Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મમતા કુલકર્ણીના પાછળ ડાન્સ કરતી Neeru Bajwa આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મચાવી રહી છે ધૂમ

બેકગ્રાઉન્ડ ડાન્સરથી શરૂઆત કરીને આજે પંજાબી સિનેમાની ક્વીન બની ગયેલી નીરુ બાજવાની સફર ખરેખર પ્રેરણાદાયક છે. એક સમયની ટોચની બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીના પાછળ ડાન્સ કરતી નીરુ આજે પોતાની મહેનત અને ટેલેન્ટથી સુપરસ્ટાર બની ગઈ છે. તેમની કહાની સંઘર્ષ, પ્રતિબદ્ધતા અને સફળતાનું જીવંત ઉદાહરણ છે.
મમતા કુલકર્ણીના પાછળ ડાન્સ કરતી neeru bajwa આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મચાવી રહી છે ધૂમ
Advertisement
  • બેકગ્રાઉન્ડ ડાન્સરથી સુપરસ્ટાર, Neeru Bajwa ની અદ્ભુત સફર
  • મમતા કુલકર્ણીના પાછળ ડાન્સ કરતી નીરુ આજે પંજાબી સિનેમાની ક્વીન
  • બોલિવૂડથી પંજાબી સિનેમા સુધી નીરુ બાજવાની પ્રેરણાદાયી સફર
  • મમતા કુલકર્ણીની બેકગ્રાઉન્ડ ડાન્સર રહી ચુકેલી નીરુ આજે સુપરસ્ટાર

Neeru Bajwa : મનોરંજનની દુનિયામાં, ઘણા કલાકારો સંઘર્ષ કરીને સફળતાના શિખર પર પહોંચે છે, પરંતુ કેટલાકની કહાની ખરેખર અદ્ભુત હોય છે. આવી જ એક અનોખી સફર છે અભિનેત્રી નીરુ બાજવા (Neeru Bajwa) ની, જે એક સમયે બોલિવૂડની ટોચની અભિનેત્રી મમતા કુલકર્ણીની પાછળ બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કરતી હતી અને આજે તે ખુદ એક મોટી સુપરસ્ટાર બની ગઈ છે.

મમતા કુલકર્ણી, એક સમયની ટોચની અભિનેત્રી

90ના દાયકામાં મમતા કુલકર્ણીનું નામ બોલિવૂડના સૌથી લોકપ્રિય કલાકારોમાં ગણાતું હતું. તેમના શાનદાર અભિનય, અદભૂત સુંદરતા અને ઉત્તમ ડાન્સ મૂવ્સ માટે તેઓ જાણીતા હતા. 'કોઈ જાયે તો લે આયે' અને 'યે ચાંદ કોઈ દીવાના હૈ' જેવા ગીતોમાં તેમના ડાન્સ દર્શકોના દિલ જીતી લીધા હતા. તેમના ગીતોમાં રહેલી ઊર્જા અને ડાન્સની સ્ટાઇલ આજે પણ યાદગાર છે. આવું જ એક ગીત હતું 'તુ વો તુ હૈ', જેમાં મમતા મુખ્ય ડાન્સર તરીકે હતા અને તેમની પાછળ ઘણા બેકગ્રાઉન્ડ ડાન્સર્સ હતા. તેમાંથી જ એક ચહેરો આજે ફિલ્મ જગતનું એક મોટું નામ બની ગયો છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Neeru Bajwa (@neerubajwa)

Advertisement

Neeru Bajwa ની સફર બેકગ્રાઉન્ડ ડાન્સરથી સુપરસ્ટાર સુધી

ઘણીવાર એવું કહેવાય છે કે, સફળતાનો રસ્તો સરળ નથી હોતો. નીરુ બાજવા માટે પણ આ વાત સાચી સાબિત થઈ. મમતા કુલકર્ણીના ગીતમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કરતી વખતે કદાચ કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે આ છોકરી એક દિવસ પોતે એક મોટી સ્ટાર બનશે. તે સમયે લાલ વર્તુળમાં દેખાતી આ છોકરી જ નીરુ બાજવા હતી. તે સમયે તેને ઓળખવી મુશ્કેલ હતી, પરંતુ આજે તેની સફળતા અને લોકપ્રિયતા કોઈનાથી છુપાયેલી નથી.

સંઘર્ષ અને સફળતાની કહાની

નીરુ બાજવાએ કેનેડામાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને અભિનયના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે મુંબઈ આવી. શરૂઆતમાં તેમને સંઘર્ષ કરવો પડ્યો, પરંતુ તેમની મહેનત રંગ લાવી. 1998માં તેમને દેવ આનંદની ફિલ્મ 'મૈં સોલહ બરસ કી' માં કામ કરવાની તક મળી. આ ફિલ્મથી તેમની બોલિવૂડ કારકિર્દીની શરૂઆત થઈ. જોકે, તેમને ખરી ઓળખ ટીવી સિરિયલો અને મ્યુઝિક વીડિયોથી મળી.

ધીમે ધીમે, નીરુએ પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ ધ્યાન આપ્યું અને ત્યાં તેમણે પોતાનું આગવું સ્થાન બનાવ્યું. આજે તેઓ પંજાબી ફિલ્મ જગતની સૌથી મોંઘી અને સફળ અભિનેત્રીઓમાંના એક છે. તેમની ફિલ્મો બોક્સ ઓફિસ પર ધૂમ મચાવે છે અને તેમને પંજાબી ફિલ્મોની ક્વીન તરીકે પણ ઓળખવામાં આવે છે. તાજેતરમાં, તેઓ અજય દેવગનની ફિલ્મ 'સન ઓફ સરદાર 2' માં પણ મહત્વના પાત્રમાં જોવા મળ્યા હતા, જે દર્શાવે છે કે બોલિવૂડમાં પણ તેમનું કદ વધ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Neeru Bajwa (@neerubajwa)

વ્યક્તિગત જીવન અને ફિટનેસ

પ્રોફેશનલ લાઇફ ઉપરાંત, નીરુ બાજવાનું વ્યક્તિગત જીવન પણ પ્રેરણાદાયક છે. તેમણે 2015માં હેરી રંધાવા સાથે લગ્ન કર્યા અને આજે તેઓ 3 પુત્રીઓની માતા છે, જેમાં 2 જોડિયા છે. 3 બાળકોની માતા હોવા છતાં, 44 વર્ષની ઉંમરે પણ તેમની ફિટનેસ અને સુંદરતા અદ્ભુત છે. તેમની ફિટનેસને જોઇને તેમની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે, અને આ જ તેમની મહેનત અને પ્રતિબદ્ધતાનો પુરાવો છે.

એક સમયની ટોચની અભિનેત્રી મમતા કુલકર્ણીએ જ્યાં ધીમે ધીમે ફિલ્મી દુનિયામાંથી વિદાય લીધી, ત્યાં તેમની પાછળ બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કરતી નીરુ બાજવાએ સફળતાની એક નવી ગાથા લખી. આ કહાની દર્શાવે છે કે સખત મહેનત, પ્રતિબદ્ધતા અને ટેલેન્ટ હોય તો કોઈ પણ વ્યક્તિ નાની શરૂઆતથી પણ મોટી સફળતા મેળવી શકે છે. નીરુ બાજવા માત્ર પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે જ નહીં, પણ સમગ્ર મનોરંજન જગતમાં એક પ્રેરણા બનીને ઊભરી છે.

આ પણ વાંચો :   ટ્રાન્સ એથ્લીટ Anaya Bangar નો મોટો ઘટસ્ફોટ, કહ્યું, ' જાણીતા ક્રિકેટરે મને......!'

Tags :
Advertisement

.

×