી રહ્યું નથી ?

India-Pakistan War : ટીવી અભિનેત્રી ફલક નાઝ (Falak Naaz) એ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી (Indian film industry) ના મુસ્લિમ કલાકારોને સણસણતા સવાલ કર્યા છે. India-Pakistan War મુદ્દે ફલક નાઝે એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ભારતીય મુસ્લિમ કલાકારોના મૌન પર અફસોસ છે. તેણીએ કહ્યું કે, તેઓ કદાચ એટલા માટે શાંત છે કે અન્ય દેશોમાં, ખાસ કરીને પાકિસ્તાનમાં તેમના ચાહકો નારાજ ન થાય. કદાચ તેમના ફોલોઅર્સ ઘટી ન જાય.

Falak Naaz નો સણસણતો સવાલ ?

બીગ બોસ ઓટીટી 2 (Bigg Boss OTT 2) ની સ્પર્ધક ફલક નાઝે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મુસ્લિમ કલાકારોને સંબોધતો વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેણીએ India-Pakistan War પર મૌન ધારણ કરી લેતા મુસ્લિમ કલાકારોને સણસણતા સવાલો કર્યા છે. તેણીએ કહ્યું કે, ભારતીય મુસ્લિમ કલાકારો (Indian Muslim actors) એ એવા પાકિસ્તાની કલાકારો પાસેથી કંઈક શીખવું જોઈએ જેઓ તેમના ચાહકોની ચિંતા કર્યા વિના તેમના દેશને સમર્થન આપી રહ્યા છે. તો પછી તમારું લોહી કેમ ઉકળી રહ્યું નથી ? તમે તમારા દેશને કેમ સમર્થન આપી શકતા નથી ? તમારો દેશ દરેક રીતે તમારી સાથે છે ને ?

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Falaq Naazz (@falaqnaazz)

Advertisement

આ પણ વાંચોઃ India-Pakistan War : શું IPL બાદ Miss World 2025 પણ થઈ શકે છે પોસ્ટપોન ?

નમકહલાલ બનવાની આપી સલાહ

અભિનેત્રી Falak Naaz એ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા મુસ્લિમ કલાકારોને નમકહલાલ બનવાની સલાહ આપી દીધી છે. તેણીએ કહ્યું કે, મુસ્લિમ ધર્મમાં, સૌ પ્રથમ, આપણને આપણા દેશને પ્રેમ કરવાનું શીખવવામાં આવે છે પરંતુ તે પ્રેમ ક્યાં ગયો ? એ જુસ્સો ક્યાં છે ? તેમણે મુસ્લિમ કલાકારો (Indian Muslim actors) ને કહ્યું, જો તમે આ દેશમાં રહો છો, તો તેના વિશે કંઈક કહો, તેના વિશે કંઈક કરો. જો તમે અહીંનું ખાઈ રહ્યા છો, તો અહીંના નમક પ્રત્યે વફાદાર રહો. આપણો ધર્મ આ જ શીખવે છે. જય હિન્દ.

આ પણ વાંચોઃ India-Pakistan War : આમિર ખાન બાદ કમલ હસને પણ કર્યો એવો નિર્ણય કે ફેન્સ થયા ફિદા

Tags :
Advertisement

.

×