ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kannappa : આ ફિલ્મને મેં 10 વર્ષ આપ્યા અને ફિલ્મે મારી જિંદગીના બધા જ વર્ષો બદલી કાઢ્યા - વિષ્ણુ માંચુ

આગામી 27મી જૂને મચઅવેટેડ માયથોલોજી મૂવી Kannappa રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મના લીડ એક્ટર વિષ્ણુ માંચુએ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં આ ફિલ્મને પોતાની જિંદગી બદલનારો પ્રોજેકટ ગણાવ્યો છે. વાંચો વિગતવાર.
02:49 PM Jun 22, 2025 IST | Hardik Prajapati
આગામી 27મી જૂને મચઅવેટેડ માયથોલોજી મૂવી Kannappa રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મના લીડ એક્ટર વિષ્ણુ માંચુએ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં આ ફિલ્મને પોતાની જિંદગી બદલનારો પ્રોજેકટ ગણાવ્યો છે. વાંચો વિગતવાર.
Kannappa Gujarat First

Kannappa : સાઉથ સ્ટાર વિષ્ણુ માંચુની અપકમિંગ અને મચઅવેટેડ ફિલ્મ Kannappa 27મી જૂને રિલીઝ થઈ રહી છે. વિષ્ણુએ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં ફિલ્મ સાથે પોતાનું બોન્ડિંગ કેવું છે તેના વિશે જણાવ્યું છે. તેણે જણાવ્યું કે, Kannappa ની સ્ક્રિપ્ટ પર 10 વર્ષથી કામ કરી રહ્યો હતો. આ ફિલ્મે મારા જિંદગીના બધા જ વર્ષો બદલી કાઢ્યા છે. હું અત્યારે પોઝિટિવિટી સાથે જીવન જીવી રહ્યો છું.

ફિલ્મની વાર્તા આત્માની અનુભૂતિની સફર છે : વિષ્ણુ માંચુ

Kannappa ફિલ્મ માટે સાઉથ સ્ટાર વિષ્ણુ માંચુએ 10 વર્ષ ખર્ચ્યા હોવાનું જણાવ્યું છે. તેણે જણાવ્યું કે, આ ફિલ્મની સ્ટોરી સાંભળી ત્યારથી હું તેની વાર્તામય બની ગયો છું. મેં આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર 10 વર્ષ કામ કર્યુ છે. આ એક સાચી ઘટના છે જે ભારતમાં ઘટી હતી. જેમાં એક નાસ્તિકની ભગવાન શિવનો સૌથી મોટો ભક્ત બની જાય છે. ફિલ્મની વાર્તા આત્માની અનુભૂતિની સફર છે. 10 વર્ષ મહેનત કર્યા બાદ હવે હું દુનિયા સમક્ષ આ ફિલ્મ લાવી રહ્યો છું.

આ પણ વાંચોઃ  OMG! લાંબા સમયથી કામ ન મળવાના કારણે આ અભિનેતાએ જીવન ટૂંકાવ્યું

આ બધો ભગવાન શિવનો જાદુ છે : વિષ્ણુ માંચુ

Kannappa ફિલ્મ વિશે જણાવતા વિષ્ણુ માંચુ બહુ ભાવુક થઈ ગયો અને તેણે આગળ જણાવ્યું કે, આ ફિલ્મે મારુ જીવન જ બદલી નાખ્યું. ફિલ્મ બનાવતી વખતે અને ફિલ્મ બનાવ્યા પછી હું હાલમાં ઘણી સકારાત્મકતામાં જીવી રહ્યો છું. હું માનું છું કે આ બધો ભગવાન શિવનો જાદુ છે અને આ બધી તેમની લીલા છે, જેમાં હું માનીએ છીએ. વિષ્ણુ માંચુએ ભાવાવેશમાં આવીને આ ફિલ્મની સરખામણી હોલિવૂડની અત્યંત સફળ ફિલ્મ લોર્ડ ઓફ ધી રિંગ સાથે સરખાવી દીધી હતી.

Kannappa ની સ્ટારકાસ્ટ

અક્ષય કુમારે Kannappa માં ભગવાન શિવની ભૂમિકામાં ભજવી છે. આ સાથે મોહનલાલ, કાજલ અગ્રવાલ અને અન્ય કલાકારો પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે. આ ફિલ્મ 27 જૂને થિયેટરમાં રિલીઝ થશે.

આ પણ વાંચોઃ  Son of Sardaar 2 : અજય દેવગણે 2 ટેન્ક પર પોઝ આપ્યો, ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કરાયું

Tags :
akshay kumaremotional interviewGujarat FirstGUJARAT FIRST NEWSKajal Aggarwalkannappalife-changing filmLord of the RingsLord Shivamohanlalmythology filmRELEASE DATEvishnu manchu
Next Article